પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પ્રેમ. ઉત્પત્તિ અવશ્ય કહેવામાં તત્ત્વ એટલું જ છે કે તે બુદ્ધિ અને બુદ્ધિના તર્કોને વિદિત નથી, હૃદયની ન સમજી શકાય તેવી ગતિને એ મહીમા છે. જ્યાં પ્રેમસંબંધ થાય છે ત્યાં દષ્ટિજ બદલાઈ જાય છે, બુદ્ધિને પણ કઈક નવાં ચશ્માં ચઢે છે અને પ્રતિપક્ષને જે દેવરૂપ જણાય છે, ઉદાસીનને મધ્યરથરૂપે ભાસે છે તેની તે સ્થિતિ પ્રેમ દૃષ્ટિને ગુણ રૂપેજ અનુભવાય છે. પ્રેમનું સ્વરૂપજ એ છે કે જેવું કપાય તેવું જ દેખાય છે અને અનુભવાય છે. પ્રાપ્ત પ્રેમના આવા ધર્મમાંથી અપ્રાકૃત દિવ્ય પ્રેમનું સ્વરૂપ પણ આપણે સમજી શકીએ. “ કલ્પાય તેવું અનુભવાય ” એટલે અતુલ હૃદયરસ અથવા અતુલ શ્રદ્ધાને ખલે, જે નિશ્ચય થયો છે તે બુદ્ધિમાત્રમાં ન રહેતાં પ્રત્યક્ષ અનુભવમાં પણ આવી જાય છે. નિશ્ચય અને નિશ્ચય ઉપરની એવી અતુલ શ્રદ્ધા કે તે નિશ્ચય આંતર સર્વત્ર પ્રત્યક્ષ અનુભવાયએ પ્રેમનું તાત્વિક સ્વરૂપ સમજાય છે. અર્થાત જ્યારે નિશ્ચય એટલે બુદ્ધિ, માત્ર વિચાર અને વચનમાંજ સમાપ્ત થાય છે, ત્યારે પ્રેમ પતાના નિશ્રયને કર્તવ્યમાં ઉતારી આચારમાં અપક્ષ કરી શકે છે. એટલા માટેજ બ્રહ્મ ઇત્યાદિ બુદ્ધિગમ્ય નામથી અભેદભાવનાને સમજાવવાને સ્થાને પ્રેમ, રસ ઇત્યાદિ હૃદયગમ્ય અપરોક્ષાનુભવસૂચક નામે અભેદભાવનાને કહેવામાં આવે છે. - આચાર અને વિચારની એકતા તેજ અપક્ષ છે. મન, વાણી અને કર્મ ત્રણેનું ઐકય તેજ મહાત્માનું મહાતમ્ય છે. એ શાથી આવે છે ? વિચાર અથવા નિશ્ચય ઉપર જે અતુલ શ્રદ્ધા થાય છે તેમાંથી તે વિચારનું આચારમાં અપરોક્ષ થાય છે અને મન, વાણી તથા કર્મની એકતા કૃલિત થાય છે. મહાત્માઓના માહાસ્યનું તત્વ શ્રદ્ધા છે. મહાત્માઓ એટલે જ્ઞાનવીર એકલાજ નહિ પણ દાનવીર, કાર્યવીર એવા જે જે ઐકય અને કર્તવ્યના ઉપાસક ભાગ્યશાલી જ જગતને પાવન કરે છે તે સર્વનું માહામ્ય વિચાર આચારની એકાતામાંથીજ ઉદ્ભવે છે. અને એ એકાતાનું તત્વ પ્રેમ છે. એટલે પ્રેમનેજ ઈશ્વર કહેવામાં જે ભાવનાને માપણે છેવટના સાધ્યરૂપે અથૉત પરમપુરૂષાર્થરૂપે માનતા હોઈએ તેને આચારમાં લાવવા પર્યંતની જે શ્રદ્ધા સ્વાપણુ અને કર્તવ્ય કરાવી શકે છે તેને ઈશ્વરરૂપે પૂજવાનો આશય રહેલ છે. આમજ વિચાર આચારનું ઐક્ય થાય છે, ને તે વિનાનું વિચારમાત્રનું જ્ઞાન કે વાણીમાત્રનો વેદાન્ત નિષ્ફળ અને નિરુાગી છે એ દશૉવવા વેદાન્તપ્રતિપાદ્ય બ્રહ્મનું પ્રેમ ” એ નામ સાર્થક છે. એમ કહેવામાં આવે છે કે જે પ્રેમ આપણને આપણાપતા ઉપર છે તે સર્વત્ર અનુભવ અને એ પ્રકારે અભેદની નીતિ હાથ કરવી. આવા તર્કને આધારે બ્રહ્મને પ્રેમશબ્દ કરીને કહેવું વારતવિક છે. એમ કેટલાક કહે છે. આમ પણ આપણે કહી ગયા તેની તેજ વાત પ્રકારાન્તારે કહેવાય છે. આપણા ઉપર જેવો પ્રેમ છે અર્થાત આપણે આપણું શ્રેય જેને માનીએ તેને તુરત આચારમાં આણવા સુધીનો આપણને જે આપણા ઉપર પ્રેમ છે, તે સર્વનું જેમાં શ્રેય છે તેને પણ આચારકેટિમાં આણવાને પ્રેમ હો - ઇએ. “ આપણુ’ અને ‘ સવ’–‘હું’ અને ‘તું '-આ’ અને ‘તે’-એ ભેદની વચમાં જે દુતા, વિરોધ છે તેને સમીપતા, સમાનતા અને એકતામાં મેળવી લેવો એ અર્થે “ આપણુ’ અને ‘ સર્વ’ ની વચમાં આચારના ધારણુરૂપે પ્રેમને મૂકવામાં આવ્યા છે. નહિ કે હું અને તુના ભેદ નિર્મલ થઈ શકે તેવો છે; માત્ર એટલુંજ સંભવિત છે કે હું તુ" અર્થાત્ કતો અને કમને, દ્રષ્ટા અને દસ્યના જે ભેદ છે તે વિચારથી નિર્મલ થઈ શકે છે. વસ્તુગતિમાં એવા ભેદ નથી છતાં સમજાય છે. તે વિચારે કરીને યથાર્થ કરી શકાય છે. જે Gandhi Her tage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 39/50