પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 २६८ સુદર્શન ગઘાવલિ, તે સર્વના ઇતિહાસ જોશો તે જે વ્યવહારે તેમને મૃખ ગાંડા કે ચપલ ગયા હતા તેજ તેમને નમતા માલુમ પડશે. એમ ન હોત તો વ્યવહારને જ નિહ થાત નહિ; મનુષ્યો એક એકનો વિનાશ કરી જેને માસ્યન્યાય કહે છે તેમાં પડી વિનાશ પામત; માણસને વિપત્તિ, દુ:ખ, વ્યાધિ, આદિને પ્રસંગે હૃદયને આશ્વાસન લેવા જેવું કાંઈ જડત નહિ; અને દિન પ્રતિદિન મનુષ્યવર્ગની અને સમગ્ર વિશ્વની જે ઉન્નતિ થવાની તેને સંભવ પણ આવત નહિ. સત્ય ત્યારે ઘર અને વ્યવહાર એટલે મર્યાદાની પાર છે એ નિર્વિવાદ છે. જેટલી મ. યદા એટલુંજ ફ્લેશ, દુ:ખ, વિટંબના, આદિ વળગે છે. મર્યાદા બંધાવાથી મર્યાદિત પ્રદેશ સાંકડો થાય છે, ને તેને વળગનાર હૃદય પણ સાંકડું થઈ જઈ, ઉન્માર્ગગામી બને છે. મર્યાદામાંજ અલ્પતા દુ:ખ છે, ઉપનિષદોમાં પણ થા વૈ મૃમાં તસ્કુર્ણ નાબુભાતિ “જે ભૂમા ( અમર્યાદ-અસીમ ) છે તેજ સુખ છે, અ૯પમાં સુખ નથી ” એમ કહેલું છે. મર્યાદા પારની દૃષ્ટિથીજ જગતની ઉન્નતિ થાય છે, મનુષ્યને સુખ મળે છે, અને પરમ જ્ઞાનની દશા પણ સિદ્ધ થાય છે. આવો જ્યારે નિશ્ચય થયા ત્યારે પ્રશ્ન સહજે થશે કે શું માંદામાત્ર છોડી દેવી ? ઘરનો ત્યાગ કરવો ? વ્યવહારમાંથી અળગા થઇ જવું ? પ્રત્યેક મનુષ્ય એવા ધરણથી ચાલે તો તે સંસારનો ઉછેદ થઈ જાય, માણસે કોઇ કોઇની ગરજ રાખે નહિ, અને રઉફૅખલ અનાચારને અટકાવવાને કશું સાધન રહે નહિ. આવી શંકાનું સમાધાન અવશ્ય કરવા જેવું છે; એ શંકાનું સ્વરૂપ એયું છે કે સત્ય જ્યારે વ્યવહારની પાર છે, અમર્યાદામાં છે, અને આપણે જ્યારે વ્યવહારમાં રહીને અને મને યદા પાળીને એ સત્ય ઉપર દૃષ્ટિ કરીએ છીએ, ત્યારે ઉભયને આશ્રય કરવો અશક્ય લાગે છે, બેમાંથી એકને મૂકી દેવાનીજ આવશ્યક્તા જણાય છે, ને બેમાંથી એકને મૂતાં તે એ વ્યવસ્થા અને અનાચારજ ઉત્પન્ન થાય છે. આવી જે શંકા તેનેજ શાસ્ત્રમાં કૃપણુતા કહે છે. ભગવદ્ગીતામાં અર્જુન કપાવતઘૂમવઃ પૃચ્છામિ ત્યાં થર્મલકૂદતા ‘ધર્મ –વ્યાવહારિક કે માનેલ ધર્મ-તેનાથી ચિત્ત મૂઢ બની જવાને લીધે મને એક વાત સુજતી નથી, અને પરમ સત્ય તેમ વ્યવહાર બેના નિર્વાહ બનેજ નહિ, બેમાંથી એકને ત્યાગ ઇષ્ટ છે, એવી કૃપણુતાને દેષ મારા મનમાં પૈઠા છે, ને તેથી તમને (કૃષ્ણને ) પૂ. છું છું આવું કહેલું છે. એ શંકા વાસ્તવિક છે. વ્યવહારમાં સતે પણ સારાસાર વિચારનારને એ શંકા વારંવાર ઉપજે છે, મનમાં એમ થઈ આવે છે કે જ્ઞાનને જાણનાર, જ્ઞાનની વાત કરનાર તે જ્યાં સુધી ઘરબારનો ત્યાગ કરે નહિ, જ્યાં સુધી વ્યાવહારિક આચારથી અને ત્યંત દૂર થઈ જાય નહિ, ત્યાં સુધી તે એક ઢાંગી છે કે મૂર્ખ છે, જેવી વાત કરે છે તેવો નથી, મન કમી વાણીની એકતાનો તેનામાં અભાવ છે. વ્યાવહારિક લેક આવું માને છે, અને સત્ય સમજવું તો બહુ મુશ્કેલ છે,’ ‘ઉમરે પહોચ્યા પછી વૃદ્ધાવસ્થામાંજ એ વાતતો સમજાય? વેદાંતની વાતો કરવા છતાં વ્યવહારને આચાર ન સાચવવા કરતાં આપણે વાત ન કરનારા સારા છીએ, એવી એવી ક્ષઃ કલ્પનાઓથી પોતાના અજ્ઞાનને આશ્વાસન આપે છે. પણ એ બધી કલ્પના એ વ્યર્થ છે. વ્યવહાર અથવા મર્યાદામાં સત્યના અભાવ, અને મર્યાદાના ત્યાગમાં સત્યના સદ્ધવ, એ ઉભયે વાત પરસ્પરને વિરબ્ધ નથી, ઉભયનું સમાધાન સ ભવે છે, ને તેજ શ્રીકૃષ્ણ અજી નને સમજાવ્યું છે. ત્યાગ, સંન્યાસ, આદિના જે સ્કૂલ-વ્યાવહારિક અર્થ મનાય છે તેના કૃષ્ણ અસ્વીકાર કર્યો છે, અને કેવલ માનસિક ત્યાગનો આગ્રહ બતા- ' Ganan Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 18/50