પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદશ નગદ્યાવલિ, કાંઈ એ ધર્મવાળા માનતા નથી, આ એકજ દેહ ધયો પછી મરી જઈશું એટલે અનંત ક૫સુધી નરક કે સ્વર્ગમાં પડવાનું છે કેમકે જ્યારે કયામતનો દિવસ આવશે ત્યારે જીસસ ક્રાઈસ્ટ જેની સારી ભલામણ કરશે તેને ઈશ્વર સ્વર્ગ માં રાખશે, ને બીજાને નરકને હવાલે કરશે. ઈશ્વરનો પ્રસાદ પામવા માટે જીસસક્રાઈસ્ટની ભક્તિ કરવી આ પ્રમાણે આવશ્યક છે. માણસ જે અનેક પેઢી દર પેઢીથી પાપીજ છે તે પવિત્ર પ્રભુ આગળ જઈ શકે નહિ; તેના પાપથી તેને છોડાવવા જીસસ પોતાનો જીવ અપર્ણ કરી પર પ્રિમ દર્શાવ્યા છે ને ઈશ્વરને માણુ તરફ દયા કરવા વિનવ્યા છે માટે તેનીજ ભક્તિ કરવી કે જેથી ઈશ્વરની માફ મળતાં ઇશ્વર પાસે જવા યોગ્ય થવાય. - આવી રીતે ક્રાઈસ્ટને માન. એજ આખા વિશ્વના તારનાર છે. જે જે ધમવાળા આવા કોઈ તારનારને વચમાં રાખતા નથી તે બધા નરકના અધિકારી છે એમ પાદરીઓ બતાવે છે. તેઓ કહે છે કે ખરે તારનાર સસક્રાઈસ્ટ વિના બીજું કઈ નથી; કેમકે ઝરથાસ્ત બુદ્ધ, રામ, કૃષ્ણ, મહંમદ ઇત્યાદિ જે જે થઈ ગયા છે તેમણે કોઈ પણ પ્રકારનું પ્રાણાપણુરૂપ પ્રેમદર્શન કરાવ્યું નથી, કરાવ્યું હોય તો પણ તેમનું જીવિત ક્રાઈસ્ટના જીવિત જેવું સાંગોપાંગ નિષ્કલંક નથી, માટે તેવા કોઈ પણ તારનાર થવા યોગ્ય નથી. અરે ભાઈ, મૂલ નાસ્તિ ક શાખા ? આ બધી ભાંજગડ શામાટે કરે છે ? એથી બીજી, બીજીથી, ત્રીજી, ત્રીજીથી ચોથી, એમ કેટલીક ભુલોમાં પડશે ? શ્રષ્ટિથી જુદો કર્તા માનો એ પેહેલી ભુલ, તેણે આદમ બનાવી તેને જ્ઞાનરૂપ ફલ ચાખવાની મના કરી એ બીજી ભૂલ. તે ફળ તેણે ચાખ્યું માટે તેને ને તેનાં અનંત પેઢીલગીનાને દુ:ખ દેવું એ ત્રીજી ભૂલ. એ દુ:ખથી છૂટવાનું જ નથી ને તે છુટકારો થાય તે માટે ક્રાઇસ્ટને જન્મ અને દેહત્યાગ એ ચેાથી ભુલ. આ એકજ જન્મનાં કર્મને લઈ માત્ર ક્રાઈસ્ટની વકીલાતથીજ અનન્ત સ્વર્ગ નરકનો ફેસલે થવાનો સંભવ એ પાંચમી ભુલ. ને એ ઉપર હવે ક્રાઈસ્ટ તારનાર ને બીજા નહિ એવી તકરાર એ છડી ભૂલ. ક્રીશ્રીઅન ધર્મવાળા જે પિતાના ધર્મનુંજ રહસ્ય સમજતા હોત તો અમારે આટલી ભુલ ગણાવવી ના પડત. કોઈ અમને પૂછશે કે તમે ક્રિશ્રીઅોને પણ સમજાવનારા કોણ ? તે તેનું ઉત્તર એટલું જ છે કે અમે પ્રથમ તે યાહુદી કેબાલા, જેના સ્થલ અક્ષર માત્રને વલગીને હાલનું બાઇબલ રચાયું છે; પછી અમે આસીરીઅન લેખે કે જેને આધારે કેલાની પણ કેટલીક રચના થઈ છે, તે પછી અમે ખાડીઅન નજુમીઓ કે જેમણે આસીરીઅન ધમને પણ રૂપ આપ્યું છે; ને છેવટ અમે આર્યાવતના બ્રાહ્મણ કે જેનામાંથી ખાલડીઆનું જ્ઞાન પણ ઉદ્ભવ્યું છે. ત્યારે તે હવે હાલના પાદરીઓની ભુલ માર્ક કરવા જેવી છે, કેમકે જેટલી આવૃત્તિ તેટલી ભુલ, એક આવૃત્તિએ એક ભૂલ તે માફ છે ! ત્યારે આર્યધર્મમાં ક્રાઈસ્ટને ઘટાવે જોઈએ ! અમે વાંચ્યું છે, સાંભળ્યું છે તે પ્રમાણે બેસાડીએ. બ્રહ્મ ને તેમાંથી વાદ્વારા શબ્દબ્રહ્મ, પછી પ્રકૃતિ, ચિત , ઇયાદિઠારા સગ. શબ્દબ્રહ્મ તેજ મહત—ક્રાઈસ્ટ, જેને યાહુદી કેબાલામાં લાગેસ કહે છે. લગેસના અર્થ પણ શબ્દ, વાચ . હવે સાંખ્ય મતને જરા યાદ કરે. મહતથીજ અહંકાર થાય છે ને તેમાંથીજ અંતે મન થાય છે. એ મન એજ દુ:ખનું નિદાન છે, ને તેને જ્યારે મારી નંખાય, ક્રાઈઅને જયારે ફાંસીએ ચઢાવાય, ત્યારેજ માક્ષ, અર્થાત બ્રહ્મભાવ થાય, આર્યો ! હવે જોઈ anani Herii Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 46/50