પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૨૪ર સુદર્શન ગઘાવલિ, ભય શંકા અને સંકેચ વિના બીજા કોઈ કારણથી કામનો સંભવ નથી અને અજ્ઞાન વિના ભય શંકા સંકેચાદિનો અવકાશ નથી. ભય શંકા અને સંકોચ તેને એક શબ્દ નિર્દેશ કરીએ તો તેને કૃપણુતા એવું નામ શાસ્ત્રમાં આપેલું છે તે આપી શકાય. કૃપતા એટલે પૈસા ન વાપરવારૂપ કૃપણુતા નહિ પણ ન વાપરવા દેવાની વૃત્તિ ઉપજાવનારૂ જે હૃદયનું સાંકડાપણું, સ્વાર્થબુદ્ધિએ પ્રેરેલાં ભય અને શંકા, તે પણતા એમ સમજવું. અને આ વિશાલ વિશ્વમાં અણુ એ અણુ પાત પિતાને યથાયોગ્ય સ્થાને ગોઠવાઈ રહી પોત પોતાનું આનંદમય કર્તવ્ય નેત્રસ્પંદનની પૈઠે કે શ્વાસગતિની પૈઠ સાહજિક રીતેજ કર્યો જાય છે ત્યાં કોઈ એક જંતુ મારૂં અને મારાનું શું થશે એવું ભય પામે, વસ્તુગતિ ઉપર વિશ્વાસ ન લાવી અશ્રદ્ધા અને શંકામાં દલિત થાય, એ બધું જ્ઞાનના અભાવરૂપ જે અજ્ઞાન, વસ્તુગતિને યથાર્થ ન અનુભવવારૂપ અજ્ઞાન, અને તે અજ્ઞાનજન્ય જે કૃપણુતા તેનું જ પરિણામ છે એમ કહેવામાં બાધ નથી. જે અજ્ઞાની છે, અવિચારી છે તેજ કૃપણ છે ને તેજ પાપી છે. બધા વિચારને જ પ્રશ્ન છે, પાપ કે પુણ્ય એવા કોઈ પદાર્થ વિશ્વરચનામાં સ્વતઃ કે કોઈ તટસ્થ ઈશ્વરથી કે તેના પ્રતિપક્ષી શેતાન કે અહીમાનથી. ઘડાયેલો નથી. ઘણોક ભાગ તે જનસમાજે પોતાના સમાજની વ્યવસ્થાને અથે જ પાપ પુણ્યરૂપે ઘડી કાઢેલે છે, પરંતુ તેને બાદ કરતાં એ જે સર્વમાન્ય, સર્વ સાધારણ એવાં પાપ પુણ્યનાં ધારણ કરેલાં છે તે પણ અજ્ઞાનજન્ય એટલે વિચારના અભાવથી ઉત્પન્ન થયેલાં છે. વિચાર એટલે આ લેખ વાચતાં મનમાં વિચાર ચાલે અથવા વ્યવહારનાં કાર્યમાત્ર જે વિચાર વિના થઈ શકતાં નથી તે વિચાર એમ ન સમજવું; વિચાર એટલે જીવ, ઈશ્વર, વિશ્વ એ ત્રણનાં સ્વરૂપ અને સંબંધને વિચાર જેને જ્ઞાન કહીએ છીએ તે વિચાર એમ જાણવું. ‘વિચાર ” ને એજ અર્થ શાસ્ત્રરૂઢ છે, અપરોક્ષાનુભૂતિમાં શ્રી શંકરભવાને તેજ અર્થ લંબાણથી કહે છે. જ્ઞાન અને વિચારથી કામ એટલે તૃષ્ણાને વિચછેદ થતાં પાપને સંભવ ન રહે એમ લાગે છે, પરંતુ કોઈ એમ ધારી લે કે આશામાત્રનો ત્યાગ કરી ત્યાગ કે સંન્યાસથીજ પાપરહિત થઈ શકાય છે તે ખરૂં નથી. કારણકે કામમાત્રના મૂલરૂપ જે કૃપતા તેને સમૂલ ઉચ્છેદ થયા વિના જ્ઞાન સિદ્ધ થતું નથી અને કેવલ ત્યાગ કે સન્યાસથી કૃપણુતાના સહેજે ઉછેદ થતો નથી. વસ્તુગતિજ જ્ઞાનમય છે, જંતુમાત્રને જ્ઞાનમાંજ સ્થાપેલાં છે. પદે પદે તેને ઉન્નતિ ઉલ્લાસ અને વિકાસ આપેલાં છે, પરંતુ કૃપતા એવી રીતે તેને વળગેલી રહે છે કે એ વસ્તુગતિ તેને જેવા દેતી નથી; એટલે જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય તે કરતાં મુખ્ય વાત તે અજ્ઞાન અથવા કૃપણુતાનો વિનાશ કરવા એજ છે. સ તથાપિ પ્રશ્ન રહે છે કે જ્ઞાન અને અજ્ઞાન એ કં પણ છેવટ સ્વીકારવું પડયું એટ. લુંજ નહિ પણ ઈશ્વરકૃત પાપ-પુણ્ય કે કર્મ જન્ય પાપ પુણુ અથવા ઇશ્વર અને સંતાન એનાં નીપજાવેલાં પુણ્ય અને પાપ એ કરતાં પણ વધારે વિષમ એવું જ્ઞાન અને અજ્ઞાનનું પરસ્પર વિરોધી ઠં% સ્વીકારવું પડ્યું. જ્ઞાન સાથે અજ્ઞાન કેમ રહી જ શકે ? આ શંકા પણ વિચારની ન્યુનતાથી સંભવે છે. જ્ઞાન એજ વસ્તુગતિ છે, એકલું જ્ઞાન એજ વસ્તુ ગતિ તો તે અવાચ્યજ હોવી જોઈએ, કારણકે વસ્તુગતિ વિષે વાત કરવી, એટલે તે એક છે એમ કહેવાનું રહ્યું નહિ તેના વિષે બોલવા માંડયું ત્યાંથીજ બે થયા ત્યારે જ્યાં સુધી વાણીએ and hitlerltage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 42/50