પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ધરખુણે નીતિ. જીવન કહેવાય છે તે રૂપી લાભ એમ તે સહજે સમજાય તેવું છે. ત્યારે આ પ્રકારે ઉત્તરોત્તર અધિક જ્ઞાન અને અધિક કર્તવ્યતા સમજાતાં મોક્ષ પવેત પહોચાય છે; સંકલ્પમાત્રજ આચારરૂપી થઈ રહે છે, વિચાર અને ફલના ભેદજ રહે નહિ તે લેગ સિદ્ધ થઈ આવે છે. એ ઉન્નત જીવન અને ઉન્નતિ છે. ફેબ્રુઆરી ૧૮૯૮ ઘરખુણે નીતિ. દુનીયાં અનીતિથી ભરેલી છે, એમાં નતિવાળાની નીતિ સચવાવી પણ કહિન છે, એવા પિકાર અનાદિ કાલથી ચાલ્યો આવે છે અને નીતિ સંબંધે જેમણે જેમણે લખ્યું છે તેમણે એજ ફરીઆદથી આરંભ કર્યો છે. નીતિમય ચા રસ્ત્ર કયું, નીતિમય ચારિત્રનાં શાં લક્ષણ, અને નીતિમય ચારિત્રની રક્ષા શાથી, એ આદિ પ્રનો વારંવાર ની તવેત્તાઓ ચર્ચે છે; એ. ચર્ચા કરવાનો અત્ર આશય નથી. આવી સમગ્ર ચર્ચા માંથી એક વાત નિશ્ચયપૂર્વક ફલિત થઈ છે, ને અન્ય શાસ્ત્રો પણ એ નિયમને અનુમોદન આપે છે, કે કોઈ પણ વસ્તુનું મૂલ્ય તેને માટે જે આપવું પડે તેના પ્રમાણમાં ગણાય છે. નીતનું મૂલ્ય જેટલા પ્રલોભનની સામે તે નીતિ કામ આવે, જેટલી તાણીતાણમાં તે શુદ્ધ અને અખંડ રહી શકે, તેના ઉપર રહે છે; અને નીતિમત્તાનો નિર્ણય જેટલો ભાર તાણવામાં એ નીતિમત્તા કામ આવતી હોય, જેટલા પ્રલોભનનો તે પાર જઈ શકતી હેય તેના ઉપર રહે છે. નીતિનાં પુરતક વાંચી, નીતિશાસ્ત્રનો પાઠ કરી, તે વિષયના વિવાદિત પ્ર”ના-ઉત્તમતા ઉપયોગિતા, સ્વાથ, પરમાર્થ, પુરૂષાર્થ, ઈત્યાદી-વિષયે જે જે વક્તવ્ય હોય તે કહી જવા જેટલી સ્મરણશક્તિ અને બુદ્ધિવાળા માણસ જેમ નીતિમાન કહી શકાતો નથી, તેમ વ્યવ હારના સંધર્ષ માં આવ્યા વિના, પ્રાભનાની તાણીતાણમાં પડયા વિના, નીતિમાન હોવાનો દા કરનાર પણ નીતિમાન કહેવાતા નથી. માણસની નીતિમત્તા ઉપર સહવાસ અને સંસગંની ઘણી અસર થાય છે એ વાત ખરી છે, પણ તેટલાજ ઉપરથી સંસગ માત્રથી ડરી ડરીને વિદુર રહેવામાંજ નીતિમત્તા છે, કે જેથી સંસાર અને તેના ભકતના સંસર્ગમાં આવવું પડે એવા વ્યવહારના દરથી ત્યાગ કરવામાંજ નીતિમત્તા છે એવું માનવામાં ભૂલ થાય છે. એવી નીતિ વાતોમાં સારી શોભે છેભાષણો અને વ્યાખ્યાનમાં વાહવાહ કહેવરાવી શકે છે, પુસ્તકાનાં પાનાંમાં બહુ આનંદ ઉપજાવે છે, અને માણસને પોતાના વિચાર સાથે અનુકુળ ન હોય તેવી વાતો અને તેવી સ્થિતિ તથા તેવા સંસર્ગ ઉપર અનાદર અને કંટાળો પદા કરી જનદેખી, ચીડીયે, અને નીતિમત્તાના માટે આડંબર કરનાર બનાવી શકે છે. પણ વ્યાવહારિક અનુભવમાં એવી નીતિની કશી કીમત થતી નથી. વ્યવહારને આરંભ પણ હજી જેમણે કર્યો નથી તેવાં બાલકાની નીતિ જેવી એ નીતિ જણાય છે. નીતિ એ બહુ સારી, ઉત્તમ, અને ઈષ્ટ વાત છે, પણ જ્યારે આ વિશ્વ એવી નીતિને માટે નવેસરથી ઘડવામાં અવે અને ઘડ્યા પછી પણ એમાં એની એ વ્યવસ્થા સ્થિર રહે તેવાં નિયામકો સ્થાપવામાં આવે ત્યારે એ નીતિ કામ લાગી શકે. નીતિનો ખરે ઉદ્દેશ સંસારને તે જેવો છે તેવો લેઈ Gananflertage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 13/50