પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૨૨૪ સુદર્શન ગદ્યાવલિ, કાર (મલ) મનનો કલેશ (વિક્ષેપ ) અને અજ્ઞાનના અંધકાર (આવરણ) તે તે હેયજ નહિ તેનું શરીર નિમલ, અંતઃકરણ કેવલ પ્રેમમયતાનાં વિલીન, અને જ્ઞાન સવ કાઈન અનુકુલ થઈ રહેલું હોય છે. અનેક પ્રવૃત્તિમાં તેને પ્રવૃત્તિને ધસારે લાગતો નથી; અને શ્રી ભગવાન જે સમતાને યોગ કહે છે સમતાના સૂત્ર ઉપરથી તેની સ્થિતિ ચલતી નથી. શ્રીમદ્ભગવદ્ગીતામાં સ્થિતપ્રજ્ઞ, ગુણાતીત, આદિનાં લક્ષણ કહ્યાં છે, શ્રી યોગવાસૃિષ્ટ આદિમાં જીવન્મુક્તનાં લક્ષણ કહ્યાં છે, તે આત્મજ્ઞાનીનાં લક્ષણ છે?— रागद्वेषभयादीनामनुरूपं चरन्नपि । योऽन्तोमवदत्यच्छः स जीवन्मुक्त उच्यते ॥ રાગદેષ ભય આદિને અનુરૂપ વર્તતા છતાં પણ અંતથી જે આકાશની પેઠે અતિ સ્વચ્છ છે તે જીવન્મુક્ત છે એમ શ્રીવસિષ્ઠ કહે છે. ' જ્ઞાનીનું જ્ઞાન સર્વત્ર એક્તાનો પ્રેમદ્વારા અનુભવ કરવામાં સમાય છે. પ્રેમ એ તેનું અતિ ઉતકટ બાહ્ય અને આંતર ચિન્હ છે. જ્ઞાનીને દેખીને તે ઉભરાય છે, અધિકારીને દેખીને તે શીતલતાથી વિકસે છે, વિરાધીને દેખી દયાર્દ થાય છે, ને તટસ્થને દેખી ઉદાસીનતામાં આનંદે છે. જ્ઞાન કોઈને પ્રતિકૂલ નથી, જેટલાં જેટલાં જ્ઞાન છે તે સર્વને એ જ્ઞાનમાં સમાસ છે, માટે બહુ વાર આત્મજ્ઞાનને ‘ વિજ્ઞાન’ એમ કહેવામાં આવે છે. સર્વ જ્ઞાનને એ અનુકુલ છે, કેમકે જ્ઞાનમાત્રના ક્રમે ક્રમે પ્રાપ્ત થનારું', સર્વ જ્ઞાનના વિકાસને અંતે પક્વ થનારું, એ જ્ઞાન સવ આનંદના અવધિરૂપ છે. જ્ઞાન વિના આનંદજ નથી. જંતુમાત્રને જે જે આનંદ છે, સુખ કે દુ:ખનું સંવેદન છે, તે ઇન્દ્રિય અને પદાર્થના સ્પર્શથી જ થાય છે, તે સ્પર્શ સાક્ષાત હોય કે માનસિક હાય, પણ જંતુમાત્રનું' સંવેદન સ્પર્શ જન્ય છે. માત્રા:પરાંd ૌતિય એમ શ્રી ભગવાને તે કહેલું છે. સ્પર્શ જન્ય સંવેદન તે જ્ઞાન છે, અને એ સંવેદનરૂપ જ્ઞાન ન હોય તે સ્પર્શ જન્ય આનંદ આવે નહિ; માટે જ્ઞાનથીજ આનંદનો આરંભ છે, કોઈ પણુ આનંદ જ્ઞાન વિના નથી એટલું જ નહિ, પણ પ્રત્યેક આનંદની વિપુલતાનું પ્રમાણ. તે તે ભૂમિકાના જ્ઞાનના પ્રમાણુ ઉપરજ રહે છે. જે ભૂમિકાનાં સ્પશૉદિ અનુભવવાનું જેને જેવું' જ્ઞાન તેને તે ભૂમિકાના તેવા આનંદ અનુભવાય છે. માટે જ સર્વત્ર એકતા અનુભવનાર જે સમય આત્મજ્ઞાન તે સર્વ આનંદના અવધિરૂપ છે. - જ્ઞાનને આનંદ અવશ્ય છે. એ આનંદમય જ્ઞાનની પ્રાપ્તિ કેવલ બુદ્ધિવિલાસેથીજ નથી. બુદ્ધિમાર્ગ બતાવી શકે છે, દોરી શકે છે, વ્યવસ્થા કરી આપી શકે છે પણ બુદ્ધિને સીમા છે; અમુક મર્યાદાની પાર તે જઇ શકતી નથી. આત્મજ્ઞાનનો આનંદમય અનુભવ બુદ્ધિથી પ્રાપ્ત થતું નથી, એ તો આકસ્મિક, ચમત્કારિક, એ હૃદયના આધાતરૂપ કોઈ વિલક્ષણ પ્રવાહે છે. પ્રેમ, ભય, આશ્ચર્ય, આદિ ઉમિને ધકકે જેમ વિચાર અને બુદ્ધિને વચમાં આસ્થા વિનાજ આપણે અકસ્માત અનુભવીએ છીએ તેમ આ એકતારૂપ આત્મજ્ઞાનને આનંદપ્રદા ધકકા સહેજેજ, અકસ્માત, અનુભવાય છે?— नायमात्मा प्रवचनेन लभ्यो न मेधया न बहुना श्रुतेन | यमेवैष वृणुते तेन लभ्यस्तस्यैष आत्मा विवृणुते तनूं स्वाम् ॥ - પ્રવચન, બુદ્ધિ બહુશ્રુતતા કશાથી આત્મા સભ્ય નથી, જેને આત્મા વરે છે તેને જ Gamah Heritage POI 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 24850