પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગાવલિ, વાય. નિરંતર સાથે જ રહેવા રૂપ સહચારનો જે ભંગ થાય તેનું નામ વ્યભિચાર કહેવાય છે; વ્યભિચાર શબ્દને જે શરીરસંબંધ રૂપ અથ થયો છે તે તે ગૌણ અર્થ છે અને વ્યભિચારના મુખ્ય અર્થના ચિન્હરૂપે લોકમાં મુખ્ય હોય તેમ પ્રચલિત થઈ ગયા છે. પ્રત્યેક મનુષ્ય અમુક પ્રકારની ભાવનાઓનું પૂતળું છે, અનેક અનેક ભાવનાઓ તેના મનમાં અને હૃદયમાં રમ્યાં કરે છે, તે સર્વનું મિશ્રણ થતાં થતાં અમુક એક પ્રકારની ભાવના પ્રધાનતાને પામી જાય છે, અને તે તે વ્યક્તિને તે તે વ્યક્તિ રૂપે દર્શાવે છે. રૂપ, રંગ, આકૃતિ એથી કરીને માણુસ માણસ પરસ્પરથી જુદાં પડે છે તે કરતાં વિચાર અને આચારથી જે ભાવનાની તે પૂજા કરતાં હોય તે પર વધારે જુદાં પડી શકે છે. માણસનું માણસપણુંજ તેની ભાવનાઓ અને તેના વિચારોમાં છે. જેવા વિચાર અને જેવી ભાવનાએ તેના હદયમાં પ્રાધાન્ય પામી તેની શ્રદ્ધા અને પૂજાને પાત્ર થાય છે તે તેના આચાર થઈ આવે છે. માનસિક અને કાયિક વ્યવહારનો આ પ્રકારે મનુષ્યમાત્રમાં સહચાર જણાય છે, નીચમાં નીચ જીવથી માંડીને ઉત્તમમાં ઉત્તમ મહાત્મા પર્યત વિચાર અને આચારને જે આ સહુચાર તેજ મનુષ્યનું મનુષ્યત્વ છે. વિચાર અને આચારની એક્તા રહે એ સહચારનું નામ આપણે નીતિ અને ઉત્તમતા માનીએ, તે વિચાર અને આચારના વિયોગ રહે, વિચાર કાંઇક ને આચાર કાંઈ એમ રાખી, પ્રતારણા, જુઠ, કપટ અને વચમાં અવકાશ આપવામાં આવે તે વિચાર આચારના એવા વ્યભિચારને અનીતિ અને નીચતારૂપે માની શકીએ. મનુષ્યના ક્ષુદ્ર પામર જીવનમાં પદે પદે વ્યભિચારનું પાપ થયાંજ કરે છે. વિચાર અને આચારની એકતા એટલી બધી દુધટ છે કે જેમ જેમ મનુષ્ય સાંસારિક સમૃદ્ધિ અને સંબંધોની ટોચે પહોચતા જાય છે તેમ તેમ એ દુધટતા અનેક પ્રકારે વધતી જાય છે. જનસમાજ, વ્યવહાર, લાજ, મયૉદ, ટેક, આદિ અનેક ક્ષુદ્ર ભાવે વચમાં આવી તેના વિચાર અને આ ચારનો વિયાગ કરાવે છે એટલું જ નથી, પણ વિચાર ઉપરની શ્રદ્ધા શિથિલ થવાના એવા એવા પ્રસંગ આવે છે કે વિચારાનુરૂપ આચાર નીપજીજ શકતા નથી. આવા બધા પ્રસંગોએ વ્યભિચારનું પાપ થયાંજ કરે છે અને તે પાપના પ્રાયશ્ચિત્તરૂપે અનંત કલહ, કલેશ, વિવાદ, વિગ્રહ અને વિટંબના વ્યષ્ટિ તેમ સમષ્ટિની શાંતિને ક્ષણે ક્ષણે ભંગ કર્યો કરે છે, સમાનતાથી શાંત રીતે ઉન્નતિને માર્ગે ચાલતા પ્રવાહને કલુષિત કરી કાટિ કોટિગુણ શક્તિ અને સામર્થ્યને વ્યર્થપ્રાય વ્યાપારમાં ક્ષીણુ કરે છે, અને એમ જીવિતનો હેતુ અને ઉદ્દેશ વ્યર્થ કરી નાખી મનુષ્યને પુરુષાર્થથી ભ્રષ્ટ કરે છે. જે જે આચાર અને વિચારના વિયાગમાં વિચારનારાં પ્રાણી છે તેજ વ્યભિચારી છે. - વિચાર બુદ્ધિમાંથી ફલિત થાય છે, આચાર હદયમાંથી. બુદ્ધિ વિચારતે વિચારતે નિશ્ચય પામે ખરી પણ તે નિશ્ચય ઉપર શ્રદ્ધા થઈ શ્રદ્ધાના કાર્ય અને આચારરૂપે પરિપાક થાય તેમાં શંકા અને તર્ક વિતર્ક નીપજાવતી બુદ્ધિ કામ આવતી નથી, તે તે આંખ મીચીને પણ પાતાના પૂજ્યની પાછળ ઝંપલાવનારૂં” અર્પણ કરનાર જે હદય છે તેનું કાર્ય છે. વસ્તુગતિમાં જે શંકા, તર્ક, વિચાર, આદિ અતિ આવશ્યક અને ઉપાગી વ્યવહાર છે તે બુદ્ધિ અથવા મનના વ્યાપાર છે; શ્રદ્ધા, ચારિત્ર, નીતિ, કતવ્ય એ આદિ જે અતિ આવશ્યક કાર્ય સાધક શક્તિ છે. તે હદય અથવા આતાના વ્યાપાર છે. સમષ્ટિમાં મન અને શ્રદ્ધાનું જે યુગ્મ છે તેજ વ્યષ્ટિ | વ્યષ્ટિમાં પણ બુદ્ધિ અને હૃદય રૂપે નિવાસ કરે છે. બુદ્ધિપ્રધાન પ્રકૃતિનું નામ નર છે, ઉદયમGandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 3 6/50