પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 - વ્યવહારિક, જેવું સમજાયું છે તેવું પૂર્ણ પણે કરવું એ કર્તવ્ય થયાનો અર્થ છે. એમાં ફલ ઉપર દષ્ટિ રાખી તે લના ભાવ કે અભાવથી રાગ દ્વેષ પામવાં નહિ, એટલે કર્તવ્ય કરતે કરતે એની, મેનેજ, અધિકારની વૃદ્ધિ થતાં હોય તે કરતાં ઉન્નત કતવ્યના માર્ગ પણ સમજવામાં આવી જશે. ( આ પ્રકારે કર્તવ્યનું સ્વરૂપ સમજાવવા જે યત્ન થાય છે તેમાંથી પણ તત્વ હાથ ન આવી શકતું હોય તો વધારે સરળ માર્ગ એ છે કે આપણાં શાસ્ત્રોમાં વર્ણાશ્રમાનુસ્રાર જે જે વિધિનિષેધ કહ્યા છે તે પાલવા. તમાતું રાજહં પ્રમાળ કાર્યાર્થિવ્યવસ્થિત આ કાર્ય, આ અકાય, એવી વ્યવસ્થા માટે શાસ્ત્રને પ્રમાણુ ગણવું. આપણે આપણા દેશના શાસ્ત્રને આ પ્રકારે પ્રમાણુ ગણીએ તેથી વર્તમાન સમયે પરમ કર્તવ્યને જે સમગ્ર જનસમાજની સમષ્ટિદષ્ટિથી આપણે સાથે ભાર આવેલા છે તે વીસારી જવાશે એમ ધારવાનું કારણ નથી. આપણાં શાસ્ત્રની રચના એક પાસા વિધિનિષેધરહિત અત્યંત સ્વતંત્ર, એવી અભેદભાવનાથી આરંભી કેવલ વિધિનિષેધમાંજ બાંધી રાખેલી પરતંત્રતાની કર્મભાવનાપયેત વિસ્તરેલી છે, અને એમાંના સર્વ ઉપદેશને ઉદ્દેશ અભેદભાવના સિદ્ધ કરાવવાનેજ છે. આમ હોવાથી કેવલ શાસ્ત્રદૃષ્ટિએ કર્તવ્યને માર્ગ ગ્રહણ કરવાથી પણ પરમ તેમ ચાપક્ષ ઉભય કર્તવ્યનો માર્ગ હાથ થવાનો સંભવ છે. આપણા નવીન શિક્ષણ પામતા યુવકામાંના કેટલાક એક પ્રકારે કર્તવ્યપરાયણ ન થતાં સ્વછંદી રહે છે તેમાં અશ્રદ્ધા અને અયોગ્ય સ્વાભિમાન એજ કારણ છે. પારમાર્થિક અને સાપેક્ષ કર્તવ્યને સમજતા નથી, શાઅમર્યાદાથી વર્તવામાં કર્તવ્યને શોધતા નથી, તેમ વૃદ્ધપરંપરાને માન આપી આજ્ઞાધારકાવમાં પણ કતવ્ય સાધી શક્તા નથી. એનું નિદાન અતિશય અભિમાન અને તે અભિમાનને વધારનારી નવીન કેળવણીની પદ્ધતિ વિના બીજું કાંઈ નથી. ક્તવ્યપરાયતા વિના જનસમાજની ઉન્નતિ કદાપિ થવાની નથી, અને જ્યાં સુધી નવી પ્રજા કર્તવ્યભાવનાને સારી રીતે સમજતી થશે નહિ ત્યાં સુધી આપણે આગળ વધી શકવાના નથી.. જાન્યુઆરી સન ૧૮૯૮. વ્યાવહારિક નીતિ. (૫૧. ) કેબ્રિજની પાઠશાલાના નીતિવિદાગુરુ ફેસર હેનરી સીજવિક એમણે ઉપલા નામવાળા એક નિબંધ હવણાંજ લખ્યા છે. એ નિબંધ ઉપર અવલોકન કરતાં ૬ ઇંડિયા’-ના સાપ્તાહિક ચતુથકમાં જે લખાયું છે તેને આધારે અત્ર કાંઈક કહેવું ઉપયોગી થઈ પડશે. પ્રોફેસર સીજવિક બહુ પ્રસિદ્ધ પંડિત છે અને નીતિપદ્ધતિ ” (Methods of Ethies ) એ તેમને અતિ ગંભીર લેખ આપણી મુંબઈ યુનિવર્સિટીમાં નીતિવિષયનો અભ્યાસ કરનારને પરિચિત છે. વ્યવહારમાં વિચરતાં મનુષ્ય નીતિનું પ્રમાણ રાખતાં નથી અને પ્રસંગમાત્રને અનુસરી, ઇષ્ટ અર્થને સિદ્ધ કરવામાં કૃતકૃત્યતા સમજે છે. આ વહીવટ એટલો બધો સર્વસામાન્ય થઇ ગયો છે કે એ પ્રમાણે જેને ન આવડે તે વ્યવહારકુશલ કે હાશીઆર કહેવાતાં નથી, ભોળાં, ગાંડાં, મૂર્ખ એવાં ઉપનામને પાત્ર થાય છે. વ્યવહારનું જે પ્રસિદ્ધ જનસંમર્દ માં ગાળવાનું જીવન તે, અને પોતાના ઘરની ચાર દીવાલે વચ્ચે એકાંતમાં ગાળવાનું જીવન તે, એ ઉભયને Gandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 33/50