પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 “ સ્વહિતવાદ !) અને પરહિતવાદ, by ૨૫ અભેદ અથવા સુખ તે નીતિનિયામક છે એમાં સંશય નથી, પણ તે સુખનો અથવા અભેદનો અર્થ કહ્યા તે છે. એ રીતે જ્યારે અર્થ ત્યારે સ્વહિતવાદ અને પરહિતવાદ એક બાજુએજ રહી ગયા. કેમકે સ્વ (પિંડ ) અને પર (બ્રહ્માંડ ) તેના વાસ્તવિક ભેદ છે નહિ, ને જે ભેદ છે તે અભેદમાં પર્યવસાન પામે તેજ સુખ છે, બાકી દુ:ખ છે. એટલે કે પિંડ પિંડનું એક પણ વતન એવું ન જોઈએ કે જેથી બ્રહ્માંડરૂપ અમેદ તરફ તે પિંડને દોરી જવામાં હાનિ થાય. બીજી રીતે કહીએતે પિંડનું વર્તનમાત્ર-શરીરચેષ્ટા સુધાંત-બ્રહ્માંડના વર્તનનેજ અનુસરે તે ઉત્તમ નીતિ. એ નીતિ જે રીતે સિદ્ધ થાય તે રીતે વ્યવહાર રચાય તોજ સુખ સંભવે નહિ તો નહિ. પહિતવાદી એમ કહેશે કે જનસમુહના સુખને અનુસરી ચાલવું એ વાત બ્રહ્માંડની સાથે અભેદ સાધવા સરખીજ છે, પણ એ બે વાતની વચમાં ઘણો તફાવત છે. પરહિતવાદ દૈતભાવ ઉપર સ્થાપેલે છે અને તેમાં અત્યંત અભેદ એવું સ્વસંવેદન તેજ સુખ એમ માની શકાતું નથી. વળી “ જનસમહ ” ને સુખ, ને તે ‘ ઘણામાં ધણાનું ઘ. ણામાં ઘણું ” સુખ એ શું અને શામાં છે એના નિશ્ચય માટે કશું ધારણ નથી. અમેદવાદમાંતે પિંડ બ્રહ્માંડની છેક રથલ પર્વતની એકતા થાય એ, પ્રત્યેક મનુષ્ય ને પોતાના જ હાથમાં સહજ ખરૂં” છેટું પરખી શકાય એવી કસેટી છે. આવા કારણથી પરહિતવાદ, બેન્થમ અને મીલના સમર્થ નામથો ટેકા પામેલ છતાં, હેવેલ વગેરે ઘણા વિદ્વાનોને માન્ય નથી, અને તેઓ જે ધણાનું ઘણું સુખ તે કર્તવ્ય” એવા સિદ્ધાન્તને માનતા નથી, પણ જે કર્તવ્ય તે સુખ” એમ માને છે. સુખનો અર્થ ગમે તે અનુકૂલ મનોવૃત્તિ એવો છે; અને પ્રથમપક્ષે જ્યારે ઘણાને જે ઘણામાં ઘણું અનુકુલ તે કરવા યોગ અર્થાત નીતિ એમ તાત્પર્ય થયું, ત્યારે દ્વિતીયપક્ષે એમ અર્થ નીકળે કે ધણાંને ઘણામાં ઘણું અનુકૂલ તે નીતિ નહિ, પણ જે ખરૂં કર્તવ્ય તે, અમારા વિચાર પ્રમાણે જે અભેદ અને કહેવામાં આવ્યો તે, નીતિ; તેજ ખરૂંકેમકે પદાર્થવિજ્ઞાન અને તત્ત્વશાસ્ત્રથી સિદ્ધ છે, અને તેજ નીતિ. “વાટકાના ઉપસેલા અને પેલો ભાગ જેવાથી વસ્તુ એક છતાં બે ભિન્ન આકારસમજાઈને ભુલાવ ખવાય તેવી આ અમે કરેલા કતવ્ય તે સુખ” અને “સુખ તે કર્તવ્ય” એ વચ્ચેનો તફાવતની વાતને હરાવવી એ તકરારના નિયમ બહારની વાત છે એટલું જ કહેવું બસ છે. ચેતનમય ઐકય જે વારતવિક છે તે જ્યારે સ્વસવેદનદારા સવભેદ થઈ અનુભવાય ત્યારેજ નીતિમાર્ગનું કેન્દ્ર સમજાયું કહેવાય, અને તેથી અમેદ જે કર્તવ્ય તેનેજ સુખ માનવે એ ખરું ધારણ છે. ઘણી વખત અમે આ ‘અભેદ” ને “વિશ્વનિયમ” એ શબ્દથી પણ વર્ણવ્યા છે, પણ તેના અર્થ ‘કુદરતે નિમેલા ઇનિા હેતુ ઉપરથી વર્તણુકના નિયમે નક્કી કરવા” એ સંકુચિત નથી એટલું હરકોઈ વિચારવાન સહજ જોઈ શકશે. સ્વહિતવાદ સ્પષ્ટ અગ્ય છે. એની અયોગ્યતા કેટલીક તે પરહિતવાદના વિવેચનમાંજ જણાઈ હશે, પરંતુ સ્વહિતવાદીઓ પ્રાયશઃ જડવાદી હોય છે, અને તે પદાર્થવિજ્ઞાન સત્ય નથી, એટલે તે આધારે રહેલી નીતિ પણ ખોટીજ છે. - પરંતુ અમારા સમજવા પ્રમાણે તે રવ અને પર ઉભયે હિતનાવાદ જે સ્વ-પર-ની એકતા, પિંડબ્રહ્માંડની એકતાની પેઠે, સમજાય, તો વાસ્તવિક છે, કેમકે સ્વ–પરનો ભેદ છે નહિ. a અભેદનાજ વિચાર, અભેદનું જ ચિંતન, અભેદનાજ અનુભવ, અને જે જે પ્રકારે પિંડ બ્રહ્માંડના અભેદ સમજાય, થાય તે તે પ્રકારના આચાર, એજ અમારા મત પ્રમાણે, જ્ઞાન anaihitleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 9750