પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 મર્યાદ, વ્યા છે. માનસિક ત્યાગ સમજાવવાને અર્થે કાર્ય માત્રમાં જે જય પરાજયથી રાગદેશ ઉપજે છે. તેનો ત્યાગ કહ્યા છે, અને તેનું પણ તત્વ બતાવતાં પ્રાપ્ત એવાં કાર્ય માત્રથી લેશ પણ પાછા હઠયા વિના તેને કરવાં, છતાં તેમાંથી જે પરિણામ આવે તેની કલ્પના કરી તે સાથે મનને વળગાડી ન રાખવું ને રાગદ્વેષ ઉપજવાનો અવકાશ ન આવે, એટલું જ રહસ્ય કહ્યું છે. ત્યારે વ્યવહાર અને પરમાર્થ, મયૉદા અને અમર્યાદા, ઉભયનું સમાધાન આત્મામાં થઈ જાય છે; આત્માના પ્રદેશમાં મનને સર્વદા ઠરાવી રાખનારનો કોઇ પણ વ્યવહારમાં બાધકારક નથી, હૃદયને સંકોચ અને મનની કૃપણતા ઉપજાવતો નથી, અને અત્યાર સતે ત્યાગરૂપજ છે. એ જણાવવાનેજ પંચદશી ગવાસિષ્ઠાદિ ગ્રંથમાં વ્યભિચારિણી સ્ત્રી ગૃહકમ કરતે સતે પિતાના યારના સમાગમનું સુખ ચૂકતી નથી એ દષ્ટાંત આપેલું છે. ઘર, વ્યવહાર, મયદા, બધુ સાચવવામાં કશા બાધ નથી, પણ જે મયદાનેજ પરમ સત્યને સ્થાને સ્થાપવામાં આવે છે, તેને માનસિક ત્યાગ થાય તેજ સત્યના માર્ગ જડે, અને કોઈ પણ વાતને ત્યાગ થયા વિના પરમાર્થને લાભ થાય. શરીરથી સાધેલો ત્યાગ તે મિથ્યા આડંબર છે, ફલાભિસંધરહિત થઈ કર્તવ્યને કરવામાંજ કૃતાર્થતા છે. વ્યવહારકુશલ લેકે જે કલ્પનાજાલ રચીને જાતે ગુંચવાય છે તથા બીજાને ગુચવે છે તેથી કોઈ દિવસ ઉન્નતિ થવાની નથી; તેવાં ધેરણાએ સત્ય નીતિ કે ચારિત્ર હાથ થવાનું નથી; જ્યારે તેની પારના સત્યને વિકી વ્યવહારે કપેલાં મર્યાદા, ધર, સંબંધ, નાત, જાત, ત્યાગ, સંન્યાસ, ઈત્યાદિ ધરણને ગંધ મનમાંથી નીકળી જશે ત્યારેજ પરમેન્નતિને, સ્વાતન્નતિને, દેશનતિના, માર્ગ હાથ આવવાનો છે. ' - મયૉદ અને અમર્યાદના વિરોધ દુર કરવાના માર્ગ ભગવદગીતાદિ રહસ્યગ્રંથમાં કહ્યું છે. એમ આપણે બતાવી આવ્યા. શ્રીકૃષ્ણનું પિતાનું ચરિત્રજ એનું પ્રત્યક્ષ દષ્ટાન્ત છે, અને 'એમણે પોતાના શિષ્ય અર્જુનને જે માર્ગે ચઢાવ્યા તે માર્ગ અતીવ સુતર, મનનીય, અને નિગૂઢ માંથી ભરેલો છે. પરંતુ મર્યાદાની શાળાના વિદ્યાર્થી ઓ તે ગીતા જેવા જ્ઞાનને પણ આક્ષેપ કરે છે કે એમાં શું ? એ તો પોતાનાં ભાઈભાંડુને મરાવી નાખી, કેવલનિષ્ફર થવાને એક માર્ગ છે. મર્યાદા એટલે ઘર-સ્વાર્થ તેનાથી ઉત્પન્ન થતી જે હદયની કૃપણુતા તેને આ વુ જ દેખાય એમાં કશું આશ્ચર્ય નથી. માણસ પાતામાં જે હોય તેને જ બહાર દેખે છે એ સાર્વત્રિક નિયમ છે, સત્યને ઉષ આપણને કોઈ દેવતા આવીને કાનમાં કરી જતો નથી, કે કોઈ ધર્મગ્રંથ તુરતજ સત્યના ભંડારને ખેલવાની કુંચી આપણને આપી દેતા નથી; આપણે આપણા ભાવાનુસાર તેનું સ્વરૂપ બાંધીએ છીએ. એ સ્વરૂપને ઘરરૂપી મર્યાદાથી જે સ્વાર્થની નિયંત્રણ વળગે છે તેથી કેવલ વિકારી અને અસત્યવત કરી નાખીએ છીએ. મર્યાદા આપયુને કેવા કેવા અસય આચાર કરાવે છે તેજ જોવામાં આવે તે આ કહેવામાં કેટલું તથ્ય છે તે સહેજે સમજાય. નિરંતર મર્યાદાનો વિચાર મગજમાં ભરી રાખવાથી આપણને સર્વથી પ્રથમે તો ખાનગી અને જાહેર જીવન એવા બે વિભાગ પાડવા પડે છે, ઘરની ચાર ભીત અંદર જે કાંઈ કરવાનું છે અને ઘર બહાર જે કાંઈ કરવાનું તે, એ બેનાં ધરણુ જુદે જુદાં માનવાં પડે છે. ઘરમાં તેમ ઘર બહાર માન, પ્રતિષ્ઠા, આબરૂ, એવાં અનેક કલ્પિત ધારણા ઉપાવી, આપણે તેમને અનુસરવાની આવશ્યકતા માની બેશીએ છીએ, અને અંતઃકરણના નિશ્ચયેની વિરુદ્ધ અનેક વર્તન કરીએ છીએ એટલું જ નહિ, પણ પિસે ટકે આપણી જે ખરી સ્થિતિ હોય તેની પાર રહેવા માંડીએ છીએ, તેની પાસે ખર્ચ કરીએ છીએ, અને અંતઃકરણના anainnileritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 19/50