પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 २२६ સુદર્શન ગદ્યાવલિ, ઠેષ વિસ્તારના બનાવે છે. વારંવાર અસાધ્ય દુ:શીલવાળાં સ્ત્રી પુો માટે એમ કહેવાતું સંભળાય છે કે “ હવે એને શાસન કામનું નથી એની એવી પ્રકૃતિ પડી છે;” ગ્રામ્યઉક્તિ પણ છે કે “પ્રાણને પ્રકૃતિ સાથે જાય.” પ્રકૃતિ એવી દુર્જય, દત્યાજ્ય, અને દુનિવાર છે. શ્રીમદ્ભગવદ્ગીતામાં પણ, प्रकृति यान्ति भूतानि निग्रहः किं करिष्यति ।। | ભૂતમાત્ર પોત પોતાની પ્રકૃતિ ઉપર જ જવાના; નિગ્રહ શું કરી શકવાના ? એમ કે ' જે પ્રકૃતિને વશ છે તેજ પામર છે. પશુધર્મમાત્રને જ જે ઓળખે છે તે પ્રકૃત અર્થાત્ પ્રકૃતિને વશ વર્તનાર જંતુ છે. જ્ઞાની અને પ્રાકૃતમાં એજ ફેર છે કે પ્રાકૃત, પ્રકૃતિને વશ વર્તે છે, જ્ઞાની પ્રકૃતિને વશ રાખે છે. પ્રકૃતિ છે તે વિશ્વરચનાને વ્યાપાર ચલાવનાર અનેક અનેક પ્રકાર અને નિયમો વિસ્તારનાર મહાશક્તિ છે; અમા તે સર્વ રચના અને અનેકતાને એક એક સાથે સંકળી રાખી સર્વત્ર મૃદુતા, અભેદ, શાન્તિ, વિસ્તારનાર મહેશ્વર છે. અનેક દેવી અને દેવની મૂર્તિઓ પ્રકૃતિ અને પુરુનાં રૂપાન્તર છે. જેમ બ્રહ્માંડમાં શિવ અને શક્તિનો આ વિલાસ છે તેમ પ્રત્યેક પિંડમાં પણ વિક્ષેપ, વિરોધ, અતૃપ્તિ, અહંકાર અને અધમતાનું બીજ પ્રકૃતિ છે; એકતા, સમાધાન, તૃપ્તિ, અને ઉન્નતિનું સૂત્ર આત્મા છે. બ્રહ્માંડમાં પણ જેમ જેમ પદાર્થવિજ્ઞાન, રસાયન, યંત્રવિદ્યા, ખગેલ આદિ શાસ્ત્રાથી આપણું જ્ઞાન વિરતાર પામતું જાય છે તેમ તેમ સર્વત્ર એકના એક નિયમો પ્રાદુર્ભાવ આપણા જાણવામાં આવે છે, સર્વત્ર એકની એક શક્તિ વિવિધરૂપે વર્તતી સમજવામાં આવે છે, અને ભિન્ન ભિન્ન ભેદમયી રચુનાની સમાધાન અને સંશ્લેષવાળી એકતાનું ભાન આપણા મનમાં સાનંદાશ્ચર્યની સાથે પ્રકટ થાય છે. એજ રીતે અનેક વ્યાપાર કરતી કરાવતી પ્રત્યેક પિંડની પ્રકૃતિના અનંત વિલેપામાં અને તે વિક્ષેપના અનુભવમાં પણ એકતા, સમાધાન અને તૃપ્તિ ઉપજાવે તેવી વ્યવસ્થા આપણને સમજાતી જવી જોઈએ. એજ આત્મજ્ઞાનનો માર્ગ છે. પ્રકૃતિના અનંત વિક્ષેપનો અનુભવ કરતાં પણ જેને કશું જ્ઞાન આવતું નથી, કશા વિવેક પ્રાપ્ત થતા નથી, ભૂતકાલના પ્રસંગોમાંથી પણ ભવિષ્યને માટે અમુક વર્તનને નિયમ હાથ થતો નથી, તે મનુષ્ય પિતાનું જીવિત વ્યર્થ ગાળે છે એ સ્પષ્ટજ છે. તેમના ઉપર કેવલ પ્રકૃતિનેજ અતિશય અધિકાર થઈ ગયા છે. ' કે એ અધિકારના પ્રકાર સમજાવવાને ગુણની વ્યવસ્થા કહી છે. જ્ઞાન, પ્રકાશ, સુખ, આનદરૂપ સર્વ; પ્રકૃતિ, વિક્ષેપ, લોભ, કામના, ઇત્યાદિરૂપ રજસ ; અને નિદ્રા, અજ્ઞાન, મહ, આલસ્ય, જડતા ઈત્યાદિરૂપ તમન્ એ ત્રણ ગુણ પ્રકૃતિના છે. શુદ્ધ સમષ્ટિની પ્રકતિમાં તો એ ત્રણેની એવી સમતા છે કે ત્યાં એક ગુણ કહી શકાતા નથી, પણ વ્યક્તિ વ્યક્તિરૂપે પ્રકૃતિ વિકસે છે ત્યાં એ ગુણાનાં અનંત મિશ્રણ થાય છે; અને કાંઈક માહભયી છતાં જ્ઞાન તેમ વૈભવને શોધવાની તૃષ્ણાવાળી અને જ્ઞાનક્ષણના કવચિત્ અનુભવ પામતી એવી રજ:પ્રધાન પ્રકૃતિથી માંડી શુદ્ધ સાત્ત્વિક અને શુદ્ધ તામસ પ્રકૃતિ સુધીના અનેક પ્રકૃતિપ્રકારનું જગત વિસ્તરે છે. તે તે પ્રકૃતિનું અનુમાન છે તે પ્રકૃતિના આહાર, વિહાર, વિચાર, આચાર, સંબંધ, રાગ, દ્વેષ, તેમના ઉપરથી થઇ શકે છે, પ્રકૃતિનાં આવાં સ્વરૂપ અને લક્ષણ છે, પણ પ્રકૃતિને સાર વારતવિક દૃષ્ટિએ જોતાં “ અહંકાર ' માંજ Ganaihileritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 26/50