પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૨૮૮ સુદર્શન ગદ્યાવલિ. ભિચાર અટકાવવાનો સંભવ નથી. પ્રત્યેક બુદ્ધિ જે હૃદયને ચહાતી હોય પ્રત્યેક હૃદય જે બુદ્ધિને પૂજતું હોય તે પિતાની ભાવનામાંજ બુદ્ધિ અને હૃદયની એક્તા અનુભવવારૂપ લગ્નને અનુભવી લે તે મંડલીએ ઠરાવેલી લગ્નપદ્ધતિથી થતી અડચણો દૂર કરવાને ખાનગી કે જાહેર એકે વ્યભિચારની જરૂર રહે નહિ. માણસે સ્થલ વ્યવહાર ઉપરથી પોતાનું લક્ષ ઉઠાવીને ભાવનાના વ્યવહાર ઉપર લક્ષને હરાવતાં શીખવું જોઈએ; એ અર્થેજ શિક્ષણ અને યોગ, જ્ઞાન, આદિ માગના વિસ્તાર છે. જેમ જેમ આપણે કેવલ જડ અને સ્થૂલનેજ સર્વસ્વ માની તે માર્ગે શિક્ષણ અને વિચારને વળવા દેતા થઈએ છીએ તેમ તેમ આપણને ભાવનાના વિશ્વના પરિચય આછા થતા જાય છે, ભાવના૫ વિશ્વના અસ્તિત્વ કે સંભવ વિષે પણ શંકા આવે છે, અને એમ બુદ્ધિ અને હૃદયની ઉચ્ચ ભાવનાઓને સ્થૂલ વાસનારૂપે સમજી, આપણે તેભનો પરિતોષ પણ સ્કૂલમાંજ શોધવા જઈએ છીએ. આમ મંડલીએ સ્થાપેલી લગ્નપદ્ધતિથી તેમ કેળવણીની અસરથી આપણને માનસિક તેમ શારીરિક વ્યભિચારનું વ્યસન લાગી જાય છે. ભાવનાને સમજવાની પદ્ધતિ જે આપણા હાથમાં હોય તો બુદ્ધિ અને હદય, વિચાર અને આચારની જે પરમ ઐક્તા તે રૂપ લગ્ન આપણે આપણા પિતામાંજ અનુભવી કદાપિ પણ વ્યભિચારને માર્ગે વળીએ નહિ. પ્રાચીન આયોવતની ચૈતન્યભાવનાઓનું જ્યાં સુધી સામ્રાજ્ય રહ્યું ત્યાં સુધી માનસિક કે શારીરિક કે પ્રકારના વ્યભિચારનું, વર્તમાન કલિકાલના જેવું, પ્રબલ માનવામાં આવી શકતું નથી. વ્યભિચારનાં પાપથી ભય પામતાં સુવિચારી નરનારીને ઉચિત છે કે તેમણે બુદ્ધિ અને હૃદયનું ઐક્ય પ્રાપ્ત કરવાની ભાવનાનો અભ્યાસ રાખા અને પિતાનાં બાલકા પ્રથમથીજ તે અભ્યાસ પ્રાપ્ત કરે એવા ઉપાય જતા રહેવા. માર્ચ સન ૧૮૯૮. સુખી જીવન, (સેનેકાના લેખ ઉપરથી ) ( ૫૩ ) જીવનના સુખ વિષે જગતમાં ઘણામાં ઘણી વાતો અને ચર્ચાઓ ચાલે છે, પણ થેડામાં થોડું સમજવામાં આવે છે; ધણુ એ વિષય પર જગતમાં એવાજ કયવહાર ચાલે છે, પણ સુખ વિષયે જે સમજણ વિનાની મિયાખરી ચાલે છે તેવી બીજા કશા વિષે ચાલતી નથી. પ્રત્યેક મનુષ્ય સુખી થવા ઈછા કરે છે અને સુખ સંપાદન કરવાની યોજના રાખે છે; છતાં હજારોમાંથી એકેને ખબર નથી હોતી કે સુખ શામાં છે. અતિ ચિંતાતુર હૃદયે એક અંધપરંપરામાં આપણે એ સુખની શોધમાં દોડયા કરીએ છીએ, અને જેમ અવળે માર્ગે વધારે ઉતાવળા થઈએ છીએ તેમ આપણી દેડના છેવટ મુકામથી આપણે વધારે વિદર ખસતા જઈએ છીએ. એટલા માટે વિચારીએ કે આપણે શાની ઈચ્છા કરવી, અને તે પછી સમજીએ કે તે સિદ્ધ કરવાનો તાત્કાલિક માર્ગે કીયા લે. જે આપણે વિચાર યથાર્થ હશે તે પ્રતિદિવસ આપણે કાંઈ ને કાંઈ વૃદ્ધિ અને ઉન્નતિની સમીપ જતા જઇશું; પણુ જે લેાક અયથાર્થ માર્ગે ચઢી ગયા છે તેમની પાછળ અથવા તેમના શબ્દના અનુસંધાનની પાછળ આપણે દોરાઈએ તો આપણે અવળે માર્ગે જવાની આશા રાખવી, અને મિયા ભ્રમણ તથા ahami terltage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 38/50