પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શનગયાવલિ, ધણું ઘણું ઉદ્ભવ્યું છે-પણ તે બધાંના ઉપજાવનાર કોણ છે ? એ ચક્કીનાં પડ વચ્ચે કોઈના હાથ તો કાઈના પગ, કાઈનું માથું તો કોઈનું શરીર, કાનું મન તે કોઈનું હૃદય, જયારે જ્યારે કચરાયલું' ત્યારે ત્યારે તેમના અંગના રુધિરમાંથી, તે તે શોધ, તે તે ચમકાર, તે તે તર્ક, તે તે ઉíાર, ઉદ્ધ,વ્યા છે; બાકી જેમણે આંખો મીચીને આધા આધા રહી એ ચક્ર ફેરવ્યાં કરી છે તે તે ચક્કીને ખીલડે લટકીને ઉલટા જાતે ફેરવાયા છે, નિવદને મથવા જતાં જાતે મથાયા છે, કયાંના કયાં જઈ પડ્યા છે, ને આવીટી થઈ ગયા છે. જેમણે ઉધાડી આંખે જાણી જોઈને નિવેદને જીતવા, તેને નવીનતા અર્પવા, તેને રસમય કરવા, પિતાને ભેગ આપે છે તેમના શોધ, ચમકાર, ઉíારાદિ આપણાં ભવ્ય શાસ્ત્ર, ભવ્ય ધર્મ, ભવ્ય ચારિત્ર, ભવ્ય કાવ્ય, ભવ્ય ઉમિવિલાસરૂપે અમર રહી આજ પણ નિવેદના ઉપર કાંઈક ઢાળ ચટાવવા જેટલી સામગ્રીને દીલા માણસને આપી શકે છે; પણ જે ભેગ આપવાને બદલે નિવેદને વળગી રહી જીતવામાટે મથવા ગયા છે તેને નીચ સ્વાર્થ, દુષ્ટ દુરાચાર, તિરસ્કારહું નિર્ધકૃતા, અને અસ્મય અંધકારમાંજ, બીજી રીતે કહીએ તો ચારી, લુચા, લપટતા, વ્યસન આદિમાં અટવાઈ મુવા છે. ત્યારે સુખ શું ? નિર્વેદ ન આવે એવુ સુખ કયું ? કે જેથી પ્રવૃત્તિ રસમય થાય. આ પ્રશ્નનું ઉત્તર ઐહિક સુખના અનુયાયીઓએ એમ પણ ઘડી કાઢયું છે ને અનેકવાર સૂત્રરૂપે ઉચ્ચાર્યું છે કે “ પ્રવૃત્તિ એજ પ્રવૃત્તિનું સુખ છે ” એ સૂત્રમાં પ્રવૃત્તિને રસમય કરવાનો ખુલાસે હોય એમ હું માનતો નથી, કેમકે એતો નિદ રાક્ષસથી છુટવાના લાખેઅનંત-ઉપાયની જે પરંપરા કહી તેના ચક્રનું જ બીજું નામ થયું. “કાંઇ ને કાંઈ કર્યાજ કરવું ”—ગમે તે પણ કરવું-કરવું–ને કરવું એ નિયમથી નિર્વેદ કાંઈ રસરૂપ ન થયો, કેમકે જ્યાં પ્રવૃત્તિ અટકી ત્યાં નિર્વેદ પાછળ ઉભેજ છે. આ પ્રશ્નનું ઉત્તર આપવું એ ઘણું કઠિન કામ છે, અને હું પોતે તે માત્ર વિદ્વાનોએ કરેલા તકેનું અત્ર એક દિગ્દર્શન કરાવવા ઇચ્છું છું, કાંઈ નવીન કહેવાનો આડંબર કરતા નથી. પ્રવૃત્તિમાર્ગેથી ખુલાસો થતો નથી એતો આ પ્રકારે સ્પષ્ટ છે. શરીર, બુદ્ધિ, મન, હૃદય, એટલાં મનુષ્યમાં છે એમ સ્વીકારી આ માર્ગની યોજના ચાલી છે; પણુ શરીર, બુદ્ધિ, હદય, બીજી રીતે કહીએ તો વૃત્તિ, વિચાર, ઉર્મિ સર્વ જે થકી એક એક સમૂહુરૂપે જોડાઈ રહે છે, અને આ અમુક એક વ્યક્તિનાં વૃત્તિ વિચાર ઉમિ આદિ, આ અન્ય વ્યક્તિનાં, એમ વિભાગ પડે છે; તથા તે તે વૃત્તિ, તે તે વિચાર, તે તે ઉમિ, એનું એક એક સાથે તથા અન્ય સાથે જે અનુસંધાન થાય છે, અને ત્રીજી વૃત્તિ ત્રીજો વિચાર કે ત્રીજી ઉમિ ઉપજી આવે છે; તેમજ એક એક વ્યક્તિને મૂકી વ્યક્તિમાત્રને લાગુ પડે તેવાં સામાન્ય વૃત્તિ વિચારાદિનો સંભવ થાય છે;-એ સર્વના નિદાન ઉપર એ માર્ગ વાળાએ લક્ષ કર્યું” જણાતું” નથી. જેનાથી એ બધાં કાર્ય સધાય છે તેને નિવૃત્તિમાર્ગવાળા આત્મા કહે છે; અને એને ચિતન્યમય છતાં અરૂપ, અવ્યય, અને એકરસ કહે છે. તે પ્રતિ વ્યક્તિમાં ભિન્ન નથી, પણ સર્વત્ર એકને એક છે, જે ભિન્નતા છે તે, શરીર, મન, હૃદય—જેને ઉપાધિ કહે છે તેને લીધે છે. અનુભવમાત્રને સાક્ષી-દ્રષ્ટા-આ આત્મા છે. કાયિક, માનસિક, કે હૃદયના જે જે અનુભવ થાય છે તે ઉત્તરોત્તર એક એકના દશ્ય દ્રષ્ટારૂપ છેઃ-શરીર તથા હૃદયના અનુભવ મનને દૃશ્ય છે, ને મન તેમનું દ્રષ્ટા છે; પણ મનના અનુભવ પાછા કાઈકને દશ્ય હોવા ahahHiertage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગદ્યાવલી 34/50