પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૨૯૮ સુદર્શન ગદ્યાવલિ, સનાતન હિંદુ ધર્મ. (પ૭ ) આ મથાળાવાળા આગટમાસના “જ્ઞાનસુધા’માં એક લેખ છે. લેખકનો ઉદ્દેશ સ્તુતિપાત્ર છે. ‘હિંદુએ આત્માની ઉન્નતિના માર્ગમાં પ્રવૃત્ત થાય, ખાવા પીવા અને ચાળા કરવાને “ બદલે સુનીતિ સદાચાર અને ભક્તિમાં શાશ્વત કલ્યાણને માર્ગ છે તે સ્વીકારે, અને નિઃ શંક રીતે સારાસાર પરીક્ષામાં પ્રવૃત્ત થઈ ધર્મનું શુદ્ધ સ્વરૂપ ચિત્ત સમક્ષ નિશ્ચય પૂર્વક “ રાખી તેના અનુસરણમાંજ ખરૂં મહત્ત્વ માને ” એ તેમનો ઉદ્દેશ છે. આ ઉદેશ સાથે સર્વ કે સુચિંતન કરનારના હૃદયનું ઐકય થશેજ. “ ધર્મનું શુદ્ધ સ્વરૂપ ચિત્ત સમક્ષ નિશ્ચયપૂર્વક ” રાખવામાં કલ્યાણ છે એમ આ લખનાર માને છે. સ્વાભાવિકપ્રશ્ન થાય કે એ શુદ્ધસ્વરૂપવાળા ધર્મ કયાં છે ? કે છે ? લખનાર કહે છે કે “ ધમના જે સામાન્ય અંશે સર્વ કાળમાં સર્વ પ્રજાઓને જણાયા છે ” તેમાં છે; આ વાત યથાર્થ છે, અને ધર્મનું સ્વરૂપ સર્વમાન્ય એવા કેટલાક સત્યનિર્ણયમાંજ રહેલું છે. પરંતુ લખનારના ઉદ્દેશ આટલેથીજ અટવાને નથી, તેમને તે એમ કહેવાને સ્પષ્ટ આશય છે કે સર્વમાન્ય એવા જે સત્યને ધર્મ એ શબ્દના સર્વ માન્ય લક્ષણમાં લઈ શકાય તે ઉપર દષ્ટિ કરતાં હિંદુધર્મને “હિંદુ ” એ ના ભથી જુદા ધર્મરૂપે ગણાવાનું કાંઈ વિશેષ કારણુજ નથી. વધારામાં તેમના લેખને મમ તપા સતાં એમ પણ આશય સમજાય છે કે તે સર્વમાન્ય સત્યરૂપ ધર્મનું “હિંદુ ”—એને ભાન પણ નથી. તેઓ લખે છે કે “ બીજા ધર્મોથી ભિન્નતા દેખાડનારૂ’ તત્ત્વ હિંદુધર્મમાં નથી “ એ ખરૂં” છે. પણ તેનું કારણ એ નથી કે બીજા ધર્મોનો તેમાં અન્તભવ છે કે હિંદુધર્મમાં “ સામાન્ય સાવિક બંધારણુજ નથી, તેનું બંધારણ માત્ર અમુક ભૂગલસીમામાં વસનારના અને “ પાતાને હિંદુ કહેવડાવનારના વંશજ થવા પરજ છે.” હિંદુધર્મ માં અનેક મતભેદે આચાર અને વિચાર પર વિદ્યમાન છે તે ઉપર ભાર મૂકી લખનાર એમ માને છે કે “ હિંદુધર્મ ” એ શબ્દજ નિરર્થક છે કેમકે એ શબ્દથી જેનો બોધ થાય એવાં કાઈ લક્ષણો છે નહિ. આટલેથી સમાધાન ન માનતાં તેઓ આગળ વધી એમ પણ પ્રતિપાદન કરવા ઈચ્છે છે કે હિંદુધર્મને સનાતન ” એવું જે વિશેષણ લગાડવામાં આવે છે તે મિથ્યા છે “ હિંદુધર્મ સનાતન રોજ નથી ” કેમકે “ વેદથી ભિન્ન વિચાર ઉપનિષદમાં થયા, તેથી કાંઈક ભિન્ન વિચાર ભગવીતાદિ ગ્રન્થમાં થયા, અને સર્વ માં પૂર્વના વિચારો અને આચાર બદલાતાં બદલાતાં આખરે મૂળધર્મનું સ્વરૂપ જતું રહ્યું. ” “ મૂળધર્મનું સ્વરૂપ ” એમ લખનાર જેને કહે છે. તે ધર્મ આપણામાં હતું કે નહિ એ પ્રશ્નના ઉત્તરમાં, લખનારે આટલે સુધીમાં જે કહ્યું છે. તેથી કેવલ ધમ જ હતો નહિ એમ ન માનવું, કેમકે એ “ મુલધર્મ ”નું તત્ત્વ તે “ આ દેશમાં અનેક મહાન ધર્મચિંતક અને તત્ત્વશાધકે થઈ ગયા છે અને તેમણે ગંભીર સત્યાનું પ્રતિપાદન કર્યું છે એમાં સંશય નથી ” એમ કહીને તેમણે આપણા પ્રાચીન ધમમાંજ સ્વીકાર્યું છે; તથા આગળ જતાં જણાવ્યું છે કે એ સ્વરૂપ “ અનિશ્ચિત, અનિયમિત, અને ઝાંખુ થઈ ગયું છે.” આ વિષયની ચર્ચા ઉઠાવનાર વિદ્વાનને જે વક્તવ્ય છે તેના સાર ઉપર જણૂાવ્યા પ્રમાણે સમજાય છે. હવે જોવાનું એ છે કે જ્યારે અમુક ભૂગલમર્યાદા એટલે હિમાલય, અટક, બ્રહ્મપુત્ર Gan amfleritage Port 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી વિ8/50