પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૨૩૮ સુદર્શન ગદ્યાવલિ, કરતા કે કરી શકતા નથી તેઓ તે બ્રહ્મયજ્ઞ ન કરવાથી પાતકી થાય છે કે બ્રહ્મઋણથી છટતા નથી. માટે જ તેમણે ઇતર વિદ્વાનોના લેખને ખરીદી તેનું દાન કરવું, તથા તેવા વિદ્વાનોને બીજી રીતે પણ દાનાદિથી સંતોષવા એજ તેમને બ્રહ્મયજ્ઞમાં રાખી બ્રહ્મઋણથી છેડવી’ પરમપુણ્ય અપાવનારૂં” છે. મે ૧૮૮૯ પ્રમ (૩૭] - બ્રહ્મ, ચૈતન્ય, ઈશ્વર, ઈત્યાદિ નામને સ્થાને “ પ્રેમ ' એ નામ પ્રાજવાના પ્રચાર કેટલાક સમયથી, આ માસિકમાં તેમ અન્યત્ર, પડેલે છે; “ અભેદ' એ શબ્દના પર્યાયરૂપે વારંવાર પ્રેમ ' શબ્દને વાપર્યો છે. આમ કરવાનું કારણ આવ્યું છે. કેવલ ચૈતન્યમય બ્રહ્મ, માયારહિત નિત્યશુદ્ધ એકાકાર ઈશ્વર, કોઈ પણ ભેદ વિનાનું ઐકય, એ સર્વ પ્રકારે જ્યારે તત્વનિશ્રય થાય છે ત્યારે તે નિશ્ચય, એટલે વિચારને, અનુસારે જે નીતિ અથવા આચાર સિદ્ધ થઈ આવે છે તેમાં વિરાગ, ત્યાગ, નિવૃત્તિ, શુષ્કતા, એનું પ્રાધાન્ય જણાય છે. બુદ્ધિવિલાસેની વાફચના અને ઉદાસીન નિવૃત્તિની નીતિ એવું જ્ઞાન અને વેદાન્તનું ફલ નીપજે છે. અને જે કૃપણતા, પામરતા, ભય, શંકા, ઈત્યાદિમાંથી અત્યંત નિર્મુક્ત થવાને અર્થે વેદાન્તશ્રવણને આશ્રય કરેલ તે અર્થ સિદ્ધ ન થતાં તેનાં તેજ કુપણુતા આદિક નિવૃત્તિ, ત્યાગ ઇત્યાદિ નામાન્તરથી વધારે દૃઢ થઈ રહે છે. કુપણુતા, પામરતા, ભય, શંકા દયાદિને અભાવે ઉદારતા, ભવ્યતા, નિર્ભયતા, નિઃશંકતા અર્થત સ્વાતંત્ર્ય, બલ, વીર્ય, પરાક્રમ ઇત્યાદિના ઉદ્ભવ થવા જોઇએ તે ન થતાં, વેદાન્તશ્રવણથી મનુષ્ય વધારે સંકુચિત અને ભયશંકામાં ગુંચવાઈ કર્ત. વ્યભ્રષ્ટ થાય એ કોઈ પણ વિચારવાનને યોગ્ય લાગશે નહિ. સંસારમાં દુ:ખ, કલેશ, કલહ આદિનાજ વિસ્તાર છે એતો સર્વને સુવિદિત છે, તેને નિવૉહ હસીને કે રડીને પણ કરવાનો જ છે. નાની અજ્ઞાનીને ફેર એટલે છે કે જ્ઞાની સુખ દુ:ખ સર્વને પોતાનાં હદયનાં જ્ઞાનચક્ષથી જોઈ સર્વત્ર અનુભવ લે છે અને આત્મવિસ્તાર તથા આતમવિકાસની વૃદ્ધિ અનુભવે છે, અજ્ઞાની પ્રલા૫, ઉદાસીનતા, ત્યાગ, ઈત્યાદિનો આશ્રય કરે છે. આ પ્રકારે, અમુક તસ્વનિશ્ચય સ્વીકાયો પછી જે આચાર ઉદભવે છે ત્યાંજ તે તત્વનિશ્ચયની કીમત અને કોટી થઈ શકે છે: અને વેદાન્ત અથવા જ્ઞાનમાર્ગથી સિદ્ધ કરવાનો જે આચાર છે તે શુષ્કતા, ઉદાસીનતા, નિવૃત્તિ, ત્યાગ એવો નથી પણ અતુલ ભવ્યતા, સ્વાતંત્ર્ય, બલ, પરાક્રમ અને છતાં નિલે પતા એ છે. આચારપર વેદાન્તસિદ્ધાન્તથી જે આવું સિદ્ધ કરવાનું છે તે ઉપર લક્ષ રાખીને વેદાન્તપ્રતિપાદ્ય બ્રહ્મને વારંવાર પ્રેમ એ શબ્દથી કહેવામાં આવ્યું છે. પ્રેમનું સ્વરૂપ બહુ બહુ સુદ્ધમતાથી વિલકતાં પણ તેનો સાર અતુલ * શ્રદ્ધા '. એટલેજ નીકળશે. સામાન્ય પ્રાકૃત પ્રેમમાં પણ ગુણ, સમૃદ્ધિ, રૂપ, ઈત્યાદિ કીયા કારણથી પ્રેમ પ્રવર્તે છે તે કહી શકાતું નથી કાઈક અથૉત ન કહી શકાય તેવા અવશ્ય પણ આંતર ( બાહ્ય નહિ ) એવા હેતુથી બે વ્યક્તિને પ્રેમ આકર્ષે છે ને જોડે છે; વ્યતિપતિ gફ્રાર્થનાસ્તા; fપ દેતુ. એમ કવિવર શ્રીભવભૂતીએ પણ ગાયું છે. પ્રાકૃત પ્રેમની anahitleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 38/50