પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 મર્યાદ દેશદ્રોહીપણારૂપે પણ બતાવવામાં આવશે. અન્યાય કરનાર પિતાનાજ ભાઇઓ ઉપર જુલમ ગુજારે છે તે દેશદ્રોહ નથી કેમકે તેને આચાર વ્યવહારપાંડિત્યની શાલાના ગુરુઓએ પ્રમાણુ ગણ્યો છે. તમે તેની સામે “ચું ' પણ કરે, તમારા હૃદયની ઉગ્ર સત્યનિષ્ઠાને મરતે મરતે પણ “ અરે !' એટલું બોલવા દે, તો તમે કે હી, અવિચારી, સર્વ કાંઈ થઈ પડે. આવો વ્યવહાર આપણે દુનીયામાં વારંવાર દેખી એ છીએ, એ બધાનું નિદાન આખી દુનીયાની મર્યાદા જે “ધર” અથવા “ સ્વાર્થ ને ઠરાવવામાં આવી છે, તે છે. - પણ એક વાત તો તમે સર્વે સ્વીકારશેજ કે “ ઘર ” અને તેથી ઉપજતા સંબંધે, તે સંબંધો અને તેને લઈને સાચવ પડતો “ વ્યવહાર ” એ બધુ કેવલ કલ્પિત છેઃ વસ્તુગતિ નથી. વસ્તુગત હોત તો સર્વ મનુષ્યના વિચાર ઘર અને વ્યવહાર પર એક સરખાજ હોત; સૂર્યને કાઈ ચંદ્ર માનતું નથી, અગ્નિને કઈ શીતલ કહેતું નથી, કેમકે એ વસ્તુગતિ છે. પણ વ્યવહાર અને ઘર સંબંધે જે જે ધારણા નીતિ, કુશલતા, ડહાપણ, ઈત્યાદિ નામે પ્રાપ્ત કરે છે તેના વિચાર પ્રત્યેક મનુષ્ય મનુષ્ય જુદા હોય છે એમ તે આપશુને નિત્ય અનુભવાય છે. વ્યવહારના પ્રદેશની કોઈ એક વાત પર પણ બે માણસો એકમત હોતા નથી; સ્થિતિ, પ્રસંગ, સમય, સ્થાન, સંબંધ, અનેક વાતાને વચમાં આણી આવા મતભેદનો ખુલાસો કરવામાં આવે છે. પણ એ વાત સિદ્ધની સિદ્ધ રહુ છે કે વ્યક્તએ વ્યક્તિએ વ્યવહારનાં ધારણ જુદાં પડતાં જણાય છે. એમ હાવ.થીજ નીતિ પ્રામાણિકતા, સત્યનિષા, શુદ્ધતા, ઇત્યાદિ વિગે આપણે ગ્રંથ વાંચીએ છીએ, વ્યાખ્યાનો સાંભળીએ છીએ, તે પ્રમાણે ન ચાલવાને માટે ઠપકા અને પશ્ચાત્તાપને પાત્ર થઈએ છીએ, છતાં વખત આવે ત્યારે તે ધારણાના બીલકુલ સ્વીકાર કરતા નથી, કોઈ યુક્તિ પ્રયુક્તિથી ખરા માર્ગને ઉડાવવાનો ફેંચી ખેળી કાઢીએ છીએ, અને “ એ તે વ્યવહાર છે, ઉપાય નથી” એવા વચનના આશ્રય કરી, એનું એજ પ્રતિવચન સાંભળી, બધું ઠીકે ઠીક માનવાના સંપ્રદાયમાં તણાઇએ છીએ. આ બધી વાતથી ‘એટલું અવશ્ય સિદ્ધ થાય છે કે આ બધી રચના કેવલ ક૯િપત છે, એમાં સત્ય નથી, સત્ય એટલે જેને અનાદિસિદ્ધ વસ્તુગતિ કહી શકાય તે એ નથી. સત્ય એટલે સર્વમાન્ય વસ્તુગતિને આધીન જે સિદ્ધાન્તો થઈ શકે તે આ બધી કલ્પનાજાલની પાર છે, દુનીયાં અને તેની મર્યાદા ઘર તે ઉભયનો પાર છે, સ્વાર્થથી અતીત છે, અને જે દૃષ્ટિબિંદુથી વિલેકતાં મયદા ઉપજે છે તે કરતાં કોઇ અતિશય ઉંચા દૃષ્ટિબિંદુથી જોવામાં આવે ત્યારેજ સત્યની ઝાંખીનો સંભવ છે. ઈનસાફ કરનારાને વારંવાર કહેવામાં આવે છે કે તેમણે સંબંધમાત્ર મનમાંથી કાઢી નાખીને ન્યાયકદષ્ટિ થઈ તુલના કરવી; કવિઓ, શલસા, જ્ઞાનીઓ, એમને વારંવાર ગાંડા, ઉશૃંખલ, કે ઉન્મત્ત કહેવામાં આવે છે. વ્યવહારકુશલ લોકોની એ ઉક્તિ પણ અત્રે જે કહેવામાં આવ્યું કે સત્ય તો વ્યવહારાદિ મયદાની પાર છે, તેનો પુરાવો છે, અને વિશ્વમાં જે જે મહકાય? થયાં છે તે આ મર્યાદાનું ઉલ્લંધન કરનારેજ કર્યો છે એમ ઈતિહાસના પણ પુરાવો છે. જે જે મહાપુરૂાને વ્યવહાર અનંત દુ:ખપરંપરામાં રજાવ્યા છે, વિચાર અને સ્વાતંત્ર્ય માટે એક પ્રકારે વ્યવહારની નાત બહાર ગયા છે; તેમનેજ છેવટે એના એ વ્યવહારે પૂજ્યા છે, અને વ્યવહારની પાસે કાંઈ પણ સિદ્ધ ધારણ નથી, માત્ર ફાવ્યાનેજ વ્યવહાર વખાણે છે, એ વાત સિદ્ધ કરી આપી છે. આજ વ્યવહારમાં રખડનારા લોકો પણ જેને જેને પૂજે છે, જેનાં જેનાં નામ સંભારે છે, જેને જેને અનેક શુભ વિચાર, શુભ વ્યવસ્થા આદિ માટે ઉત્તમ ગણે છે, Gandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 17850