પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૨૫૬ સુદર્શન ગઘાવલિ. પણ તેથી એ વાત ખોટી ડરતી નથી કે સૂમનો પદાર્થ સૂમમાં પૂરે પૂર અનુભવાય ને ફળ આપે. એક સ્વમજ આને માટે સંપૂર્ણ દૃષ્ટાન્ત છે. માણસના મનમાં જે ભાવના હોય તે ભાવના જેટલે અંશે સંસારમાં અનુભવાય તે અંશે તે અનુભવસુખવાળા ગણાય. ખાન પાન વિહાર આરામની જેટલે અંશે સંસારમાં જે જે આનંદ આપવાની શક્તિ છે, તે થુલગત છે, પણ તે ભાવનાથી મિશ્રિત ન હોય તો કાંઈ સુખ પેદા કરી શકતી નથી. તે સુખ છે એમ ભાવના થયા પછી તે સુખરૂપે લાગે છે, બાકી સર્વને એકની એક વસ્તુ એકરૂપે કેમ ના લાગે ? આમ ભાવનામાં જે સુખનું સ્વરૂપ હોય તેને સમીપ જવાય એટલુંજ સુખ, એટલું જ સારાપણું, સ્થૂલવ્યવહારમાં ગણાય છે. આમ છે એટલે કેવલ સ્કૂલમાં સાધી શકાય તેવાં નહિ પણ ભાવનાસિદ્ધ એવા શુદ્ધ અને ઉદાર તેમ ઉત્કૃષ્ટ ચિત્ર સર્વદા લેકની ન જર આગળ રાખવાં કે જેથી તેની સમીપ જવાના પ્રયત્નમાં તેમની વૃત્તિઓ ઉદાર, ઉચ્ચ અને શુદ્ધ થાય. સય, પ્રેમ, વર્મ, શર, પરાક્રમ, સર્વ ઉદાર ગુણે જેથી મનુષ્યનું મનુષ્યત્વ છે તે કોઈ ઉચ્ચતમ ભાવનારૂપેજ રહેલા છે; ને તે ભાવનાનો જે જે સ્કૂલમાં શુદ્ધમાં શુદ્ધ આવિર્ભાવ થયો છે તે તે સ્થૂલ આ વિશ્વમાં પોતાનાં નામ અમરત્વના પૂજ્યાસને મકી ગયાં છે. ખાન પાન ને વિહાર આહાર સુખશાન્તિથી થાય એવા વિચારને અનુલ સત્યપ્રેમાદિ આચારવાળાંને વ્યવહાર કેવા થાય છે, ને તેવાંની ભવ્ય ભાવનાથી પ્રજવલિત હદય કેવાં દીપે છે ને દીપાવે છે એ ઇતિહાસના અવલોકનારને અજાણ્યું નથી. બુદ્ધ, હરિશ્ચંદ્ર; ક્રાઈસ્ટ, યુથર, મહમદ, એ બધા સ્કૂલની શૃંખલા તેડી સૂમમાં રમવામાંથીજ અમરત્વના અમૃતથી પ્રેમમત્ત થઈ પ્રવર્યા છે. પ્રતાપી રજપૂતાનાં સ્વાપણમય ચરિત પણ એ અતુલ ઉચ્ચ ભાવનાનું ફલ છે. અહા ! એ ભાવનાઓને આ સ્થૂલમાત્રનેજ સિદ્ધ માનનારે સમય ભંગ કરવા બેઠે છે; એ ભંગ સાથેજ આપણુ ઉદારતને આપણા પ્રેમને, આપણા ધર્મને, આપણા મનુષ્યત્વનો પણ, ધ્વસ થશે. ઓગણીસમી સદીના ઝળઝળતા સમયમાં ઉચ્ચ ભાવનાવાળા મહાનુભાવ થવાને સંભવ નથી, ને હોય તો તે ભાવનામાં નિમગ્ન કોઈ એકાન્ત ભવ્ય વ્યક્તિના ગુપ્ત આનંદમાં હશે. ફેબ્રુઆરી ૧૮૮૦ જ “ સ્વહિતવાદ અને પરહિતવાદ ” ( ૪૩ ) “ પંડનું ધણામાં ઘણું સુખ જેથી થાય ” એવા ધોરણે નીતિનિયમ પ્રવર્તાવનારને વાદ “ સ્વહિતવાદ; ” અને “ જનસમૂહનું વધારેમાં વધારે સુખ ” તે ધારણે વર્તનારને વાદ તે “ પરહિતવાદ.” આ મેં વાદમાંથી કયો વાદ ઉત્તમ છે એ વાત વિચારવા યોગ્ય છે. નીતિનાં ધારણ બંધાતા પૂર્વે વિશ્વરચાનાનું સ્વરૂપ, અને તે સાથેના મનુષ્યના સંબંધ, એ બે અવશ્ય જાણુવાં જોઈએ, કારણ કે મનુષ્યોના પરસ્પર વ્યવહારના નિયમોના અંગમાં નીતિને સમાસ છે અને તે વ્યવહાર કયારે ઉત્તમ કે યોગ્ય કહેવાય એ વાતનો આધાર ઉક્તા વિવેચન ઉપર છે. વળી જનસમૂહનું ઘણું સુખ એ વાત, કે પંડનું ઘણુમાં ધણું સુખ એ વાત નક્કી સમજવામાં “ ઘણુ” શાને કહેવું તેને નિશ્ચય પણ આપણુને જીવિતના ઉદ્દેશના વિચાર કરવાની ફરજ પાડે છે. એથી આગળ વધી, પરહિતવાદ પક્ષે, વિચારીએ તો, એમા ahchi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી (6/50