પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૨૮૨ સુદર્શન ગવાવલિ, કરી અને એટલાજ માટે “ સ્વાર્પણ” એજ કર્તવ્યનું તત્વ મનાયું છે; જે કાંઈ કરવું તે ઈશ્વરાર્પણબુદ્ધિથી કરવું એમ કહેવાયું છે. ઈશ્વર એટલે જેને આપણે પરમ કર્તવ્યની સમષ્ટિભાવના કહી આવ્યા તેજ; અને તે પરમ કર્તવ્યની ભાવનાથી જે કર્તવ્ય થાય તે કદાપિ પણ સ્વનું અર્પણ થયા વિના, સ્વને ભૂલી જઈ પરના પ્રેમમાં લીન થયા વિના, સંભવતુજ નથી. એટલોજ માટે સમષ્ટિ ઉપર પ્રેમ, સમદષ્ટિ, એજ આવશ્યક કહેવાય છે, એવો સ્વાર્પણમય પ્રેમ તેજ ઈશ્વર છે એમ અનુભવીઓ ઉચ્ચારી ગયા છે. ત્યારે પ્રત્યેક વ્યક્તિ ઓવા પ્રેમભાવમાં વિલીન થાય અને પોતે જે પરમાર્થિક તથા સાપેક્ષ સત્ય સ્વીકારતી હોય તે બધું એ પિતાના આચારમાં પૂર્ણ રીતે પ્રતીતિ કરાવી શકે એજ તે વ્યક્તિનું કર્તવ્ય છે. જે પારમાર્થિક નિશ્ચય થયા હોય અને જે સાપેક્ષ નિશ્ચય થયા હોય તે ઉભયનો યોગ કરીને, વાપણ પૂર્વક, પોતાના આચાર રાખવો, નિશ્ચયમાંનું કાંઈ પણ પિતાના આચારમાં દર્શાવતાં અવશેષ રાખવું નહિ, એક ફલાભિસિંધરહિત અથવા સમષ્ટિદૃષ્ટિથી કર્તવ્ય કરાયાના માર્ગ છે. - કર્તવ્ય સર્વદા એકનું એક રહેતું નથી. એનું કારણ પણ હવે સ્પષ્ટ થઈ જશે. પારમાર્થિક નિશ્ચય યદ્યપિ એક રહે તથાપિ સાપેક્ષ નિશ્ચય સર્વ કાલે તેને તે રહે નહિ. એક કાલે મરણ એજ કર્તવ્ય છે, એક કાલે જીવવું એજ કર્તવ્ય છે, એક કાલે તરવાર કર્તવ્ય માં છે, એક કાલે કલમ કર્તવ્યમાં છે; એક કાલે જીવ લેવા કર્તવ્ય છે એક કાલે જીવ આપ કર્તવ્ય છે. પણ તે બધુ પારમાર્થિક અને સાપેક્ષ ર્તવ્યની જે સમષ્ટિદષ્ટિ છે તે દૃષ્ટિથી જાણવું; કેવલ સ્વ અને સ્વસંબંધની પુષ્ટિને અર્થે ન જાણવું. કર્તવ્યની આવી અનેકરૂપતાજ શ્રીભ હરિએ ગાઇ છેઃ- 1 વિભૂષારાણી વિલપિ પથરાદના Popus कचिच्छाकाहारी कचिदपि च शाल्योदनरुचिः। कचित्कंथाधारी कचिदपि च दिव्यांबरधरो मनस्वी कार्यार्थी न गणयति दुःखं न च सुखम् ।। - પરમ કર્તવ્યને ન પહોચી શકતાં કેટલાંક મનુષ્ય કેવલ સાપેક્ષ કર્તવ્યનેજ સમજી શકે છે, અને એથી પણ ઉતરતાં કેટલાંક મનુષ્ય પોતાના સમગ્ર દેશકાલને ન સમજતાં માત્ર સ્વાર્થ જેટલાજ કર્તવ્યને કરતાં જણાય છે. સ્વાર્થની દૃષ્ટિવાળું કર્મ તે કર્તવ્યમાં નથી ગણાતું, તેમ કેવલ સાપેક્ષ કતવ્ય એ પણ ત વ્ય નથી, ત્યારે એવાં ઉતરતા પ્રકારનાં કતવ્ય કરતાં આગળ સમજવાની જેને શક્ત નથી તે નિરાશ થઈ કતવ્યમાત્રથી ભ્રષ્ટ થઈ જાય એમ ભીતિ રહે છે. કોઈ કઈ તે કેવલ નિચેટ પડ્યા રહેવું, અથવા વિચારનિમમ રહી મનેરાજ્યમાં વિચરવું એને પણું કર્તવ્ય માની બેસે છે. કર્તવ્યનો સાર, વૃદ્ધિ અને ઉન્નતિના માર્ગ, તે નિશ્ચછતામાં કે વિચારનિમનમાં નથી; કરવું, ગતિ આપવી લેવી એજ કર્તવ્યો ચાર છે; પ્રવૃત્તિ એજ કર્તવ્યની ભૂમિકા છે. જે જેને સંસ્કાર અને અધિકાર તેવું’ તેને કતયનું સ્વરૂપ સમજાય છે. એ કરતાં અધિક કર્તવ્ય છે ને તે થતું નથી, માટે થઇ શકે છે. તે પણ ચૂકવું એમાં કતવ્યભ્રષ્ટતાજ છે – श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात् ॥ એ કહ્યું છે તે યોગ્ય જ કહ્યું છે. જયાં જેવા પ્રકારનું કર્તવ્ય સમજાય ત્યાં તેવા પ્રકારનું Gandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 32/50