પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/23 ૩૦ સુંદરશન ગદ્યાવલિ. હિંદુત્વ નથી, સનાતનવ નથી, એમ કહેવામાં આવ્યું છે, જોકે “ ગંભીરસ ” આગળ હતાં એમ પણ સાથે સ્વીકારાયું છે. પ્રથમે એ વાતજ યથાર્થ નથી કે હિંદુધર્મ માં હિંદુત્વ નથી. પ્રાચીન મહત્તા એ ધર્મમાંથી અસ્તપ્રાય થઈ ગઈ છે, પણ તેથી એમ અનુમાન નથી થતુ" કે પ્રાચીનકાલે કાંઈ હતું નહિ, માત્ર એટલું જ અનુમાન થાય છે કે પ્રાચીન મહત્તામાં વિદેશીય અસરને લેઈ વિકૃતિ થઈ ગઈ છે. જે હિંદુધર્મ માં ભૂગેલસીમા કરતાં વધારે નિકટ, વધારે હૃદયહારક, વધારે મામિ કે, એવું હિંદુત્વ ન હોત તે “ જે નામની પ્રશંસાનાં એક બે અ તિશયોક્તિવાચક વિશેષણ સભામાં કે વર્તમાનપત્રમાં વાપયાથી “દેશી અને વિદેશી સવ કોઈને “સહેલાઈથી આટલી બધી લોકપ્રિયતા મળી જાય છે ” તેજ કેમ બની શકત ? સભામાં બેસનારા અને વર્તમાનપત્રો વાંચનારા કેવલ મૂખ, અભિમાની, અને ખુશામદને માનનારા હોવા જોઈએ કે પોતાની બડાઈ સાંભળી તે બડાઈ કરનાર પર ખુશ થાય; અથવા એમના હૃદયમાં, એવુ કાંઇ હોવું જોઈએ કે જે જાગ્રત થતાં તેમને એ જાગૃતિ આણનાર ઉપર પ્રેમ આવે જોઈએ. આ પાછળની વાત અમને વધારે ખરી અને માનવા જેવી લાગે છે. હિંદુનામધારી વ્યક્તિના લેાહીમાં એવા સંસ્કાર છે કે જે પોતાની પ્રાચીન મહત્તાને ધ્વનિ સાંભળતાં જાગી ઉઠે છે ને કતવ્યને સમજી તત્પરાયણ થવા ઉત્સુક બને છે. એમ છે એમાંજ હિંદુનું હિંદુત્વ છે. યુરપમાં ક્રાઈસ્ટના નામથી જે યુરોપીયવ સમજાય છે, મુસલમાનોમાં મહંમદ સાહબ કે દીનના નામથી જે ઇસ્લામીયત્વ સમજાય છે, તેજ હિંદુઓમાં પણ પ્રાચીનધર્મને નામે હિંદુવરૂપે સમજાય છે. એમ છે માટે જ એ ધર્મનું સનાતનત પણ અર્થાત સિદ્ધ છે. તે હિંદુ નામધારી વ્યક્તિ શા કારણથી હિંદુ કહેવાય છે, હિંદુ એ શબ્દથી કેટલા અર્થને ખાધ થાય છે, એ જણાવવાના પ્રયાસ કરતાં એક પ્રસંગે લખ્યું છે કે “ હિંદુ ” નામ એ. કંદરે નીચે જણાવેલા અર્થોધ કરે છે:-- (૧) વિશ્વમાં ચિતન્ય છે એવી આસ્તા, અને પુનઃ પુનઃ જન્મ થાય છે એ સ્વીકાર.. ( ૨ ) ધમષાભાવ, સંસ્કારનું અનુસરણ, વર્ણ કે આશ્રમમાં હોવાપણું', અને હિંદુધર્મશાસ્ત્ર જે “ હિંદુ લૉ ” કહેવાય છે તે માનવાપણું. ક - આટલે એ શબ્દને સામાન્યાથે છે, પણ વિશેષાર્થ લક્ષમાં લેતાં એમ પણ કહેવાય કે: ( ૩ ) કાઈ પણુ દર્શન, સંપ્રદાય, કે પંથ, અથવા બ્રાહ્મણધર્મ વિરાધિ એવી કોઈ પણ અસંમતિમાં હોવું. - હિંદુ નામધારી કોઈ પણ વ્યક્તિના આ વર્ણનમાં, અર્વાચીન વિકૃતિને સમયે પણ સમાસ ન થાય એમ ધારી શકાતું નથી. વેદને માનવા, ભગવદ્ગીતાને માનવી, સ્મૃતિ પુરાણાને માનવાં, એ આદિ જે બાહ્ય સાધનો ઉપરથી હિંદુત્વ નક્કી કરવાનું મન જ્ઞાનસુધાના લખનારે કર્યો છે તે કરતાં આંતર કારણે ઉપર દૃષ્ટિ કરી એ યત્ન ચલાવ્યા હોત તો તેમના વિચારો બદલવાનું તેમને કારણ મળ્યું હોત એમ લાગે છે. | આટલે સ્વીકાર થાય તે પછી હિંદુ ધર્મને સનાતન એ વિશેષણ લગાડવું વ્યર્થ છે. એમ કહેવામાં પણ કાંઈ સાર નથી. દેશ કાલને લીધે મૃલ ભાવના વિકારી થતી ચાલે પણ તેનું સ્વતસ્ત કાઈ અો પણુ રહે, એ સ્વતસ્વને ઇશારે કરનારને, લખનાર કહે છે તેમ લે મે « હિંદુઈઝમ” એ નામને નિબંધ, પાર્લામેન્ટ ઓફ રીલીજીઅનસ એ નામના ગ્રંથના પ્રથમ ખંડને પાને ૩૧૬ મે છપાય છે તેમાં. Gandhi Heritage Porta © 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust 50/50