પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સ્વાથ પરમાથ ૨૭૩ થ, પ્રાકૃત જનોને, થયો હોય એવો ભાસ જડી આવે છે. “કાંઈ પણ કરવું’ એ પ્રવૃત્તિ અને કાંઇ ન કરવું ? તે નિવૃત્તિ એ સ્થૂલ અર્થે યોગ્ય છે, અને બાહાકારે કાંઇજ ન કરતા હાય એમ ભાસતા મહાત્માઓ પ્રવૃત્તિને અત્યંત અટકાવી નિવૃત્તિમાંજ માહાસ્ય પામી રહ્યા છે એવી સામાન્ય જનોને કલ્પના થાય એ પણ વાસ્તવિક છે. પરંતુ કાયિક પ્રવૃત્તિ કે માનસિક કામનાઓ અટકાવવામાંજ તે નિવૃત્તિનું પર્યવસાન નથી એમ સૂમ વિવેક સમજનારા કહી શકશે. નિવૃત્તિમય ભાસતા મહાત્માઓ પણ સિદ્ધ સંકલ્પ હાઈ, જે કાર્યને અર્થે પ્રાકૃત વાને ભગીરથ કાયિક વ્યાપાર આદરવો પડે છે, તેવાં કાર્યો ઈચ્છામાત્રથીજ સાધી લે છે. અને તે ઈચ્છા સવંદા શુભકરી, શ્રેયસ્કરી, કુલ્યાણવાહિની હોય છે, તેનો પ્રવાહ ધર્મસ્થાપના, દુષ્ટદમન, આદિ એકાગ્ર પરમાર્થ જણ માર્ગમાંજ વહે છે. તેવા મહાત્માઓ કલ્યાણપુંજ રૂપ, કલ્યાણપ્રદીપ રૂપ છે. આમ હાવાથી નિવૃત્તિમય ભાસતું જીવન પણ યદ્યપિ બાહ્યાકારે નિવૃત્તિરૂપ છે તથાપિ આંતર દૃષ્ટિથી પ્રવૃત્તિમયજ છે. વ્યવહારનું વ્યવહારત્વ એટલામાંજ છે કે પ્રત્યેક શુભ વાતનું અનુકરણ કરતાં તે વાતના હાદ નો ત્યાગ કરી આકારમાત્રનુંજ ગ્રહણ કરવામાં કૃતાર્થતા માની પોતાને અને જગતને પ્રતારણામાં દેરતા રહેવું. એ વ્યવહારદષ્ટિએ નિવૃત્તિને જેનારા પિતાની કાયિક માનસિક પ્રવૃત્તિમાત્રને રેકી દેઈ નિષ્ટ પડયા રહેવામાં કે પરપિંડપછી થવામાંજ માહીભ્યની પ્રાપ્તિ સમજી લે છે, અને તેવા ધોરણથી સ્વાર્થ પરભાર્થના વિવેક કરવા જાય છે. પરંતુ જેને શ્રીકૃષ્ણ મહાત્માએ ગીતામાં “ મિયાચારી ” કહ્યા છે તે વર્ગથી તેવા જના બાહ્ય નથી, અને જેને તેઓ પરમાર્થ રૂપ નિવૃત્તિ સમજે છે તે તે વાસ્તવિક રીતે સ્વાર્થમય પ્રવૃત્તિજ છે. સર્વદા શુભ અને કલ્યાણનીજ ભાવના મનમાં ઉદય પામેલી રહે, તેમાં વિક્ષેપ ઉપજાવનાર કોઇ પણ વાસના પ્રાદુર્ભાવ પામે નહિ, અને તે શુભ ભાવના સર્વદા સિદ્ધ થયાં જાય એવું તે ભાવનાના સંક૯૫માં બલ આવે તેને અર્થે પ્રવૃત્તિ એટલે કાયિક પ્રવૃત્તિ અટકાવી– ઘરબાર પુત્ર દારાદિનો ત્યાગ કરી, શિખા સૂત્રાદિ છોડી દેઈ–પરપિંડ્રોપજીવિવરૂ૫ નિવૃત્તિને ધારણ કરવી એ પ્રવૃત્તિ કરતાં પણ અધમ સ્થિતિ છે. પ્રકૃત્તિપરાયણ સ્વાથી મનુષ્ય તે સ્વાર્થની સાથે કાંઈ કે પરાર્થે સિદ્ધ કરતા જશે, પરંતુ જે આવી નિવૃત્તિનો આદર કરવામાં પરમાર્થ સમજે છે, તે તે માત્ર પોતાના ઉદરને નિર્વાહ કરવા તથા પોતાને જે કર્તવ્ય પ્રારબ્ધ સાંપ્યું છે તેને ટાળવાને પ્રયત્ન કરવાજ મળે છે અને એમ સામાન્ય સ્વાથી મનુષ્ય કરતાં પણ અધમાધમ સ્વાર્થ માં ઉતરે છે. વાસ્તવિક તત્ત્વ એ છે કે શુભ અને કલ્યાણ તે પોતાનું જ નહિ પણ સમગ્ર વિશ્વનું શુભ અને કલ્યાણ જેથી થાય એવી ભાવનાને અવલંબી તે ભાવના સિદ્ધ થાય તેવું બલ પણ તે ભાવનાના સંકલ્પમાં ઉમેરી લેવું એ પરમ પુરુષાર્થ અથવા પરમાર્થ છે. આ પ્રકારની શુભ ભાવના પ્રાપ્ત કરવામાં અને આ પ્રકારનું બલ ઉત્પન્ન કરવામાંજ માણસને પરમાનંદની અને પરમાર્થની પ્રાપ્તિ છે. આવી ભાવના અને આવું બલ માણસ શી રીતે પ્રાપ્ત કરી શકશે ? એમ ધારો કે માણસ એક સાધારણ ગૃહસ્થ હાઈ | કબવાળા ધંધાદારી પ્રતિષ્ઠિત પુણ્ય છે; એને પરમાર્થ વૃત્તિ સારા સંસ્કારને બલે પેદા થતાં તે એકાએક વ્યવહાર બંધ પાડી સ્ત્રીપુત્રાદિનો ત્યાગ કરી ધ"ધ બંધ પાડી એકાન્તને આશ્રય કરે છે ને પરપિંપજીવી થાય છે, અથવા ધંધો બંધ કરી દેઈ પરમાર્થની વાત કરવામાં ઉપદેશકને ડાળ ધારણ કરી પરોપજીવી થઈ પડે છે. જે માણસ પોતાના પારધે આપેલું andhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 23/50