પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુખી જીવન, ૨૮૯ ભ્રમરૂપ વર્તનમાં જીવન પૂરૂ કરવાનો કલેશ વેઠવો. આટલા માટે આપણી સાથે સારે છેશીયાર ભમી લેવાની બહુ આવશ્યકતા છે. આ મુસાફરી બીજી મુસાફરી. જેવી નથી કે સીધી સડકે ચઢવાથી મુકામે પહોંચી જવાય, અથવા રસ્તા ભુલાય તે આસપાસના લોકના બતાવ્યાથી ખરે રસ્તે ચઢી શકાય. આ મુસાફરીમાં તે જે રાજમાર્ગ છે તેજ ઘણામાં ઘણે ભય ભરેલે છે, અને તેની સમીપ નિવાસ કરનારા કોઈ પણ સાહાય કરવાને બદલે અવળે ભાગે જ દોરી જાય છે. માટે ગતાનગતિક થઈ ગાડરના પ્રવાહ જેવું વર્તન ન રાખતાં, બીજા મનુખેાના તુરાનું અનુકરણ ન કરવું, કેવલ સ્વામનિશ્ચયનેજ વશ રહેવું. માનુષ જીવનની દશા પરાજય પામી નાસી છુટતી સેનાના જેવી છે:—પ્રથમ એક Áાકર ખાઈ પડે છે, બીજો તેના ઉપર અથડાઈ પડે છે, એમ એકના ગળા ઉપર એક પડતે પડતે સમય ક્ષેત્ર મરણ અને નિષ્કલતાના વિશાલ વિસ્તારરૂપ થઈ રહે છે. અને આ વિષયમાં વિશિષ્ટ હાનિ તો એજ છે કે અન્યના દૃષ્ટાન્તને અનુસરતા આપણે મરણજ પ્રાપ્ત કરીએ છીએ. ઉપાય તો એટલેજ છે કે લાકથી અળગા થઈ જવું. સુખી જીવનના પ્રશ્નો નીકાલ કાંઈ વધારે મતના ધોરણથી થઈ શકતા નથી, માનુષ વ્યવહાર એવી સુંદરતાથી યોજાયેલા નથી કે સારામાં સારી વસ્તુઓજ ઘણુમાં ઘણાં જનને પસંદ પડે. લેક જેને વખાણે તે કામ ખરાબ હોય છે એ તો સર્વ માન્ય સુપ્રસિદ્ધ ન્યાયજ છે. લોકને વિચાર કરવા કરતાં માની લેવું વધારે સરલ પડે છે, અને જે સામાન્ય વ્યવહારના પ્રવાહમાં બંધ બેસતું જણાય તેનાથી સંતોષ માની તેના સત્યાસત્યના વિચાર કરતા નથી. “ લોક” શબ્દમાં સમૃદ્ધિવાન્ પદવીધારીથી તે સાધારણ મજુર સુધીનો હું સમાસ કરું છું, કારણ કે ઉંચ નીચના ભેદ હું બાહ્યદૃષ્ટિથી કરી લેતા નથી, મારી પાસે તો એ કરતાં વધારે સારો અને સત્ય પ્રકાશ એ નિશ્ચય કરવાને વિદ્યમાન છે. આમાજ આત્માને ઓળખી લે છે. પ્રાપંચિક સમૃદ્ધિ અને સુખથી મસ્તક ભમી જાય છે, પણ માણસ કદીએ ભાનમાં આવી શકે તે તેને એમ થયા વિના રહેશે નહિ કે મેં જે જે કર્યું તે હવે ફેરવી શકાય તો સારું; જે જે વસ્તુઓથી હું ભય પામતા હતા, તે જે જે વસ્તુઓની હું ઈચ્છા કરતો તે કરતાં સારી હતી. પરમસુખ એ છે કે મનઃાભથી વિમુક્ત રહેવું; ઈશ્વર અને મનુષ્યપ્રતિ આપણે ધર્મ પાળવા; ભવિષ્યની ચિંતા અને આશા વિના વર્તમાનને ઉપભેગ કરી લેવા; આશા કે ભય એકેથી આત્માને રમાડવો નહિ, પણ જે હોય તેથી સંતુષ્ટ રહેવું, કારણ કે જે હોય તેજ જોઈએ તે કરતાં અધિક છે, અને જે સંતુષ્ટ છે તેને કશાની ખેાટ નથી. મનુષ્યપ્રાય એવાં જે જે મહાસુખ મનાય છે તે સર્વ આપણુ પાતામાં છે અને આપણને પ્રાપ્ય છે; પણ આપણે આંખ મીચી દેઈ, જે વસ્તુને શોધીએ છીએ તેનેજ છોડી જઈએ છીએ, અને કદી પ્રાપ્ત કરતા નથી. મનઃાભથી વિમુક્ત રહેવારૂપ જે શાન્તિ તે મનની એવી કઈ સમતા છે કે જેને ભાગ્યના કોઈ પણ ક્રમથી અધિક કે ન્યુન કરી શકાતી નથી. એમાં કશાથી ન્યૂનતા થતી નથી કારણુ કે એજ મનુષ્યની પરિપૂર્ણ પકવતાની દશા છે; આપણામાં જેટલી ઉન્નતિ પામવાનું સામર્થ્ય છે તેટલી ઉન્નતિએ તે આપણને લેઈ જાય છે. પ્રત્યેક મનુષ્યને પોતાના ઉપર આધાર રાખતાં શીખવે છે, અને જેમ એ સમતા કરતાં બીજા ઉપર આધાર રાખનારને પડવાનો સંભવ છે તેમ તેને પડવાનો સંભવ રહેતા નથી. જે યથાર્થ નિશ્ચય કરી શકે છે ને તેવા 'નિશ્ચયમાં દઢ રહે છે, તે શાશ્વતી શાન્તિ અનુભવે છે; તેને વસ્તુમાત્રનું સ્વરૂપ સમજાય છે; તેનાં sandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 39/50