પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સ્વાર્થ અને પરમાર્થ, ૨૭૧ ન ધર અને તેને અંગે ઉદ્ભવતી મર્યાદાથી આટલી આટલી વિટંબનાઓ ઉભી થાય છે; એ વિટંબનાને તેડી નાંખ્યા વિના કદાપિ સ ય હાથ થયુ નથી, દુનિયાને આજે જે કાંઈ પૂજવા યોગ્ય, નમવા યોગ્ય, અનુકરણ કરવા યોગ્ય, કે વખાણવા યોગ્ય, પ્રાપ્ત થયું છે તે આવી મર્યાદા તોડી નાખનારાં, “લેકે ” અમર્યાદ કહેલાં, સ્ત્રી પુરુના જીવનમાંથીજ પ્રાપ્ત થયું છે એ તો સર્વે કાઈ વીચારશીલ મનુષ્યના જાગુવામાં હોવું જોઈએ. મયદાનો પારજ સત્ય છે એમ નિશ્ચય કરાવતાં અમર્યાદા અને મયદાનું સમાધાન, એકને એકજ આત્મા સર્વત્ર, ભિન્ન ભિન્ન પ્રકૃતિમાં, ભિન્ન ભિન્ન મયૉદામાં, ભિન્ન ભિન્ન આકૃતિમાં ભિન્ન વિચારમાં, રમ્યાં કરે છે, એમજ પાયરીએ પાયરીએ કેળવણી લેતાં, આગળ વધતે વધતે, પિતાના સ્વરૂપમાં સ્વરૂપે સમાવા ચાલ્યા જાય છે, એવા જ્ઞાનમાં કહ્યું હતુંપરંતુ આ પ્રસંગે વળી મર્યાદાથી ઉપજતાં દુષ્ટ પરિણામે બતાવવામાંથી માન, પ્રતિષ્ટા આબરૂ, અંત:કરણ, લેક દઢતા, આદિનાં અનેક ધારણા રૂપે જે જે બધા વિપત્તિકારક જણાવ્યાં તેમને અત્યંત મૂકી દેવાં, જેમ મનમાં આવે તેમજ વન્ય જવું, તેમજ ત્યાં જવું, તેમજ કયાં જવું, એ ઉપદેશ આપવા જેવો આભાસ કર્યો, તેથી વાચક ભ્રમણામાં પડવાનું કારણુ નથી. આ બધી વાતો ઉપર લક્ષ કરાવવાના હેતુ એટલો છે કે આપણે સવદા કાઈના નિશ્ચય કરતાં આપણા આ* ત્માના નિશ્ચય ઉપર ચાલીએ, લેકને ખુશ કરવા (જે વાત કેવલ અશક્ય છે ) તે કરતાં આત્માને ખુશ કરવાનું ધોરણ રાખીએ, અને વ્યવહારમાત્રમાં જે આત્મા આપણામાં આપણી પ્રકૃતિને વળગી રહી વત્ય કરે છે તેજ આત્મા તે તે વ્યક્તિની પ્રકૃતિમાં રમી રહ્યા છે એમ વિચારપૂર્વક લક્ષ પહોચાડી અભિપ્રાય બાંધીએ અને મત આપીએ, તો ઘર અને બહાર, વ્યવહાર અને પરમાર્થ, મર્યાદા અને અમર્યાદા અને વિરોધ આવશે નહિ; કદાપિ સત્યને પ્રહણ કરવાને અગ્ય અને અતત્પર એવા લોક” વિરોધ જણાશે તો તે અકિંચિત કરજ રહેશે. મર્યાદાની યંત્રણાને લીધે જ આપણે અનેક કષ્ટમાં દબાઈએ છીએ. અનેક કાર્ય વખતે વ્યવહાર, પ્રસંગ, અદષ્ટ, આદિન સંભારી નસીબે હાથ દેઇ આપણે હૈઠે બેસી જઈએ છીએ; પણ એમ ન કરતાં પ્રત્યેક અનુભવોમાંથી, પ્રત્યેક પ્રસ ગમાંથી, આપણે તે તે યંત્રણાની સામા થઇ પુરુષાર્થને પ્રયોગ કરો, તે યંત્રણની મર્યાદા ઉપર ઉડવાના યન કરો, અને સર્વ મંત્રણાની પાર. સર્વ મયદાથી રહિત જે સત્ય છે તેનો એકાદ ગુટડે ભરી લેઇ, યંત્રણાની પરમ વેદનામાં પણ આશ્વાસના માર્ગ શોધી લે. એમ ન થાય તો મનુષ્યનું મનુબ્લવ વ્યર્થ છે જીવનનું અસ્તિત્વ વ્યર્થ છે, સંસારની ઉત્પત્તિ નિપ્રયોજન છે, ઇશ્વરાદિનું અસ્તિત્વ માનવું એ એક છોકરાંને રીઝવવાની કહાણી છે. મે. તથા–જુન–૧૮૯૫. સ્વાર્થ અને પરમાર્થ. (૪૭) સ્વાભાવિક રીતે અમુક મનુષ્ય કે કાર્ય સ્વાર્થી છે અથવા પરમાથી છે એમ કહેવાનો પ્રચાર પડે છે. 'સ્વ' અને ' પર ' એવા અવયવ આ બે શબ્દોમાં દેખી સામાન્ય પ્રાકૃત લેકે એમજ અર્થ માને છે કે જેમાં સ્વ' એટલે પિતાને ઉદ્દેશીને કાંઈ પણું થતું હોય તે સ્વાર્થ અને “ પર ' એટલે પારકાને ઉદેશીને જે કાંઈ થતું હોય તે “ પરમાર્થ '; અને ananifleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 21/50