પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 વૈરાગ્ય, ૨૨૯ લાગ્યા નથી એટલે અદ્યાપિ પણ સામાદિ યાગમાં પશુવધ પ્રચલિતજ છે, ને તેમાં મહાપવિત્ર બ્રાહ્મણે આનંદ માની કૃતાર્થતા સમજે છે. કહે છે કે અપૈયાએ ઘણા સમયજ્ઞ કર્યા હતા ને એકવાર સેનાનો વરસાદ આપ્યો હતો. તે શિવભક્ત હતા અને અમુક શિવલિંગનાં દર્શન નિરંતર કરતો, તેવામાં કોઈ તેને છેતરીને વિષ્ણુ મંદિરમાં લેઈ ગયું, તે ત્યાંપણ તેને શિવસ્તુતિ કરતાં શિવનાં દર્શન થયાં એ તેના પ્રભાવ હતો. - વૈરાગ્યશતક એ નામનું, ઉજજયનીના વિક્રમના ભાઈ તરીકે મનાતા ભતૃહરિનું બીજુ પુસ્તક પ્રસિદ્ધ છે. તેની છટા અને અપય દીક્ષિતના ગ્રંથની શલિ ઉભય જુદાંજ છે. અપય એક ધુરંધર વિદ્વાન તરીકે લખે છે. ભર્તુહરિનું લખાણ હૃદયમાં ખરે ધકે લાગવાથી ઉછલી આવેલા કવિત્વનો ઉદ્ગાર છે. એકમાં કાવ્યશક્તિ અને જ્ઞાન સાથે સાહિત્યના ચમત્કારની યોજનાથી આપણને આનંદ થાય છે, બીજામાં કવિની તન્મયતા એજ હૃદયવેધક છે. એક વાંચતાં લખનારની વિદ્વત્તાની આપણે સ્તુતિ કરીશું, પણ બીજી વાંચતાં આપણું હૃદયમાં વિરાગવૃત્તિ જાગ્રત થશે. શાન્તરસનો સ્થાયીભાવ નિર્વાદ તેને ભતૃહરિ એ સારી રીતે વર્ણવે છે, કે તેજ સ્થાયીભાવરૂપ પરમાનંદમાં આપણે ચૈતન્યપણ ભળી જઈ નિવદજ પામી જાય છે. સંસારમાં મનુષ્યના મનરૂપી યંત્રમાં જે જે કમાનો ઉપર વૃત્તિઓ કુદે છે તે સર્વને એવે રૂપે કવિએ બતાવી છે કે નિર્વેદ વિના બીજુ" પેદા થતુ નથી. આવું પરિણામ આવવા માટે હૃદયમાં કોઈ વિસરાય નહિ તે ઘા લાગવો જોઈએ ત્યારે જ ખરે ઉદ્દગાર બહાર આવી સાંભળનાર સમજનારને પણ તેજ ઉદ્દગારમાં પલાળી નાખે છે. પોતાની રાણી પેતાનું સર્વસ્વ પોતાની પ્રિયતમા–તેની બેવફાઈ એક ફળના સંક્રમણદ્વારા જાણતાં રાજા વિરામ પામી રાજ્યગાદી તજી ચાલતા થાય છે ! એજ ધા, એજ સપાટો ! એવિના કાણુ સંસાર તજે છે ? સંસાર, જે અનન્ત દુ:ખ, કલેશ, કાવતરાં, કાળાં, ધોળાંથી ભરેલા છે તેમાં કાંઈ પણ આધાર, અર્થાત્ કોઈ એવી વળગવાની વસ્તુ કે જેને માટે મનુષ્ય નિરંતર પ્રવૃત્તિમાન થાય, તે ન હોય, કોઇ મિસ્થાન ઉપર મનુષ્યના જીવ ન બંધાયો હોય, તો કયાં વિચારવાન સ્ત્રી કે પુરુષ એક ક્ષણવાર પણ એ દુ:ખ વહારે ? જ્યારે જ્યારે આવો આધાર હોય તે તૂટે છે ત્યારે ત્યારે આ ઉગ્ર વિરાગ થઈ આવે છે–ઉમ એટલા માટે કે પછી સંસારાસક્તિ થતીજ નથી; બાકી સ્મશાન વિરાગ જેવા મંદ વિરાગ તે લાખ પામરને થાય છે, થશે ને થયા હશે પણ તે કાંઈ કામના નહિ. | ઉગ્ર વિરાગના પ્રસિદ્ધ દાખલામાં કપિલવસ્તુના રાજાના પુત્ર મહાત્મા ગાતમ બુદ્ધનું ઉદાહરણ મનનીય છે. તેનો જન્મ થતાં તેના પિતાએ તેની કુંડલિ જોતિષીઓને બતાવી, તેમણે કહ્યું કે એ વિરાગી થવાને. તે ઉપરથી એના પિતાએ, એને સંસાર બધા સુખમય ભાસે તથા મરણ કે કોઈ દુ:ખનું એને જ્ઞાન સરખું ન થાય એવી ગોઠવણવાળા મકાનમાં તેવાં માણસ પાસે મૂકી એકાન્ત રાખે. પણ સ્વતંત્રતા સર્વને પ્રિય છે. આટલેથી બહાર ન જવું એ પણ એક દુ:ખરૂપ છે ને તેટલામાં માણસ પોતાને હક ઓછો થા માની તે જે ન કરવાનું તેજ કરવામાં ઉત્સાહ ધરે છે. પંદર સેળ વર્ષની વયે ગૌતમે પણ તેમ કર્યું. જેરા બહાર ફરવા જવાની ઉત્કંઠા બહુ પ્રબલ રીતે જણાવી. એને કાંઈ ખબર ન પડે તેમ ગાડીમાં બેસાડી તરતજ આંટા મરાવી ને પાછા લાવી પૂરી દેવા એના પિતાએ ગોઠવણ કરી. પણ દૈવયોગ વિલક્ષણ છે ! બહાર જતાંજ એક મરણની વ્યવસ્થા ગાતમે જોઇ. પેકોન, કોલાહલ, anahi eritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 29/50