પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 દીન, ૨૩૭ હાય તેમજ દાન લેવું એમ કહેલું છે. શ્રીમદુલ્લભાચાયના ગ્રંથમાં પણ કાલપુરના દાનની વાત છે તે આવાજ તાત્પર્યની બાધક છે. | જીવમાત્રપતિ પ્રેમભાવ રાખી અન્નદાન કરવું એના જેવું પુણ્ય એકે નથી; પણ તે કરતાંએ ઉત્તમ તે વિદ્યાદાન છે. કોઈપણ જીવને પિતાના ઉદ્ધારનો માર્ગ જડે એવું તેને દાન કરવું એ સમાન બીજુ પુણ્ય છેજ નહિ. એટલાજમાટે શાસ્ત્રમાં વારંવાર ભાગવત, ગીતાદિ પુસ્તકોનું દાન મુખ્ય ગણેલું છે. આપણાં શાસ્ત્રાએ જે આવી મૃત્મબુદ્ધિથી પુસ્તકદાનનો મહિમા વર્ણવ્યો છે તેને આજકાલ આપણે ભુલી ગયા છીએ અને નવા માર્ગોમાં લાખ રૂપીયા બગાડી, દાન કર્યું એમ ઠગાઈએ છીએ. પુરતાનું દાન કરવું એ શાઅસંમત છે, ને તે દાન કાઈ જનાઈવાળાનેજ કરવું એમપણ નથી; જે યોગ્ય હોય, સમજવાને શકિતવાન હાય તેને કરવું એમ પણ શાસ્ત્રજ આપણને આજ્ઞા કરે છે. ત્યારે ધર્માદાને નામે લાખે રૂપીઆ વાવરી નાખતા અમારા શેઠ સાહુકારેને અમે એટલું જ વિનવીએ છીએ કે તેમણે પ્રતિવર્ષ પોતાની ઉપજને કાઈક ભાગ-એક શતાંશ પણ—પુરસ્વકદાન માટે કાઢવા, અને પુરતૐ લઈ યોગ્ય માણસેને અર્પવાં. પુસ્તક લેવામાં પણ લખેલાં કે છાપેલાં, સંરકત કે પ્રાકૃત, અંગરેજી કે ગુજરાતી એ કશા નિયમ રાખવાની જરૂર નથી, વિદ્યા છે તે બધે એકની એકજ છે, બધાં સરસ્વતીનાંજ રૂપાંતર છે, માટે તે સરસ્વતીરૂપ ગ્રંથનું કેાઈ પણ યોગ્ય સ્ત્રીપુષ્પ ગમે તેને દાન આપવું. આમ થવાથી દાન કરનાર જે ઉત્તમૈત્તમ દાન, વિદ્યાદાન, તેનું મહા પુણ્ય પામશે, એટલું જ નથી, પણ વદ્યાર્થીઓને ભણવામાં સરળતા થશે, વિદ્વાનોની પરીક્ષા થશે, લખનારાઓને ઉત્સાહ વધશે, અને ગરીબ, પણ ઉત્સુકવિદ્યાભિલાષીઓને ગ્રંથની પ્રાપ્તિ થશે, કોઇપણ કાલે અને કોઈપણ સ્થલે વિદ્યાની વૃદ્ધિ લક્ષ્મીની સહાય વિના થઈ નથી. જ્યાં સુધી વિદ્વાનોને પેટની પીડા મટતી નથી ત્યાં સુધી તેઓ સરસ્વતીને પૂરેપૂરી ઉપાસી શકતા નથી, ને જ્યાં સુધી તે પૂરી ઉપાસાય નહિ ત્યાં સુધી તે ખરી ફલતી પણ નથી. ચારે વેદનાં મહાભાષ્ય રચનાર તથા તેવાજ બીજા અનેક ગૃઢ ગ્રંથા ગૂંથનાર સાયણાચાર્યને બુક્રરાયને આશ્રય હતા; ભાકર, વરાહમિહિર, કાલિદાસ, ભવભૂતિ, હર્ષ ઈત્યાદિ અનેક પંડિતો તથા શેધકોને રાયાશ્રયથીજ સરસ્વતીપ્રસાદ મળ્યો છે. વર્તમાનસમયમાં પ્રખ્યાત સામળને પણ સીહુજના રખીદાસને આશ્રય હતા. ને એજ “રખીઅળ રૂડો રાજવી ” સામળે વખાણ્યો છે. યુરેપ અમેરિકામાં પણ એનું એજ થયું છે ને થાય છે. ત્યારે શ્રીમાન લકનો ધર્મ છે કે તેમણે પિતાની કમાણીના જે ભાગ તેઓ હાલ ધર્માદામાં ખચે છે તેમાંથી કેટલીક રકમ વિદ્યાદાન અર્થાત સારા ગ્રંથા ખરીદી તેનું દાન કરવામાં પણ વાપરવી. એથી જે પુણ્ય છે તેની બરાબર કોઈ પણ પુણ્ય નથી. આજકાલ માનની ખાતર કે નામની ખાતર કે ખુશામદની ખાતર ગ્રંથાર્પણ કરવા કરાવવાનો રીવાજ ચાલે છે તેને અમે ખરૂં’ વિદ્યાદાન ગણતા નથી, એ તો એક સ્વાર્થ જ છે; એમાં ધર્મ કે પુણ્ય કોઈ નથી. ગુપ્તદાન તેજ ખરૂં દાન છે; નિરભિમાનથી વિદ્યાદાન કરવું એજ વાસ્તવિક છે. વિદ્વાનો તે બાલી લખીને બાધ વિસ્તારે છે એ તેમના તરફથી તે વિદ્યાદાન થાય છે, અને તેમ થવાથી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ત્રણેને કરવાના બ્રહ્મયજ્ઞનો એક ભાગ વિદ્યાનોતો કરેજ છે, ને શ્રદ્ધત્રણથી છૂટે છે. પણ જેઓ, ધનવાન હા! આવુ વિદ્યાદાન and.hu Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 31/50