પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 આત્મજ્ઞાન. ૨૨૭ આવી રહે છે. વ્યક્તિમાત્રને * હુ ' એ કોઈ અસાધારણ અને કોઇ પ્રકારે ટળી ન શકે તેવા પ્રયય રહે છે; એ “ હુ ' એટલે શબ્દ યદ્યપિ સર્વ કાઈ તેના તેજ વાપરે છે ને પ્રયેાજે છે તથાપિ વ્યક્તિ વ્યક્તિના “ હું ' નો શો અર્થ કર તે, તે તે વ્યક્તિની પ્રકૃતિ ઉપર રહેલું છે. કોઈ બે ‘હુ-ને એક સરખાં બતાવી શકાશે નહિ; તે તે પ્રકૃતિ અને તે પ્રકૃતિના ગુણોનાં અનંતાનંત મિશ્રણ તે સર્વની એ “હુ' '-માં ઝીણી ઝીણી છાંટ જણાયા વિના રહેશે નહિ ને કોઈ એક રંગ તેમાં પ્રધાનભાવ પામેલે જણાશે. આ ‘હુ ' અને તેના રંગ તેનેજ એહુંકાર કહ્યો છે, અને એ અહંકારાનુસાર વ્યક્તિ વ્યક્તિનું વિશ્વ રચાય છે. એ અહંકાર તેજ પ્રકૃતિ છે. શ્રીમદ્ભગવદ્ગીતામાં પણ અપરાપ્રકૃતિને પ્રસંગે કહ્યું છેઃ भूमिरापोऽनलो वायुःखं मनोबुद्धिरेवच । अहंकार इतीयं मे मिन्ना प्रकृतिरष्टधा ।। આ અહંકાર અથવા પ્રકૃતિથી જે અનંત વિક્ષેપ નીપજે છે તેમાં પણ સમતાનું સૂત્ર શોધી તેને આધારે વિરમવું એ આત્માજ્ઞાનને પરમ ઉપદેશ છે. સમતા પ્રાપ્ત કરવી એજ અભજ્ઞાન છે, અને તે અસ્મલિત દઢ રહે એ અર્થે અભ્યાસ છે. પરંતુ એ સમતા કેવલ આત્મજ્ઞાન અને તે જ્ઞાનના રટણથીજ આવી જતી નથી. જે પ્રકૃતિ અને અહંકાર એ સમતામાં વિષમતા ઉપજાવે છે તેનું પણ યથાર્થ જ્ઞાન થવું જોઇએ; નહિ કે પ્રકૃતિ અને પ્રકૃતિનાં શાસ્ત્રોનું જ્ઞાન થવું જોઈએ, પણ પોતપોતાના અહંકારમાં જે જે વિવિધ રંગની છાંટ હાય તેનો વિવેક કરતાં, તેને ઓળખતાં, અને છેવટ તેને વશ કરી ઉરાડી મૂકતાં શીખવું જોઇએ. ખરા આત્મજ્ઞાનનો આરંભ ત્યાંજ છે કે જ્યાં માણસ પોતાની પ્રકૃતિને યથાર્થ સ્વરૂપે ઓળખવા માંડે છે. ઓળખ્યા પછી તેને વશ કરી સમતાના સુત્રથી બાંધવા રૂપ જ્ઞાનના માર્ગ સહજ છે. પણ પ્રકૃતિને ઓળખવી એજ મહા દુષ્કર કાર્ય છે, કારણ કે અહંકાર અને અજ્ઞાન, ઘણી વાર, સત્ય સ્થિતિ સમજવા પણ દેતાં નથી. પોતાનાં કાર્ય માત્રનું પૃથક્કરણ કરી જેનાર; પિતાનાં વચનમાત્રનું પુનરાવલોકન કરનાર, પોતાના નિશ્ચય ઉપર રાત્રીદિવસ દષ્ટિ રાખનાર, પ્રકૃતિને વશ કરવાના એટલે કે આત્મજ્ઞાનના માર્ગ ઉપરજ છે. થયેલા અપરાધ કે ખુલનને માટે પશ્ચાત્તાપ થવાનું એજ તાત્પર્ય છે કે પ્રકૃતિના સ્વરૂપને જાણી તેને અન્યથા દેરવા યત્ન કરો.. અશ્રપાત, શાક, વિલાપ એ બધાં પશ્ચાતાપનાં વાસ્તવિક અંગ નથી; પશ્ચાત્તાપના તાપમાં લાવવા મૂકી વશીકારની વિશુદ્ધિએ પમાડવાની જે પ્રકૃતિ તેના ઉપર વિલાપને શીતવાયુ ફૂંક કે અશ્રુનું સિંચન કરવું એતો શુદ્ધ કરનાર અમિને મંદ પાડી પ્રકૃતિને હતી તેવીજ રાખવાનો અવળા માર્ગ છે. જેને અભિમાનને ઓળખી પ્રકૃતિના વિચાર કરતાં આવડ્યા તેને આતમજ્ઞાન પ્રાપ્ત થવા માંડયું એ નિઃસંશય છે. સમતારૂપી આત્માને વિષમતારૂપ પ્રકૃતિ ઉપર સ્થાપ અને તે સ્થાપનામાંજ સ્થિર નિશ્ચલ રહેવું એને મુખ્ય રીતે આમજ્ઞાન કહેવાય છે, તથાપિ પ્રકૃતિને ઓળખી તેના બંધનમાંથી મુકત થઈ આત્માને વશીકાર તેના ઉપર સ્થાપવાને જેણે આરંભ કર્યો છે તે પણ એક પ્રકારે આમજ્ઞાનીજ છે એમાં સંશય નથી. અને ને એટલાજ માટે સર્વત્ર નમ્રતા અને પ્રેમ તથા દયા એ જ્ઞાનનાં લક્ષણ ગણાયાં છે. પ્ર કૃતિ ઉપર જે વશીકાર લાવવા છે તે વિવિધ પદ્ધતિ અનુસાર વિવિધ માર્ગે લાવી શકાય છે, Gandhi.Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 27850