પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ, કર્મમાત્રમાં અમુક ક્રમ અને પ્રમાણુ વ્યાપી રહે છે, તેના હદયમાં પરોપકારનો વિપુલ ભાવ ભરાય છે; તેનું જીવન આત્મબુદ્ધિને અનુસરે છે; અને તે પ્રેમ અને ભક્તિનું પાત્ર થાય છે. અવિચલ એવા કોઈ એક નિશ્ચય વિના બીજું બધું વ્યર્થ ગતાગત જેવું જાણવું. જે વિષયે આપણને લેપભાવે કે ભય ઉપજાવે તેમને વશ રાખવામાંથી માનસિક સ્વાતંત્રય અને ગાંભીર્ય અવશ્ય ઉપજી. આવશે, અને તેમ થતાંજ, એ વિષયજન્ય જે સુખાભાસમાત્ર ઉપજે છે (ને જે કાંઈ નહિ તે વ્યર્થ અને હાનિકારક છે ) તેને સ્થાને આપણને ઉત્તમોત્તમ નિરંતર સુખ પ્રાપ્ત થશે અને આત્માને શાશ્વતી શાત્રિ અનુભવાશે. સુખી મનુષ્યને શુદ્ધ અંતઃકરણ હોવું જ જોઈએ; સ્થિતિમાત્રમાં અમુક અવિકારિતા હોવી જોઈએ; સંસારના પદાર્થો માટે વ્યગ્રતા વિનાની યોગ્ય ચિંતા રહેવી જોઈએ; અને ભાગ્યના પ્રસાદસંબ' એવી ઉદાસીનતા રહેવી જોઈએ કે તે પ્રસાદ હો વા ન હો તથાપિ આપણા સંતોષમાં ભંગ પડે નહિ. વિશેક, વિરહ, આલસ્ય કે ભય કશું જોઈએ નહિ, કારણ કે એથી મનુષ્યજીવનની સમતામાં વિષમતા નીપજે છે. જે ભય પામે છે તેજ પરતંત્ર છે. ડાહ્યા માણસ ! આનંદ અભંગ રહે છે; સર્વ સ્થાને, સર્વ કાલે, સર્વ સ્થિતિમાં તેના વિચાર પ્રસન્ન અને શાન્ત હોય છે. હર્ષ અને વિપાદરૂપ ચંચલ અને કર નાયકાને જે પિતાને આત્મા સૈપે છે તે કેવા ભયંકર અને દુ:ખમય દાસ્યમાં ફસાય છે ? નિયમિત હર્ષના નિયમિત ક્ષણ અનુભવ અથવા યથાર્થ આશાના મધુર સ્તવનનું શ્રવણ કરવું એને કેવલ બંધ પડાવવાના ઉદ્દેશથી હું આ કહેતા નથી, ઉલટું હું તો એમજ ઈચ્છ કે ભાગુસે નિરંતર પ્રસન્ન રહેવું, તે પ્રસન્નતા માત્ર પોતાના આત્મામાંથી ઉદ્ભવવી જોઈએ અને પિતાના હૃદયમાંજ સમાપ્ત થવી જોઈએ. એ કરતાં બીજી પ્રસન્નતા ક્ષદ્ર છે, એથી - ખને ટાઢક થાય, પણ તેથી હૃદયને અસર થઈ પૂર્ણત્વ આવતું નથી, ખરી પ્રસન્નતા કે ખરે હર્યું છે તે અતિ ગંભીર અને વિશુદ્ધ ઉર્મિ છે, ને જે ખડખડાટ હસવાને અને તોફાનને ગંમત અને હર્ષ સમજે છે તે બહુ મોટી ભુલ કરે છે. એ આનંદનું સ્થાન અંદર છે, અને ભાગ્યને પોતાના પગ તળે રાખનાર ખરા વીર હૃદયના નિશ્ચય કરતાં બીજી કોઈ વાસ્તવિક પ્રસજતા જ નથી. જે મરણના સામું અવિશક્તિ દૃષ્ટિએ જોઈ શકે છે, અને જ્યારે આવે ત્યારે તેને સત્કાર કરી શકે છે; દારિદ્રયને માટે પોતાનું દ્વાર ઉઘાડું રાખી, તૃષ્ણા ઉપર અંકુશ રાખી શકે છે; એનેજ વિધાતાએ અનાહાય આનંદને ભેક્તા સ્થાપેલે છે. પ્રાકૃતાના આનંદ નિરાધાર, નિઃસાર, ઉપર ઉપરનાક હોય છે; પણ જે વાસ્તવિક આનંદ છે તે સંસાર અને શાશ્વત છે. જેમ શરીર પતેજ એક મોટી વસ્તુ હોવા કરતાં માત્ર એક જરૂરની વસ્તુ છે, તેમ તેને માટેનાં સુખ પણ ક્ષણિક અને મિથ્યા છે; પણ એથી ઉલટી રીતે, શાન્ત અંતઃકરણ, પ્રામાણિક વિચારે, નીતિમય ચારિત્ર, આકસ્મિક પરિવર્તોમાં ઉદાસીનતા, એ સુખ તે અનંત, અપરિમિત અને અપાર ઉપગથી પણ તૃપ્તિ ન ઉપજાવી શકે તેવું છે. એપ્રીલ-૧૮૯૮ સિદ્ધપુરમાં સોમયજ્ઞ. (૫૪) ફાગુન શુક્લ પૂર્ણિમાએ અવભથસ્નાન થઈ જેની સમાપ્તિ થઈ તે સમયજ્ઞ સિદ્ધપુરમાં થયે છે. એવાજ સોમયજ્ઞ આગળ, એટલે કે પાલાં પચીશ વર્ષ માં ભણ્ય અને વ્યાસમાં Gandhi Heri Qe Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 40/50