પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

લખવાની છટા પણ સમજાય છે એમ લાગવાથી એ વિષય એમણે લીધા. અને આગળ જતાં આ પસન્દગી માટે પાતે સન્તોષ દર્શાવતા. દરેક વિષષ હસ્તામલકત કહ્યા વગર મુકવા એમને ગમતા નહિ. તેમ ગોખીને સમજ્યા વિના યાદ રાખવું પણ બનતું નહિ એટલે વારવાર હરકોઈ વિષય માટે ઘણાં પુરતક વાંચવાં પડતાં. આવા મૂલથી નિયમ મનમાં જડાયાથી મહેનતમાં ઘણો વધારો થયો હતો ને ૧૪-૧૫ કલાકથી પણ કોઈવાર વધારે કામ કરવાની જરૂર પડતી. તે સમયના શિક્ષકમાં છે. ભાંડારકર અને પ્રિન્સિપાલ વર્ડઝવર્થનાં ધણાં' વખાણ કરે છે–અને જણાવે છે કે “ ડાકટર રામકૃષ્ણ ગેપાળ ભાંડારકર, તથા ઈતિહાસ કાનાણી અને કાંઈક અંગરેજી ભાષાને વિષય શીખવનાર મહાસમર્થ પ્રિન્સિપાલ વર્ડ સ્વર્થનું નામ આજે સંભારીને પણ મને અતિશય માન પેદા થઈ આવે છે અને તેમની મારાપરની પ્રીતિ તથા તેમની ભણાવવાની પદ્ધતિથી જ મને જે લાભ મળે છે તે મળ્યો છે એમ મને વારંવાર કલ્પના થાય છે. ” | બી. એ. નાં ચાર ટર્મ ભરી પરીક્ષા સંતોષકારક રીતે આપી આવ્યા. એમના એક મિત્રે એમને પૂછેલું કે તમે જ પાસ થાઓ તો તારું મુકીએ ? મણિલાલે જવાબ દીધા કે “ હું પાસ તા થવાનાજ છું, પણ કલાસ લખી જણાવજો ને English (અંગ્રેજી) વિષયનું કે History Political Economy (ઈતિહાસ અને અર્થશાસ્ત્ર ) વિષયનું એક prize ( ઇનામ ) મને મળશે તે પણ જણાવજો. ” તેણે પણ મણિલાલના કહ્યા પ્રમાણેજ કર્યું. પરીક્ષાનું પરિણામ જોવા જતાં ઘેરથીજ કાગળ લખી કલાસ અને ઈનામના નામની જગા ખાલી રાખી લઇ ગયા. તેમાં પેન્સીલથી બીજો કલાસ તથા HistoryEconomy વિષયનું ઇનામ એમ લખી તેણે કાગળ એમને મોકલ્યો. એ વાંચી પોતાની મહેનતનું પરિણામ શુભ આવેલું જોઈ મણિલાલને પરમ સન્તોષ થયા. નવી પ્રજાને માટે હમેશાં લાગણી ધરાવનાર આ વિધાન કહે છે કે “ આશા રાખું છું કે વાચનાર વિદ્યાભિલાષી જનો આવા સંતોષથી કાર્ય સંપાદન કરી આનંદિત નીવડે. ” મણિલાલ આખી પરીક્ષામાં બીજે નંબરે પાસ થયા અને ૩૦ માર્ક એા પડવાથી પહેલા "ક્લાસમાં ન આવી શક્યા. મણિલાલ કૅલેજમાં “ફેલા ” તરીકે રહ્યા તે દરમિયાન એમણે સંસ્કૃત અને પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનના અભ્યાસ વધાર્યો. એને પરિણામે એમનું મગજ અનેક વિચારોથી ઉભરાવા લાગ્યું. યુરોપિયન સુધારે, નીતિ રીતિ, તથા ઈશ્ચર મોક્ષ ઇત્યાદિકના વિવિધ તર્ક એમની નજર આગળ રમી રહ્યા અને નિશ્ચય થયો કે માણસના જીવિતનું આગળ અવયાસ, મુખ્ય અને છેવટનું કર્તવ્ય એજ છે કે આ તમામ વાતા વિષે - નિર્ણય કરે, નહિ તે તેની જીંદગીના વખત કેવળ નિરર્થક જવાનો. મણિલાલ જણાવે છે કે “હું કોલેજમાં રહ્યો તે દરમિયાન કેવલ નાસ્તિક બની ગયે હાઈશ એમ કેાઈ અનુમાન કરે તો ખોટું નથી. પણ વિશેષ વાંચન થયા પછી મનમાં ગરબડ ઉઠવા લાગી અને ધર્મ નીતિ તથા સુધારાનાં તત્ત્વ વિષેનો નિર્ણય કર્યા વિના મારી જિદગી સુખમાં કે નિશ્ચિત માર્ગે જવાની નથી એમ મને દઢ આગ્રહ થયે.” - અને આને પરિણામે, માત્ર વાંચવા ખાતર નહિ, વિદ્વત્તા પ્રાપ્ત કરવા ખાતર નહિ, પણ એ કરતાં વધારે મહત્ત્વના ઉદ્દેશથી—જિંદગીને ‘rational’ કરવા માટે—એટલે કે જિંદગીના Gandhi Heritage Portal