પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સનાતન હિંદુ ધર્મ ૨૯ અને સમુદ્ર એ ચાર સીમા વચ્ચે વસનાર તે હિંદુ એટલુંજ હિંદુનું હિંદુત્વ લખનાર માને છે ને તેથી હિંદુઓને સ્વધર્મી એવું કાંઈજ નથી એમ કહે છે, અને તે ધર્મની સનાતનતાને નિષેધ કરવામાં પણ હિંદુનું હિંદુત્વજ નથી એ દલીલનો ઉપયેાગ કરે છે, ત્યારે પોતાના લેખને ઉપસંહાર કરતી વખતે તેમણે હિંદુઓના પ્રાચીન ધર્મમાંજ હિંદુત્વ છે એ સ્વીકાર કર્યો અને તે માત્ર ઝાંખુ" થઈ ગયું છે માટે તેને સતેજ કરવું આ ઉદશ જણાવ્યા તેટલાથીજ તેમના બાલવામાં એક રીતે પૂવોપર વિરોધ સ્પષ્ટ રીતે આવે છે. આટલું જ નથી પણ આ વિરોધ લેખનપ્રવાહમાં આવી જવાથી એમ પણ અનુમાન કરી શકવાને અવકાશ છે કે હિંદુધર્મનું મૂલ અને શુદ્ધ સ્વરૂપ શાને માનવું એ વિષયે લેખકના સિદ્ધાન્ત જુદા પ્રકારના હાવા જોઇએ; જુદા પ્રકારના એટલે કે પ્રાચીન સત્યશોધકે અને તરવચિંતકૅને ગંભીર સત્ય જાણવાનું માન તેઓ આપે છે તેમણે કહેલાં “ ગંભીર સત્યો ” કરતાં લખનારે ધર્મ સ્વરૂપના નિર્ણય માટેનું' ધારણ કોઈ બીજું રાખેલું હોવું જોઇએ, ને તે ધારણથી તપાસતાં તેમને પ્રાચીન “ ગંભીર સત્ય ” માં, તેમ અવૉચીન અવ્યવસ્થામાં એકમાં, યથાર્થ ધર્મ કે હિંદુધમ જડેલો નહિ; જેથી તેમણે હિંદુઓને ધર્મસંબંધે હિંદુત્વ નથી, તેમના ધર્મનું સનાતનત્વ નથી, અને તે ધર્મ સુધરવા જોઈએ, એવા વાદનો આશ્રય કર્યો છે. આમ માનવાથીજ ઉક્ત વિરાધનો પરિહાર થાય છે, અને એક સમર્થ લેખકનામાં પૂર્વાપર વિરોધ માનવા કરતાં આવે મર્મ ઉપજાવી લેઇ તે વિરોધના પરિહાર કરવાના માર્ગને આશ્રય કરવાથી લેખકને કાંઈ અને ન્યાય થતો હોય એમ અમારું માનવું નથી. પિતાના લેખના અંતરમાં જ અસંમતિવાદ ” વિષે જુલાઇના જ્ઞાનસુધામાં આવેલા લેખના ઇશારે કરવામાં આવ્યા છે. ચાસંમતિ એટલે ચાલતી વ્યવસ્થા કરતાં ભિન્ન વિચાર; એવા વિચારોને આશ્રય વેદ અને ઉપનિષદના વખતથી તે વ્યાખ્યાનકારોએ બતાવ્યા છે. વેદને કર્મ માર્ગ ને ઉપનિષદોને જ્ઞાનમાર્ગ એ ઉમયે પરસ્પરવિરુદ્ધ હાઈ અસંમતિવાદના સૂચક છે એવું જે માનવું છે તે પણ એ વ્યાખ્યાનકારાના મનમાં ધર્મસ્વરૂપને વિલકવાનું કોઈ અમુક ધારણ હોવાથી, અને તે ઘેરણને અનુસરતા વિચારે પ્રાચીન તથા અવાંચીન હિંદુધર્મમાં ન મળી શકવાંથી ઉપજી આવેલું છે. વેદ અને ઉપનિષદેના સમયમાં વિદ્યમાન એવી વર્ણવ્યવસ્થા અને આશ્રમવ્યવસ્થા તે ઉપર દૃષ્ટિ કરતાંજ કર્મ અને જ્ઞાનના વિરોધનું સમાધાન છે અને અસંમતિને લેઈ જે વિરોધ કરાવવા યત્ન થાય છે તે મિયા કરે છે. ચતુર્થાશ્રમી એ ટલે જ્ઞાનમાર્ગીઓ સર્વદા સર્વના ગુરુરૂપે પૂજાયા છે ને પૂજાય છે એટલી વાતજ કર્મ અને જ્ઞાનને અસંમતિરૂપે વિરોધ નાસાબીત કરે છે. વસ્તુતઃ વેદ એટલે સંહિતા પ્રથમ થઈ ને પછી ઉપનિષદ થયાં એમ માનવામાંથી આ વાત ઉપજે છે; પણ કર્મ, ઉપાસના, જ્ઞાન ત્રણે માર્ગ પ્રથમથીજ વિદ્યમાન છે, એક પછી એક ઉપજ્યા નથી, ને જુદા જુદા અધિકારનુસાર પ્રવર્યા છે ને પ્રવર્તે છે, એમ માનવાનેજ ઇતિહાસ અને વસ્તુગતિનો પૂરાવો છે. સત્યધર્મના નિર્ણય માટેના ધોરણમાં કોઇ પ્રકારની ભિન્નતા રાખવાથી ઇતિહાસને અન્યાય થાય છે, અને એ વ્યાખ્યાનકારોને માઢે તથા પ્રસ્ત લેખ લખનારને માટે પ્રાચીન મહત્તાને સ્વીકાર કરના ! રેના ઉપર નાહિંમત, લાકચિ પ્રાપ્ત કરવાની ઇચ્છા, એવા ક્ષુદ્ર આરોપનો ઉચ્ચાર થતા આપણે દેખીએ છીએ. સત્યનો નિર્ણય એટલા આરોપમાત્રથી થતો નથી એ સુપ્રસિદ્ધ છે. પણુ પ્રતનેજ અનુસરીએ સત્યનો નિર્ણય કરવાનાં જુદાં ધારણ સ્વીકારવાથી હિંદુધર્મને Gandhi ilerltage Porta બનતા રોગ માટે પ્રાચીન વાત ઉલ છે. 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 49/50