પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ઉન્નતજીવન, “ ઉન્નત જીવન” શા પ્રકારે, વિશ્વક્રમમાં સિદ્ધ થતું આવે છે તે આપણે જોઈ શકીશું. બુદ્ધિ અને તેના પરિપાકમાં જીવનની ઉન્નતિના ક્રમ રચાયેલા છે, એક પાસા કેવલ ગતિ અને પ્રેરણાથી આરંભી સ્વાનુસંધાન પામી શકવારૂપ લ પર્યત બધા બુદ્ધિનાજ ક્રમ છે. બુદ્ધિમાંજ સર્વ ઉન્નતિનું સાધન હોવાથી શિક્ષણ, ઉપદેશ, લેખન, વાચન આદિ પ્રકારો વિસ્તરે છે. ત્યારે શું એ બુદ્ધિજ પશુ અને મનુષ્ય વચ્ચેનો તફાવત ઉપજાવનાર ધર્મ છે ? જ્ઞાન પામવું અને તે જ્ઞાનનું પણ પુનરવલોકન કરવું એ બુદ્ધિ પશુમાં નથી એમ પંડિ. તોએ સિદ્ધ કર્યું છે. મનુષ્યમાં તે છે, માટે પોતે પોતાને જાણી શકે એવી બુદ્ધિ તેજ ધર્મ છે એમ કહી શકાય. પોતે પિતાને જાણી શકે તેવી બુદ્ધિ ' તેનેજ આત્મજ્ઞાન કહેવાય છે; કાઈ પણુ મનુષ્ય જેને પોતાનું પતાપણું જાણતો માનતા હોય તેનું તેને યથાર્થ જ્ઞાન થાય, પોતાની પ્રકૃતિ, પિતાનાં શીલ. પોતાનાં વ્યસન, પિતાનાં શુભાશુભ વર્તન, પિતાનાં દેશકાલ સંબંધ, ઇત્યાદિનું તેને યથાર્થ એટલે સારાસાર વિચારપૂર્વક વિકજ્ઞાન થાય, તો તે આત્મજ્ઞાનુંજ પ્રથમ પગથીયું છે, અને એને આત્મજ્ઞાન કહેવામાં બાધ નથી. કારણકે એવું જ્ઞાન ન થાય ત્યાં સુધી “ આત્મા ” જે સમગ્ર વિશ્વની એકતાનું એક સૂત્ર છે તેનો અનુભવ તેને આવી શકતો નથી, વિશ્વમાત્ર સાથે પાતામાં પણ જે સામાન્ય અંશ છે, જે નિત્ય અનિવાર્ય અંશ છે, તેને ઓળખી તેમાંજ સ્થિતિ રાખવાને મનુષ્ય યત્નવાન થતું નથીપોતાના આગંતુક અને અનિત્ય વિકારી અશોને નિત્ય અને અવિકારી અંગેના વશમાં આણી પરિણામે અવિકારી અશામાં મેળવી લેતાં શીખતું નથી. આમ છે એટલે પોતે પોતાનું પુનરાકન કરી શકે તેવી બુદ્ધિ અથત આત્મજ્ઞાન તેજ ધર્મ છે અને તે ધર્મે કરીને મનુષ્યો અને પશુઓ વચ્ચેનો તફાવત ધડાય છે; ઉન્નત વનનો મર્મ હાથ આવે છે. - ઉન્નત જીવનનો માર્ગ આત્મજ્ઞાન છે એમ સિદ્ધ થાય છે. એ આત્મજ્ઞાન તેજ ધર્મ છે ? પિતાના સ્વરૂપને જાણી પ્રકૃતિ ઉપર પિતાને અધિકાર સ્થાપો એટલામાંજ ધર્મની સમાપ્તિ છે ? ઉન્નત જીવનની પરાકાષ્ટા છે ? દુ:શીલવાળી પ્રકૃતિને નિયમમાં લાવી સુશીલ અને સુમાગંગામી કરી પૂર્ણ નીતિમાન થયેલે સાધુ પરિપૂર્ણ ધાર્મિક્તા અને ઉન્નત જીવનને પામ્યા છે એમ કહેવાશે ? દુઃશુલવાળાં દુરાચારી અધાર્મિક ને તેથી પશુ વર્ગથી અભિન્ન એવાં મનુષ્ય કરતાં તે તે સાધુ અનેક પ્રકારે ઉન્નત અને ધાર્મિક છે; પરંતુ ઉન્નત જીવનની જે ભાવના આપણે બાંધવી છે ત્યાં સુધી એકલી સાધુતાજ લેઈ જઈ શકતી નથી. ધર્મના અંગની કેવલ વિશુદ્ધ ચારિત્ર અને નીતિમાન વ્યવહાર એટલાથી સમાપ્તિ થતી નથી; આત્મજ્ઞાનની એ છેલી સીમા નથી. આત્મજ્ઞાન અને ઉન્નત જીવનના માર્ગને એ ભવ્ય મુકામ છે એટલું ખરું, પણ એજ અંત છે એમ નહિ. મનુષ્યની અને સમગ્ર વિશ્વની પરિપૂર્ણ ઉન્નતિ, તેના વિચારમાત્ર તેના આચારમાં પ્રત્યક્ષ પ્રકટે તેમાંથી થતી જાય છે, જ્યાં સુધી પ્રતારણાનો લેશ પણ વ્યવહારમાં રહેશે, વિચાર અને આચારને જ્યાં સુધી વિગ રહેશે, ત્યાં સુધી વ્યષ્ટિનું કે સમષ્ટિનું કોઈનું કલ્યાણ થનાર નથી. એનું કારણ રપષ્ટ છે. વિચાર અને આચારની એક્તાથી જે ભવ્ય કર્તવ્ય અને સ્થાપેણના ( એટલે કે પોતે જ્યાં હાઈએ ત્યાં પ્રાપ્ત થતા કતવ્યને કરવામાં પોતાપણાનો અર્થાત સ્ત્ર અને સ્વ અર્થને ભેગ આપવાનો ) સંભવ છે તે સિદ્ધ ન થવાથી, પ્રતારણા, સં કાચ, ભય, શંકા, અને કૃપણુતાજ વ્યવહાર પરમાર્થ સર્વ ની નિયામક રહે છે, અને ઉન્નત જીવન કે ધાર્મિકતા એકે આવવા દેતી નથી. અને આત્મજ્ઞાન પણ, હવણાંજા anainfieritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 1150