પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પ્રાર્થના, શકે છે કે ક્રાઈસ્ટજ ખરે તારનાર છે, ખરેખર એ જ આપણું સવને તારનાર છે, એમ છે. મરવામાંજ આપણું જીવિત છે; આપણે મેક્ષ છે. જે રામકૃષ્ણાદિનેજ તારનાર ગણુવા હોય તે તો જેવા તે નકામા છે તેવા ક્રાઈસ્ટ પણ નકામા છે. જે મહદાદિદ્વારા વાર્ વિસ્તાજને કાઈસ્ટ ગણવો હોય તે તે અને તેને બદલે જે શબ્દ વાપરે તે ( રામ, કૃષ્ણ, કે , ય, થા, ૩ ) સર્વે તારનાર છે. તારનાર વિષેના હાલમાં ચાલી રહેલ ઝઘડાનો આ નિષ્કર્ષ છે. मन एव मनुष्याणां कारणं बंधमोक्षयोः बंधाय विषयासक्तं मुक्त्यैनिर्विषयं स्मृतम् ॥ જુન ૧૮૮૯. પ્રાર્થના. " ( ૪૦ ). આપણાથી અદશ્ય પણ સર્વદા આપણી દૃષ્ટિ આગળજ હોય એવા કેઇ સર્વ શક્તિમાનને, આપણે કાંઈ પણ પીડા, દુઃખ, વિટંબના, પડતાં સંભારીએ છીએ; ને તું સહાય કર’ એમ અત્યંત આદ્રભાવે બેલીએ છીએ. સાધારણ લોક આવું કરે છે સુધરેલા લાક દર અઠવાડીએ પિતાનાં પાપની માફ માગવાને મંદીરમાં જઈ સર્વશક્તિમાનને સ્તવે છે; ધાર્મિક હોય તે રોજ પોતાના ઘરમાં ઘડી ઘડી તેમ કરે છે. આનું નામ પ્રાર્થના કહેવાય છે, ને જેમ બીજી બધી વાતમાં સુધારો થયો છે તેમ ધર્મમાં પણ જે સુધારો થયો છે તેનું રૂપ છે. વગર સુધરેલા લકતો નિત્ય સ્નાનસંધ્યા પૂજામાલા વગેરે કરે છે. પણ પરમાત્માને સંતોષવા માટે કાંઈ એવા આડંબરની જરૂર નથી, એટલે સાદી પ્રાર્થનાજ બસ છે એમ માની બીજા લોક તેમને હસે છે. પ્રાર્થના એટલે શું ? એ વાત સમજતા પહેલાં પ્રાર્થના કરવાની શી જરૂર છે એ સમજવાની બહુ જરૂર છે. - આ વિશ્વની આનંદમય અને નિયમિત રચના ચાલે છે. તેના ચલવનાર એમ કરવા માટે જરા પણ ઉપકાર કે સ્તુતિની આશા રાખતા નથી, કેમકે એવી આશાથી કરેલું કામ સંસારમાં પણ નીચું ગણાય છે તે પરમાર્થમાં તો અતિ અયોગ્ય ગણાવું જ જોઈએ. તેમ આપણે પોતે એ કાર્યને ઉપકાર માની બહુ ઉત્સાહથી તેના કતની સ્તુતિ કરીએ તેથી તે કાંઈ રાજી થઈ જવાનો નથી. કે પોતાના જે સિદ્ધ નિયમો છે તેને એક અંકેડો પણ ઢીલ કરવાનું નથી. ત્યારે બંને તરફથી જોતાં કેવલ સ્તુતિરૂપી પ્રાર્થના ગાવી કે જપવી એ કાંઇ ઉપયાગની વાત લાગતી નથી. એવી સ્તુતિ સાંભળે તેવા કોઈ કર્તા આપણાથી જુદે, તટસ્થ રહી, બધું નિયમતા હોય એમ માનવાથી પ્રાર્થનાનો વિચાર પેદા થાય છે, ને તે પ્રાર્થના આપણે કહ્યું તેવી રીતે એકે રસ્તે ઉપયોગની જણાતી નથી. અને જેવી પ્રાર્થના ઉપયોગ વિ. નાની જણાય છે, તેવાં જપ તપ સ્નાન સંધ્યા પણ જણાય. પણ જ્યારે એમ જાણીએ કે પરમાત્મા તે કેવલ જ્ઞાનરૂપ છે, ને વસ્તુમાત્રમાં, જેને આપણે ખાલી જશે કહીએ છીએ તે સુદ્ધાંતમાં પણ, ભરપૂર રહેલો છે, ત્યારે તે આત્માને સમજી અનુભવવામાંજ બધાં કમી, બધી પ્રાર્થના, બધાં જપસ્નાન સંધ્યા, સર્વને સમાસ થઈ જાય છે. પણ એમ સમજ્યા પછી જે જે કામ થાય છે તેનો હેતુ સ્તુતિ કરવાનો નથી હોતા, ઉપકાર માનવાને નથી હોતા, anani Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 47450