પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પાપ, २४१. ભવની વિવિધ ક૯પનાઓ ઉપર વિવિધ દૂષણો પણ આપેલાં છે. તટસ્થ ઈશ્વરકૃત આ જગત છે એમ માનનારા પાપની ઉત્પત્તિ ઇશ્વરકૃત માને તો ત્યાં વિષમતા અને નિર્ધતાના દેવ આવે છે, તેને ખુલાસે ધર્મ અધર્મ અથવા શુભ અશુભ કર્મને વચમાં આણી ઈશ્વરને માત્ર કર્મફલદાતા કહી કરવામાં આવે તો તેમાં પણ અન્યાશ્રય દેષ આપેલ છે. આપણા ધર્મમાં એક પક્ષે પાપને સંભવે ધમ અથવા કર્મ અને ઈશ્વરથી આમ માનવામાં આવ્યો છે. શ્રદ્ધાદિકાએ કહ્યું અને તૃષ્ણામાંથી પાપને સમુદભવ માન્ય છે. ઇતર ધર્મોમાં મુસલમાન, ક્રિશ્ચીઅન, જરથુરત આદિએ સારુ. અને ખાટું એવું પરસ્પર વિરુદ્ધ એકÄÁજ સ્વીકાર્યું છે. ઈશ્વર અને શેતાન, અહમઝદુ અને અહીમાન, એમ શુભ અને અશુભ, દેવ અને દાનવ, એવું દૂદ્ધ સ્વીકારી પાપ માત્ર શેતાન અથવા અહીમાનનાં પ્રેરેલાં છે એમ સમજાવેલું છે. પરિપૂર્ણ વિશુદ્ધિમાં વસતાં આદમ અને ઈવને પણ શેતાનેજ સપંરૂપ ધરી જ્ઞાનના વૃક્ષનું ફલ ખાવાની વાસના ઉપજાવી પાપને માર્ગ બતાવ્યા: એ સમયે જે પાપ ઈવે કર્યું તે આદમ અને ઇવની તે પાપથી પેદા થયેલી પ્રજા જે સમગ્ર મનુષ્યજાતિ તેને વળગી રહેલું છે ને તેથી જગતમાં પાપ થયાં જાય છે. આવી અનેક કપલ ક૯૫નાઓ પણ પાપનો સમુદ્ભવ સમજાવવા થયેલી છે. - ત્યારે અર્જુને શ્રીકૃષ્ણને યોગ્ય જ પૂછયું છે કે ઇચ્છા ન છતાં પણ મનુષ્ય જેમ બલાત્યારે દોરાતા હોય તેમ પાપમાં દેરાઈ જાય છે એનું કારણ શું ? અને કૃષ્ણ ઉત્તર પણ યોગ્ય આપ્યું છે કે: कामएपक्रोधएष रजोगुणसमुद्भवः રજો ગુણથી ઉત્પન્ન થનાર જે કામ અને ક્રોધ તેજ પાપનો હેતુ છે, તેજ અનર્થ અને કુકમ કરાવી તેના ફલરૂપ અનેક દુ:ખની પરંપરામાં મનુષ્યને અટવાવે છે. વાસ્તવિક રીતે જોતાં એમજ જણાય છે કે કામ એજ પાપમાત્રનું અને તેનાં લનું મૂલ છે. અને દૈતવાદીઓ અજ્ઞાનને પ્રપંચનું મૂલ કહે છે ને પાપ પુણ્યાદિ કંદમાત્રને તે પ્રપંચમાં સમાસ કરે છે. એટલે તેમને મતે પાપનું મૂલ અજ્ઞાન છે એમ કહેવામાં બાધ નથી. અને જ્ઞાન અથવા પ્રકાશ તે સત્ત્વગુણનું કાર્ય છે એ વાત લક્ષમાં રાખતાં જ્ઞાન અને પ્રકાશથી વિમુખ રાખનાર રજસ અને તમસ તેનું કાર્ય જ પાપ હેવું જોઈએ એમ સમજી શકાય છે, જે કામને શ્રી પરમાત્માએ પાપનું નિદાન કહ્યા છે તે અજ્ઞાનનું જ પરિણામ છે એમાં સંશય નથી, કારણકે જેનું જ્ઞાન જેટલું ચૂન જેટલું ઉતળું, એટલે તેની આશા અને તૃષ્ણાનો વધારે વિસ્તાર અને પાપ થવાને તેને હાથે તેટલે વધારે સંભવ. જ્યાં પ્રકાશ છે ત્યાં અંધકાર સંભવતાજ નથી. પ્રકાશ ન હોય ત્યાંજ અંધકાર અને અંધકારની સાથે જોડાયેલાં પિશાચમાત્રનો ખેલ દીઠામાં આવે છે. પ્રકાશમાં સર્વદા નિર્ભયતા, નિઃશંકતા, વિશાલતા રહેલી છે; અપ્રકાશમાંજ ભય, શંકા, સંકોચ વસે છે. અને એક ઉદરનિર્વાહ કેમ થશે એ ભયથી તે દેહપાતપર્યત મરણ સુધીના ભયમાંથી અને તે તે પ્રસંગે થતી શંકા અને સંકાચની વૃત્તિઓથીજ કામનો ઉદ્દભવ થાય છે ને તે કામ અનેક અગ્ય, માર્ગે જતુને ઉતારી દે છે. કામ એટલે જેને મનસિજ કહીએ છીએ તે અને તેનાં કાર્ય એટલેજ અર્થ નથી, કામક્રોધાદિ ઘઉર્મિ ગણવામાં આવે છે ત્યાં પણ તેટલેજ અર્થ નથી; કામ એટલે કામના, ઈચ્છા, તૃષ્ણા, આશા, એ અર્થે લક્ષમાં રાખતાં સહુજ સમજાશે કે anainnfleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 41750