પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ર૭૬ સુદર્શન ગદ્યાવલિ, જોઈશુ નહિ; આ માણસ આબરૂદાર છે એમ કહેવામાં પુરાવા અને સાખ જોઈશું. કારણકે હૃદય તે માણસના ચહેરા અને દેખાવે ઉપર રમી રહે છે, જ્યારે બુદ્ધિ તેના માથાના અંધારા એડામાંથીજ ધમકારા ગજાવી ગજાવીને આપણને છતી થાય છે. હદયને “ હુ ' એવું ભાનજ નથી, તે તો કોણ જાણે કોઈ એ પદાર્થ છે કે જેને દેખે તેનેજ બધે દેખે, જેને વળગે તેનેજ સર્વત્ર વળગાડે, એ પોતે આખું ન આખું, જેના સંબંધ હોય તે રૂપ થઈ રહે. બુદ્ધિ તો હું–તું, મારૂં-તારું', એવા ભેદ પાડી અમુક હદ અને મર્યાદા હરાવી પોતે અને પિતાનું એવા બે વિભાગ સ્પષ્ટ કરી બતાવશે; કશામાં પણ પોતે નહિ એમ નહિ થવા દે. અભિમાનનું નિદાન બુદ્ધિ છે; રવાપણ, ત્યાગ તેનું નિદાન હૃદય છે. એક રસિક કાવ્યને વાચતાં હૃદય તેના રસમાં પોતાને ભુલી જશે, જયારે બુદ્ધિ તેની રચના તેના ગણ તેની માત્રા તેની ભાષા તેની કલ્પના ઈત્યાદિ જોવામાં પોતે પોતાને શોધતી રહેશે. બુદ્ધિ જ્યારે ગમે તેવા વિશાલ મકાનમાં પણ તે સમાશે કે નહિ તેનાં માપ કાઢે છે ને હીસાબ ગણે છે ત્યારે હૃદય તો એ મકાનના હૃદયને શોધી કહાડી કયારનું એ તેમાં ગુમ થઈ જાય છે. બુદ્ધિને પિતા વિના કશું ગમતું નથી, જયાં હોય ત્યાં પોતે ને પોતેજ. સુખ, દુ:ખ, આબરૂ, પ્રતિષ્ઠા, માન, અપમાન, ઘર, બહાર, વ્યવહાર, પરમાર્થ, બધાં બુદ્ધિ પોતે જેવાં માને તેવાં ખરાંડબી નહિજ; કઈ બે બુદ્ધિ આ બધી અને એવી અનંત વાતો વિષે એકમત. થવાની નહિ. હૃદયને તો હૃદય વિના બીજું દેખાતું જ નથી, એટલે કલ્પના કરવાનો અવકાશ નથી, જ્યાં હોય ત્યાં હૃદય એકનું એકજ છે, હૃદયે હૃદયને તકરાર આવતી નથી. ગાઢ મૈત્રી અનન્ય પ્રેમ, શાન્ત સુખી સંસાર, અનેક ઠેકાણે વણસી જાય છે તે બુદ્ધિના કારભારનું જ ૫રિણામ છે. હૃદય જે રાજ્ય અપાવે છે તેને બુદ્ધિ છીનવી લે છે; બુદ્ધિ પતે એવી દુષ્ટ છે કે આપી શક્તી નથી તેમ કાઈ આપે તે લેઈ પણ શક્તી નથી. મોટાં રાજ્ય સ્થાપ્યાં, લોહીની નીક વાળી ભય પગાર કે પદવીની લાલચ વિના રણમાં વીરેએ સ્વાર્પણ કર્યું ત્યાં હૃદયનું સામ્રાજ્ય હતુંપરરપર વૈર દ્વેષ અને કલહ કરી કુસંપ વધાર્યો અને પિતાને કેાઈ. પ્રકારની તૃપ્તિ ન થતાં અનંત તૃપ્તિ શેાધતે શોધતે એશઆરામમાં નિર્વીય થવાયું ત્યાં બુદ્ધિના વૈભવ હતા. હૃદય સ્થાપે છે, બુદ્ધિ ઉથાપે છે. સૃષ્ટિની રચના હૃદય કરે છે, તેને વિનાશ બુદ્ધિ સાધે છે. હૃદય ગાળે છે, બુદ્ધિ હોય તે કરતાં પણ વધતા કટકા કરી આપે છે. - હૃદય સૃષ્ટિ કરે છે, હૃદયજ ઇશ્વર છે. જ્યાં હૃદયને ઐશ્વર્ય દેખાય છે. ત્યાં બુદ્ધિને નિમયતા નિઃસારતા ભાસે છે. હૃદયને શાન્તિ, એકતા, સ્થિરતા જોઈએ છીએ, બુદ્ધિને વૈભવ, કલેષ, પ્રવૃત્તિ જોઈએ છીએ. બુદ્ધિને પૂજા, પ્રતિમા, અને અર્ચનના આડંબર જોઈએ છીએ, હદયને અપૂજ્ય અપ્રતિષ્ઠિત અને અનચિંત રહેવું જ ગમે છે. અખા ભકતે કહ્યું છે:- જ્યાં જોઈએ ત્યાં કૂડે ફુડ, સામા સામી બેઠા ઘૂડ.' બુદ્ધિના અંધકારને પ્રકાશ માનનાર ધુડ સામા સામી બેશીને પરસ્પરને ખાટા ખરા કેકર્યો જ જાય છે; હૃદયના સૂર્યને તે દેખતા નથી. બુદ્ધિને તો ખરેખર ૬ અંધારે કુ ”! જ છે, એનાછેડાજ નથી; હૃદયમાં પરમાત્માની “ અંગુષ્ટમાત્ર ” પ્રતિમા પ્રત્યક્ષ છે; હૃદયને પૂજવાનુ’ મૂકી બુદ્ધિને પૂજનારા કેવલ નાસ્તિકજ છે બુદ્ધિ પૈતેજ નારિતક છે, તેને કશી વાતની સ્થાપના ગમતી નથી, બધામાં પોતાને ને પોતાને શોધવા જાય છે, રખેને પોતે કહી'કા રહી જશે એવી શંકા તેને નિરંતર રહ્યાં કરે છે; સ્થાપના, શ્રદ્ધા, વિશ્વાસ એ હદયને છે, in an Heri britage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 26/50