પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

છે. એકને વખતે બીજી ન હતી એમ સમજવાનું નથી; તેમજ, ધર્મ જે આ દેશમાં હમેશાં એક મહા પ્રશ્નરૂપે હાજર જ રહે છે એની આ ચારે જમાનામાં કાંઈ કાંઈ હિલચાલ દેખાયાંજ કરતી હતી. તે પણ ઈતિહાસ સમજવા માટે સામાન્ય સૂવાના (Generalizations નો) ઉપયોગ કરવા વાજબી ગણાતા હોય તે મને લાગે છે કે ઈતિહાસમાં આપણા છેલ્લાં સાઠ વર્ષની ન્હાની યુગવ્યવસ્થા કાંઈક ઉપર પ્રમાણે થવી જોઈએ. આથી સમજાશે કે મણિલાલે જ્યારે દેશસેવાની ધુરા ઉપાડી તે વખતે મેડમ બ્લેવેટર્જીએ જગવેલો ધર્મ યુગ તુરતજ શરુ થએલો હતો, અને એની અસર નીચે રહી મણિલાલે આપણા પ્રાચીન પુસ્તકો અને સંસ્થાઓનું અવલોકન કર્યું, અને સંસાર સુધારાના પ્રશ્નને પણ ધર્મ અને તત્વજ્ઞાનને અંગે જ વિચાર્યો. બીજું, સુધારાના ઉપદેશમાં ગમે તેટલું સત્ય હશે પણ તે સત્ય નર્મદે જાત અનુભવથી બતાવેલી અને મણિલાલે પણ પ્રત્યક્ષ જોએલી ખામીઓને લીધે નિર્જીવ થઈ પડ્યું હતું; અને સુધારાના ઉત્સાહી “ બેધકાળ ” ક્યારનાએ અસ્ત થઈ ગયો હતો; અને ‘ કર્મ કાળ’ નિર્બળ પસાર થયો હતો: ‘સુધારા’ ના વીર નર્મદે સુધારેલ ત્યજી પ્રાચીન પંથમાં પ્રવેશ કર્યો હતો, અને “સુધારે ' પ્રવૃત્તિમાર્ગ ઉપર રચાએલો છે અને તે નિવૃત્તિપરાયણ આર્ય જનોને અનુલ નથી એવા સિદ્ધાન્ત બાંધ્યા હતા. આશાથી ઉછળતો સુધારકા નિરાશા પામી નિવૃત્તિમાર્ગમાં શમી ગયો અને મરણશય્યા ઉપર મણિલાલને આવી મતલબનું કહેતા ગયા કે—“હવે તો આ દેહનો અન્ત આવે તો ઠીક કે ઘરનાં માણસ હેરાન થતાં અને ટકે. અમે તે હવે એકલા પડ્યો, અમારા ભકત અમારા મિત્રો અમારા સ્નેહીઓ અમને બગડેલા વહેમી હરાવી વેગળાં થયાં. પણ ખરી વાત હું હાલ કહું છું તે જ છે એ મારૂં હય ાણે છે. જવાનીઆ સુધારાવાળા મારી ઉપર કરડી નજર કરતા હશે પણ હું કહુ છું કે તેમના જ મંડળમાં એક જુવાન ઉછેરે છે જે પરિણામે મારા જ વિચાર તેમને ગળે ઉતારશે. ” પણ મણિલાલની વૃત્તિ સુધારા તરફ પાછલા કાળના નર્મદના જેવી નહુતી. મણિલાલે સંસારસુધારાને પ્રાચીન ધર્મ ને અંગે કર્યો ખરા, પણ તેથી સુધારા પ્રત્યે અનાદર જસાબે એમ માનવું ભૂલભરેલું છે. હવે હું બીજા પેટાવિષય ઉપર એટલે કે મણિલાલના સુધારા સંબંધી વિચારે ઉપર આવું છું. જેઓ મણિલાલને સુધારા વિરુદ્ધ માનતા હોય સુધારા સંબંધી તેમના મનનાથે અત્રે એમના લેખોમાંથી નીચેના ઉતારા રજુ વિચારે, કરું છું. ' « નવીનતા એ પાપ, પરાક્રમ, સાહસ સ્વાતંત્ર્યના માર્ગ છે; પ્રાચીનતા આલસ્ય, સ્થિરતા, જડતા, પાતરાના માર્ગ છે. ઉદ્યોગ અને પ્રારબ્ધનો જે વિરોધ છે તેવા નવીનતા અને પ્રાચીનતાને વિરોધ છે. નવીનતા લાવે છે. પ્રાપ્ત કરે છે, ઉપજાવે છે. પ્રાચીનના પાડે છે, સાચવે છે, સંગ્રડે છે. વાસ્તવિક દૃષ્ટિથી જોઈએ તે પ્રાચીનતા અને નવીનતાના વિરોધ નથી. ઉભયે પ્રત્યેક વ્યક્તિમાં સ્વભાવસિદ્ધ છે, અને આવશ્યક છે. વિશ્વનો નિર્વાહજ તેમના યોગ વિના થાય નહિ. યોગસમનાં નવીનતા અને પ્રાચીનતા બે અંગ છે.” પ્રાચીનતા એ પ્રત્યેક દેશના અખુટ બલનો ભંડાર છે, નવીનતા તે બલનો વ્યય કેરવાને બજાર છે; નવીનતા એ પૂણું જોરથી છોડી દીધેલું" ( એનજિન ” છે, પ્રાચીનતા તેની ગતિને નિયમમાં રાષ્ટ્રનાર કે' છે, " Gandhi Heritage Portal