પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૨૭૮ સુદર્શન ગદ્યાવલિ, પુત્રીનાં લગ્ન કરાવી લેવામાં, બે હાથ જમીન હાથ કરવામાં, પાંચ પૈસા મેળવવામાં, કે કોઈ રજવાડાની ખટપટમાં જુઠાને સાચુ હરાવ્યું કે સાચાને જુઠું કરાવ્યું;—એમ સર્વત્ર જેવો પ્રસંગ તેવી નીતિ દીઠામાં આવે છે. “ પડશે તેવા દેવાશે “ એ તો વ્યવહારનિપુણ વૃધ્ધોનું નીતિસૂત્રજ થઈ ગયેલું છે. લોકનીતિ, રાજનીતિ, ધર્મનીતિ. ગૃહનીતિ, એમ એકની એક નીતિના પણ અનેક વિભાગ થઈ, જાણે સત્યતા અને વિશુદ્ધિનો માર્ગ પ્રત્યેક સ્થાન અને પ્રસંગને અર્થે જુદે જુદો હોય તેવો પ્રચાર દીર્ધકાલથી પ્રચલિત છે. આમાં પણ કેટલાક સમય થયાં એવો વ્યવહાર આખા જગત ઉપર પ્રસિદ્ધિમાં આવ્યો છે કે પ્રસિદ્ધ નીતિ એ કાંઈક જુદી વાત છે અને ખાનગી નીતિ એ કાંઈક જુદી વાત છે. જે વાત જનસમાજની દૃષ્ટિના દેખતાં ન કરી શકાય તે ઘરના ખૂણામાં કરી શશકાય, અને ઘરના ખૂણામાં ન કરી શકાય, તે જનસમાજની દૃષ્ટિ આગળ કરી શકાય એવા વિચાર અધએક શતકથી પુરઃસર થવા લાગ્યા છે. આમાં કેટલીક સત્યતા છે એ ખરૂં અને મનુષ્ય મનુષ્ય પોતાના અંગત વ્યાપારે જે પ્રકારે કરે છે તે પ્રકારે તે સમસ્ત જનમંડલ આગળ પ્રસિદ્ધ રીતે વત ન શકે એવી મર્યાદા છે એ પણ ખરૂં; તથાપિ જે એકાંતમાં અનીતિ હોય તે પ્રસિદ્ધમાં નીતિ થઈ જાય એવું જોનારની દૃષ્ટિમાત્રમાંજ નીતિ અનીતિનું ધારણ સ્થાપવામાં, પ્રસંગમાત્રને નમીને ચાલવાના નીતિ અનીતિના ધારણ કરતાં વધારે સારુ ધોરણ મનુષ્પવર્ગો હાથ કર્યું હોય એમ લાગતું નથી. - લાભ હાનિનો ગમે તેવા પ્રસંગ જેમ અનીતિને નીતિ ઠરાવી શક્તા નથી તેમ કેઈ જેનાર ન હોય કે આખું જગત જેનાર હોય તેટલાથી પણ નીતિ અનીતિને નિશ્ચય નીપજતા નથી. - આમ અનેક અનેક પ્રકારે નીતિની ભાવના અનિશ્ચિત અને શિથિલ દેખાય છે. ત ત્વવિવેક કરનારા પંડિતો અને લેખકે એ વિષયે અતિ ગૂઢ અને અનેક સૂક્ષ્મ વાદથી ભરેલા લેખ વિસ્તારી ગયા છે; પણ એ વિષયની જોઈએ તેવી સ્પષ્ટતા અને સરલતા થઈ નથી; મનુષ્યના આચારમાં નીતિમત્તાને પ્રથમ કરતાં વધારે આવિભૉવ થયા નથી. આપણે યથાશક્તિ વિચાર કરવા જોઈએ કે નીતિ શાને કહેવાય છે. નીતિ પતે શું છે, અને નીતિન શા માટે શકાર કરવા પડે છે. ધીમે ધીમે એ વિચાર પ્રચલિત થતો જાય છે કે જનમંડલની સ્થિતિને અર્થે નીતિની આવશ્યક્તા છે. ન્યાય અને નીતિના નિયમો જે સર્વોપરિ રહે નહી તે મનુષ્યો એક એક સાથે મળી ગૃહ અને કુટુંબ બાંધે નહી, ગામ, નગર, દેશ અને રાજ્યનું અસ્તિત્વ સંભવે નહિ અને સુખ તથા શાન્તિને પ્રસંગ પણ આવે નહિ. પાશ્ચાત્ય જ ડવાદમાંથી એટલેકે ચૈતન્ય એવી સ્વતંત્ર શક્તિ માનવા વિના પણ જડમાત્રના પરિણામથી સમગ્ર વિશ્વવ્યવસ્થા સંભવે છે અને સુશ્લિષ્ટ રીતે ઘટી શકે છે, એમ માનવામાંથી નીતિના સ્વરૂપ વિશે આ વિચાર ફલિત થયા છે. મનુષ્ય ” એ વર્ગ બીજા અનેક વર્ગોમાંથી પરિણામ અને પરિપાક થતે થતે ઉભવ્યા છે, અને મનુષ્ય” આજ જે મંડલસંસ્થામાં વિચરે છે તે પણ તેજ રીતે ક્રમે ક્રમે પરિપાકને પામી છે અને પામતી રહે છે. ત્યારે ધર, ગામ, દેશ, રાજ્ય કે મંડલીમાં રહ્યા વિના મનુષ્યને ચાલતું નથી, અને તે રીતે રહેવું પડે છે એટલે પ્રત્યેક મનુષ્યના ઉપર અનેક પ્રકારનાં ક્તવ્યનું આવશ્યક બંધન આવી પડે છે. તેણે પિતાના શ્રેયને કર્તવ્યકેટિમાં રાખવું, તેવું જ પોતાનાં કુટુંબી, પિતાનાં દેશી, પોતાનાં શાસન કરનાર, અને સમગ્ર વિશ્વમાં વસતા એકંદર મનુષ્પવર્ગસમસ્ત, તે સર્વનું શ્રેય પણુ પિતાનાં Ganahitleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 28/50