પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019428 ૨૪૮ સુદર્શન ગદ્યાવલિ. men દુઃખ લેઈ લેવરાવાનો નથી હોતા, પણ આમા જે જ્ઞાનમય, એકરસ આનંદમય, અને નિય છે, તેવા જ્ઞાનમય, એકરસ, આનંદમય, અને નિત્ય, થવા પ્રયત્ન કરો એ હોય છે. - ત્યારે તો એવો સવાલ ઉભો થાય છે કે આત્મા બધે છે, ને તે પોતે જ્ઞાન આનંદમય છે, ત્યારે કોઈ વસ્તુ આત્મા વિનાની તો છેજ નહિ, અને તેથી કોઈ વસ્તુ જ્ઞાનને આનંદ વિ. નાની એટલે અજ્ઞાન કે દુ:ખરૂપ જણાવીજ ન જોઈએ, છતાં બધે સંસાર દુઃખને અજ્ઞાનને ભંડારજ જણાય છે એ શું? આગળ પુનર્જન્મના પાઠમાં એમ કહ્યું છે કે અંતઃકરણ એવું કાંઈક જડ અને ચેતનના સંબંધમાંથી પેદા થાય છે, ને એ અંતઃકરણના મન અને બુદ્ધિ એવા ભેદ છે. જડ એ જે કહ્યું તે ચેતન ભેગુંજ રહે છે; ચેતન વિના તેને જાણી શકાયજ નહિ ને “તે છે” એવું લાગેજ નહિ. જડ ને ચેતનના સંબંધ ધર્મ વિષેના બીજા પાઠમાં કહ્યા છે તે પ્રમાણે બધુ આમામય તો છે જ, પણ તેમાં અંતઃકરણ પેદા થાય છે. એ અંતઃકરણમાં જે મન છે તેજ ભાતભાતના પદાર્થ જુએ છે, ભોગવે છે, નવા નવા ઉપજાવે છે, ને એમ પિતાને અનુલ હોય તેમાં સુખ કે રાગ માને છે, ને પ્રતિકૂલ હોય તેમાં દુ:ખ કે દ્વેષ ધરે છે. મનને ધર્મજ કલ્પના કરવાને છે, ને જે જે વસ્તુ આપણે જોઈએ તે વસ્તુ ઉપર, આંખને રસ્તે થઈને, મન ચાટે છે, મન પોતે એ વસ્તુનું જ રૂપ ધારણ કરે છે ને એમ તે વસ્તુ આપણે જાણી એમ કહેવાય છે. એટલે વસ્તુ ખરેખરી શું છે તે કાંઈ જણાતું નથી, પણુ મન એ વસ્તુના રૂપ જેવું રૂપ લે છે તેથી આપણે તેને જાણી એમ સમજીએ છીએ. મનને આ જે કલ્પના કરવાનો સ્વભાવ તે બહુ ચંચલ છે. ક્ષણ પણ અટકી શકતો નથી, ને રાત દિવસ મન કલ્પનાઓ કર્યા જ કરે છે; અને પેતાને અનુકુલ ધાટ બાંધે છે. આ પ્ર. માણે મનનું જે વસ્તુ પદાર્થો વિચાર આદિમાં ફેલાવું તેને વૃત્તિ કહે છે. માણસને સુખ દુ:ખ, જે જે થાય છે, જ્ઞાન અજ્ઞાન સમજાય છે, એ બધો વૃત્તિનો ખેલ છે. ત્યારે વૃત્તિ અટકે તો એ જે જુદી જુદી વિરુદ્ધ વાતાનાં જોડકાં છે તે બધાં નાશ પામે, ને બધું, જેવું છે તેવું, એટલે આત્મામય એટલે જ્ઞાન આનંદ ઇત્યાદિ રૂપેજ સમજાય. એનો અનુભવ કાંઈક ભાગે આપણને ગાઢ નિદ્રામાં થાય છે, તે વખતે પણ વૃત્તિ નથીજ હતી એમ નહિ કેવલ એકજ આકારવાળી હોય છે તેથી આપણને ભૂલના આત્મસ્વરૂપને આનંદરૂપે અનુભવ થાય છે. સાધારણ વ્યવહારમાં પણ જોઈએ છીએ કે જેની વૃત્તિ છેડી ફેલાયેલી હોય છે તેને વધારે આનંદ હોય છે, જેની વૃત્તિ બહુ ફેલાયેલી હોય છે તેને બહુ કલેષ હોય છે. માટે અત્યંત વૃત્તિ અટકે તાજ ખરૂં સુખ અનુભવાય. જેમ હીરા ઉપર મેલ ચટી જવાથી પ્રકાશ વિનાનો પથ લાગે છે તેમ આત્માને વૃત્તિરૂપી મેલ ઢાંકી નાખે છે ને તેને જે જ્ઞાન આનંદઆદિ સ્વભાવ તે અનુભવાતો નથી, e જે રીતે વૃત્તિ અટકે એમ કરવું એ સર્વ ધર્મ કર્મને હેતુ હોવો જોઈએ. વૃત્તિ મનને ધર્મ છે, ને મન જે છે તે, ઘણે ભાગે, શરીરને આધીન છે. જે આહાર વિહા રથાય’ તે બધાં શરીરને ને તેમાંથી મનને અસર કરે છે. માટે શરીર શુદ્ધ રહે અને મને પણ શુદ્ધ રહે તે વૃત્તિ સ્થિર થાય, ને વૃત્તિ સ્થિર થાય, તો પછી આત્મા ઉપરજ તેને લગાડી દેવાથી આત્માને અનુભવ થઈ, કોઈ દિવસ દુઃખ જણાયજ નહિ. સ્નાનસંધ્યા જપતપ જે જે થાય તે હેતુ શરીર અને મનની શુદ્ધિ કરી વૃત્તિને સ્થિર કરવાના હોવા જોઈએ, ને તેમજ છે. વૃત્તિ સ્થિર થાય ત્યારે સંતોષ અને સમાધાન ઉદય પામે છે, ને જે પિતાને પ્રાપ્ત થયું હોય તે યોગ્ય છે. sanahisleritage PO orld 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી વિ8/50