પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પાતાની પ વર છે . વિલાયત નિવૃત્તિમાર્ગ. ૨૩૬ પુસ્થામાં તે સ્ત્રીઓમાં દેખીએ છીએ. પેતાની પરમ આસક્તિના સ્થાનને હાનિ થતાં ઘણાં પુ અમુક આચાર ભરણુ પર્યત ખરા દીલથી વજે છે; શ્રી રામચંદ્રજી વનમાં જતાં ભરતજીએ રાજસુખ તન્યું ને દશરથે પ્રાણુ તયા એ પ્રસિદ્ધ છે. વિલાયતને રાજા એડવર્ડ પુત્ર મરણ ઠંડે કદી હસ્યા નથી એમ કહેવાય છે, પણ આવા વિરાગ એક દેશી હોવાથી પાક્ષિક એટલે અધ, અધુરા કહેવાય છે, એ વિરાગ સર્વ વસ્તુપર સમાન રીતે પસરી જાય તે તે શુદ્ધરૂપે પ્રવર્યો એમ કહેવાય. - હૃદયમાં ધકે લાગવાની તથા મનોવૃત્તિને મનનથી તીવ્ર કરવાની વાત કહી તેનું પણ રહસ્ય તપાસતાં આસક્તિનું સ્થલ તૂટી જવુ એજ મુખ્ય જણાશે. તે હવે વિરાગનું મૂળ આપણે હાથ લાગ્યું કે કોઈ સ્થળે આસકિત કરવી નહિ. જે ક્ષણે જે મળે તે ઉપર નિવહ રાખી કશામાં આસકત ન થઈ જવું. આસક્તિ વિનાના માણસથી કોઈ દિવસ પાપ થતું નથી, તેને કોઈને તુત કરવાનું નથી કે તે ગમે તેમ કરી ઉપાર્જન કરે. તેને માન પાનની ભૂખ નથી કે તે આડે અવળે દાવપેચે રમે; પણ વળી યાદ રાખવાનું છે કે નિષ્પાપ તે થવાય. પણુ આસકિત ન હોય ત્યારે ઉત્સાહપણ ન હોય ને તેથી કશું લાભકારી કર્મ પણ બને એ જન્મ વ્યર્થ થઈ પડે. આ શંકારૂપે જણાવેલી સમજ ખાટી છે. બુદ્ધ, શંકર, મહમદ ક્રાઈસ્ટ વગેરે હજારે ઉદારણ એ સમજને રદ કરવાને પૂરતાં છે. જેને કશા ઉપર આસક્તિ નથી તેને સર્વ ઉપર છે એજ એ વિરાગની ખુબી છે. એનું જ નામ રાજયોગ. જનક વિદેહીને યોગ જે સંસારમાં રહે નિભતો હતો તે આજ. એને માટે ઘર તજવાની, જનોઈ બાળવાની, ભગવાં કરવાની, કે કુટુંબ વઈ ભીખ માગવાની જરૂર નથી, તેમ અનાયાસે બની આવતાં એ માર્ગ સુલભતાથી સધાતો હોય તે ભલે તેમ કરવું, પણ આવશ્યક છે એમ સમજનાર ભુલ ખાય છે. જ્યારે આસક્તિ તૂટી, અર્થાત એક વ્યક્તિ ઉપર લાગેલી આસક્તિ તૂટી ત્યારે તે તેડાવનાર સંસાર—એટલે મેંહ, કલેશાદિ જાળની-નિઃસારતા એજ કરી, તે નિઃસારતાના આધારરૂપ સાર કાંઈ હરવું’ જોઈએ. તે નિલેંપ, અબાધ, આનંદમય, સર્વ સમાન આમભાવ. આ આત્મભાવ ઉપર આસકિત બંધાઈ. હવે સમજાશે કે આસક્તિ તૂટતાંજ આસકિત થઈ એટલે નિસાહ થવાને પ્રસંગ ન રા. માત્ર કાવતરાં, કપટ, દુબુદ્ધિ એ બધાંથી છૂટી કેવળ પરમાર્થ માર્ગમાં પ્રવૃત્ત થવાઈ, નિરંતર આનંદમાં જીવિત ગાળવાને સંતોષ પ્રાપ્ત થયા. આ સમાન વધારે સુખ જેને મળતું હોય તે ભલે બીજી રીતિના: કેાઈ વિરાગમાં શોધ, બાકી શાસ્ત્ર તો આનેજ જીવન્મુક્તિ કહે છે. . વૈરાગ્યવિષે આટલું ટુંકું વિવેચન અત્રે આપવામાં બે હેતુ છે. એક તો વૈરાગ્ય શતક જે વિષય આ પત્રમાં કેમ દાખલ કર્યો હશે તે કાનું નિવારણ કરી સંસારીને પણ વિરાગી થઈ રહેવાની જરૂર અને રસ્તા પણ છે એ બતાવવું; તેમ વળી શ્રીગીતાજીને બીજે અધ્યાય પૂર્ણ થઈ ગયા છે, તેની પછી આવું વિરાગનું રહસ્ય સમજાવવું પણ અગત્યનું છે કે તે પછી ત્રીજા અધ્યાયથી આગળ ચાલતાં સમજનારને સુગમ પડે. . (જુલાઇ ૧૮૮૮), Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 31/50