પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 વ્યભિચાર, ૨૮૭ ન આચારનો સહચાર ને અને યષ્ટિ તેમ ધાન પ્રકૃતિનું નામ નારી છે. એકલી બુદ્ધિથી આચારપર્ય'તનું સ્વાપણુ અને સાહસ આવતું નથી, એકલા હદયથી સ્વાર્પણુ અને સાહસને યથાયોગ્ય એટલે સમષ્ટિને ઉપકારક માર્ગ સુજતે નથી. ઉભયને પરસ્પરની અત્યંત આવશ્યક્તા છે. માટેજ બુદ્ધિ અને હૃદયનો સહચાર કરવારૂપ લગ્નના ગ્રંથિ નરનારી વચ્ચે જવાની વિશ્વવ્યવસ્થા થયેલી છે. હૃદયને વસ્તુગતિએજ આકર્ષક, દ્રાવક, માહક આકૃતિ અને વાણી આદિ અય છે, બુદ્ધિને શાસક, નિયામક, પાલક, આકૃતિ અને વાણી અર્યો છે. હૃદય ભેજ્ય છે બુદ્ધિભક્તા છે; ભેજ્યક્તા ઉભયે પરસ્પર વિના કાંઇજ નથી; અતૃપ્ત, વ્યર્થ, નિષ્કલ, અને કેવલ વિટંબનારૂપ છે. બુદ્ધિ સર્વદા હૃદયની અપેક્ષા કરી પિતાનો અનુભવ ઉભયના ઐકયમાં સમાપ્ત કરે છે, હૃદય સર્વ દા બુદ્ધિની અપેક્ષા કરી પોતાના અનુભવ ઉભયના ઐયમાં સમાપ્ત કરે છે;-હૃદય અને બુદ્ધિનું ઐક્ય તેજ મુક્તિ છે; એ અર્થે જ આ ઠંદ્રના અનુભવે છે. - કોઈ બુદ્ધિ કીયા હૃદયને પૂજે છે, કીધું હૃદય કે બુદ્ધિને ભજે છે એ જાણવામાંજ તે તે નરનારીના લગ્નને અર્થ થઈ રહે છે. લગ્નગ્રંથિથી જોડાયેલાં બુદ્ધિ અને હૃદય એક બીજાનાં પૂજ્ય અને પુજક થઈ જાય છે, એમને નિરંતર સહુચારજ રહે છે, વિચાર અને આચારનું ત્યાં એકજ વર્તાય છે. એમ નથી થતું ત્યાં વ્યભિચાર ઉદભવે છે, બુદ્ધિ અને હૃદય, વિચાર અને આચાર જુદાં જુદાંજ રહે છે; ખરૂં લગ્ન થયું જ નથી. શરીર સંબંધથી વ્યભિચાર થવો એ એક ક્ષુદ્ર, અને માનસિક વ્યભિચાર કરતાં કાંઈક સંતવ્ય, ગણાય તેવી વાત છે, પણ હૃદય અને બુદ્ધિનો વિયેગ ભાવનામાં રહે, વિચાર અને આચારને સહચાર તૂટે, એથી જે અધમતા, ભ્રષ્ટતા, કર્તવ્યહાનિ અને વ્યષ્ટિ તેમ સમષ્ટિને પ્રતારણાના પાઠ ભgવવારૂપ નુકશાન થાય છે તે તે અતિઅમાપ અને અગાધ છે. વિશ્વમાં જેટલાં પાપ, અનાચાર કલહ, જૂઠ, પ્રતારણ આદિ આસુરીકર્મ વિતરે છે તેનું નિદાન એ માનસિક વ્યભિચારમાં છે. ' પણ મંડલની વ્યવસ્થા રહેવાને અર્થે જે લગ્નપદ્ધતિ ઠરેલી છે તે આવાં લગ્ન કરાવી શકે છે ? વ્યવહારના ઉપયોગને નિર્ણય તે આ પ્રશ્નના વિચારમાંથી થઈ શકે. વ્યભિચારનું જેટલે દરજજે જે મંડલી, જ્ઞાતિ, કે સ્થાનમાં અસ્તિત્વ વર્તાય તેટલે અંશે ત્યાં લગ્ન યથાર્થ પ્રકારે નથી થતાં એમ કહી શકાય. અને જે શારીરિક વ્યભિચાર પણ વધેલો ગણાય તો આપણે લગ્નપદ્ધતિમાં જ્યાં સુધી ફેરફાર કરીએ નહિ ત્યાં સુધી તેને માટે કયાં સુધી ઠપકો આપ ઉચિત ગણાય એ એક પ્રશ્ન છે. મંડલીએ જે લગ્નપદ્ધતિ થઇ છે તેમાં હૃદય અને બુદ્ધિના એયરૂપ યાગ ન થવાને લીધજ વેશ્યાવાડાના અવકાશ થઈ શકયે છે; અને વિચારના વ્યાપથી ઉન્માગગામી થયેલા રુધિરમપને ક્ષોભ ન સહન કરનાર એવા સ્થાનને આશ્રય કરે તેમાં લગ્નગ્રંથિથી બંધાઈને વ્યભિચાર કરનારના કરતાં કાંઈક ઓછો દોષ માનવામાં આવે તો તેમાં જનસમાજ કાંઈક વાસ્તવિકતા પણ સ્વીકારી લે. જ્યાં કેવલ વિશુદ્ધ લગ્ન એટલે કે બુદ્ધિ અને હૃદયને વાસ્તવિક યોગ અથવા સહચાર થાય તેવાં લગ્ન થતાં નથી ત્યાં તે અતિનિપુણ, અને સર્વગ્ય અવે સામાન્યાને ઉત્તમવર્ગ હોય એ, ખાનગી વ્યભિચાર અને અનીત અટકાવવાને અર્થે, પરિપૂર્ણ આવશ્યક છે. મંડલી પોતાની લગ્નપદ્ધતિ ન સુધારે ત્યાં સુધી વ્યભિચારમાંથી ઉગરવાનો એટલે અર્ધી માર્ગ પુરુષ માની શકે. - પણ મુખ્ય પ્રશ્ન એ છે કે શું જાહેર અને ખાનગી વ્યભિચાર વિના બીજી રીતે વ્યGanan Heritage Portal કરશાન થાય છે તે તે 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 31/50