પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 વ્યભિચાર, ૨૮૫ પિતાનું રક્ષણ અને વર્ધન સાથે તેની સાથે તેને બીજા રાજ્યો અને બીજી વ્યક્તિઓ સાથેના પેતાના સંબંધ વિચારવાનો છે; વ્યષ્ટિમાર્ગે સમષ્ટિના એક અકેડારૂપે પોતાના ચારિત્રને દોરવાનું છે; અને સમષ્ટિની બુદ્ધિથી વિરોધી એ માર્ગ કોઈ પણ વ્યષ્ટિને હિતકારી હોઈ શ. કતાજ નથી. એ વાત ખરી છે કે વ્યષ્ટિ વ્યષ્ટિને જે દેશકાલ અને પ્રસંગમાં રહેવું અને વિચરવું હોય તેમાં તેની પોતાની નીતિભાવના કરતાં ઉતરતી કે પ્રતિકૂલ ભાવનાનું જ સામ્રાજ્ય હોય તે તેને પોતાને પણ પોતાની ભાવનાને ક્ષણવાર દૂર રાખી પ્રસંશાનુસાર વર્તન ગાઠવવું પડે; પરંતુ તેટલાથી એમ નથી સિદ્ધ થતું કે ખાનગીમાં જે અનીતિ હોય તે જાહેરમાં નીતિ થઈ શકે અથવા જાહેરમાં અનીતિ હોય તે ખાનગીમાં નીતિ થઈ શકે. ઉલટું એમ સિદ્ધ થાય છે કે વ્યષ્ટિમાત્ર સમષ્ટિના અંગરૂપ છે અને સમષ્ટિથી ભિન્ન પડીને તે પાતાનું કોઈ પણ વર્તન યોજી શકે જ નહિ. ' અર્થાત રાજપુએ તેમજ વ્યાવહારિક ચતુર જનોએ સમષ્ટિભાવના પ્રાપ્ત કરી સમછિનું' જે નીતિયુક્ત કર્તવ્યધારણ હોય તેને હાથ લેવું જોઈએ. પ્રત્યેક વ્યક્તિએ પોતાના વિચાર સમય મનુષ્પવર્ગના એક રૂપે કર જોઈએ, અને પિતાની નીતિ સમય મનુષ્યવર્ગની નીતિના પ્રતિબિંબ રૂપે જિવી જોઈએ. પ્રત્યેક વ્યક્તિને માટે જે નિયમ છે તે પ્રત્યેક રાજ્ય કે મંડલી કે નાતને માટે પણ સત્ય છે. એમજ જેને આપણે ગત અંકમાં પરમ ” અને સાપેક્ષ' કર્તવ્યના નામથી સમજાવી આવ્યા છીએ તેનું કાંઈક ભાન થઈ શકે છે અને ખાનગી તથા વ્યાવહારિક નીતિને ખોટો ભ્રમ ટળી જઈ, મન કર્મ વાણીની એકતાગ પરમ નીતિમાર્ગ હાથ થાય છે. ફેબ્રુઆરી સન ૧૮૯૮. વ્યભિચાર. (પર. ) આ વિષયનું મથાળું જોઈ ઘણાને આશ્ચર્ય લાગશે અને પ્રસિદ્ધ લેખમાં એવા વિષયની ચચો શિષ્ટ પંક્તિમાં ગણાય કે નહિ તે વિષે શંકા આવશે; પરંતુ વર્તમાન જન સ્થિતિને અંગે એવા વિષયોને એવી ઉધાડી રીતે ચર્ચા વિના છૂટકો નથી. જ્યાં સ્ત્રીઓ દુષ્ટ એટલે દોષિત થાય ત્યાં વર્ણસંકરની ઉત્પત્તિ થઈ અનર્થમાત્રની ઉત્પત્તિ થાય અને તેવી સ્ત્રીઓવાળા કુલને કે તેવા કુલવાળા દેશને વિનાશ થાય એમ મહાભારતના સમયથી શ્રીકૃષ્ણ ઉચ્ચારેલું છે. મહાભારતના અંતથી જેને આરંભ થયા એવા કલિકાલને માટે જ જાણે તે સત્ય ઉચ્ચારાયું હોય તેમ અનેક નાત જાતના વિલક્ષણુ ભેદમાં ભ્રષ્ટ થયેલા આર્યાવર્તની અધમતાજ આવા વિષય ઉપર લક્ષ કરવાની આવશ્યકતા પ્રેરે છે. બાલલગ્ન આદિકને આપણે અધઃપાત અને નિસ્તેજનાં નિદાન માનીએ તે કરતાં પણ વ્યભિચારાદિકને વધારે છતાનાં નિદાન ગણીએ તો તેમાં કશી અતિશયોક્તિ નથી. વ્યભિચાર એ શબ્દ સહચારનો વિરોધી છે. સહચાર એટલે સાથે હોવું; કદાપિ પણું વિખૂટું ન થાય તેવું સાથે હોવાપણ તે સહચાર કહેવાય. એવો સહચાર અપેક્ષિત હોય ત્યાં પણુ સહચાર ન મળી આવે, જે બે વસ્તુ નિરંતર સાથે ને સાથેજ હોવી જોઈએ તે પણ કોઈ વાર સાથે તે કોઈ વાર વિખુટી એમ મળી આવે ત્યારે તેમને વ્યભિચાર છે એમ કહેGanahitleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 35/50