પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ. શબ્દથી સમજીએ છીએ, અને તેથી જ જ્ઞાન તે મૈક્ષ એમ ઉદ્ઘોષ કરીએ છીએ. મીલ, હુબર્ટ સ્પેન્સર, સીજલીક, ગ્રીન, માર્ટિન, વગેરેના ગ્રંથ વાંચી જેઓ એમ સમજી બેઠા છે કે પોતાનું તે ગ્રંથે દ્વારા થયેલું જ્ઞાન બીજાને અગમ્યજ હોવું જોઈએ, તેમને આટલી થાડી પંક્તિઓ ઉપર વિચાર કરવાનો અવકાશ હોય તે, સહજે જણાશે કે “સમાનહકી ની તકરારમાં અમે પ્રતિવાદીના ફલિતાર્થ સ્વીકાર્યા હતા, અને વચલી વિચારશ્રેણીમાં કાંઈક ફરક બતાવ્યા હતા, એમાં ભ્રમ, કે પૂર્વના મત તજવાની વાત, કે ઉત્તર ન દેવાયાથી અવળું લખવાની વાત, કે પ્રતિવાદીને પ્રિટવાદ ન સમજાયાની વાત, એવું કાંઈ ન હતું; અને “છે. જન્સીવાળા” એ આર્ટિકલ ઉપરાંત અન્યગ્રંથ જેવાની ભલામણ કરી હતી તેમાં પણ “યદા તદ્દા” બેલવાની લેશ પણ ઈચ્છા ન હતી, માત્ર જે અમારૂં” નીતિધરણ, જેને આધારે અમે વિવેચન કર્યું હતું, તે લક્ષમાં આણવાના ઉદ્દેશ હતા. અકટોમ્બર ૧૮૯૧ ઉન્નતજીવન. ( ૪૪ ) આહાર, નિદ્રા, ભય, મૈથુન એ ચાર વ્યાપાર સર્વપ્રાણિ સાધારણ છે; ચલનવલન પામતાં જંતુથી તે વિચારની અપાર રચનામાં વિચરતા મનુષ્ય પર્યત સર્વને એ ચારે વસ્તુ સમાન છે; એટલે અંશે તે એક કીટ કે મનુષ્ય તેનામાં કરશે તફાવત નથી. તફાવત શાથી ઉપસ્થિત થાય છે ? કેવલ ગતિમાત્રથી જેના જીવનની પ્રતીતિ થઈ શકે છે એવાં અલેક્યવત જંતુઓ, તેથી વધારે સામર્થ્યવાળાં પક્ષી, તેથી અધિક શક્તિવાળાં પશુ, તેથી અધિક શક્તિવાળાં મનુષ્ય, એમ ઉત્તરોત્તર તફાવત શાથી થતો આવે છે ? કીટ પતંગાદિથી મનુષ્ય સુધી જે જીવનના અનેકાનેક પ્રકાર ઉત્તરોત્તર ચઢતા ચઢતા જણાય છે તેમાં તે તે જીવનને ઉન્નત ઉન્નત બનાવનાર કીય હેતુ છે ? જે રાજાએ આ ક૯૫નાને કાવ્યરૂપે ઉચ્ચારી છે તેણે તે તફાવત ઉપજાવનાર હેતુને ધમ’ એવું નામ આપ્યું છે. ધર્મને લીધે પશુ અને મનુષ્ય વચ્ચે તફાવત પડે છે, ધમહીન મનુષ્ય અને પશુમાં કશો ફેર નથી, એમ તેણે કહ્યું છે અને જાણે પશુ સુધી આવીએ ત્યાં પર્યત તો ધર્મભાવનાનો ઉદયજ નથી એમ સૂચવી, મનુષ્ય અને ધર્મભાવનાના નિકટ સંબંધ દર્શાવ્યા છે. આમાં સંશય પણ નથી. આ જે ઉશ્ચરાયું છે તે અતિ મહાન સત્ય છે. જડ અને ચેતનને તફાવત વ્યવહારમાં સાધારણ રીતે ચલન વલન ઉપરથી મનાય છે; ચલનવલનમાં જેમ જેમ બુદ્ધિનો ઉમેરે થતો દીઠામાં આવે છે તેમ તેમ તે તે જીવનને ઉત્તરોત્તર ઉન્નતિ આવતી જાય છે; એ બુદ્ધિના પરિપૂર્ણ વિકાસ મનુષ્યમાં થાય છે માટે તેને સાંસારિક જીવનનું કેન્દ્ર મનાય છે. પ્રથમે કેવલ ગતિજ હાય છે, ધીમે ધીમે પ્રેરણારૂપે બુદ્ધિ ઉપજે છે, પછી કાર્ય અને હેતુના કાંઇક અરપષ્ટ અનુ- ' સંધાન જેવી બુદ્ધિ થાય છે, પછી રમૃતિરૂપે બુદ્ધિ દર્શન દે છે, ને છેવટ બુદ્ધિ પોતે પોતાને પણ વિચારી શકે એવા અનુભવમાં પક્વતા પામે છે. બુદ્ધિ પેતે પોતાને જોઈ શકે, પ્રત્યેક સંવેદન, જ્ઞાન, અનુભવ, તે પ્રાપ્ત થાય ત્યારે ભેગવાય એટલું જ નહિ પણ તે સર્વનું પુનરવલોકન થઈ તેની સારાસારતાને વિવેક થાય, ભવિષ્યને માટે હુંય કે ઉપાદેયના સંક૯૫ થઈ આચારને તથા વિચારને નિર્ણય થાય, એ પરિપકવ બુદ્ધિનું ચિન્હ છે. આ ક્રમે વિચારતાં anah Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 10/50