પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ઘાવલી સનાતન ધર્મ પરિષદ ૩૦૧ કપ્રિયતા મળે, તો એમ માનવાને સ્પષ્ટ કારણ છે કે એ ભાવનામાં સનાતનવ છે. અને આ સ્થાને સનાતનનો અર્થ એટલેજ છે કે જે પ્રાચીનભાવના “ ગંભીર સત્ય ” થી ભરેલી હતી તે ઉપર જવામાં કલ્યાણ છે, માટે જ તે સનાતન હિંદુ ધર્મ છે. આવા પ્રકારથી વિચારતાં સનાતન હિંદુ ધર્મ એ શબ્દોમાં અસંભવે કે કોઈ પણ દોષ જણાતો નથી. સત્ય અને સનાતન શાને કહેવું તેનાં ધોરણ જુદાં હોવાથી આ દેશની પ્રાચીન કે અવાંચીન કોઈ ભાવનામાં સંતોષ ન લાગતો હોય, અને તેથી સનાતન હિંદુધર્મ એ ઉક્તિ વ્યર્થ જણાતી હોય, તો તે જુદી ચર્ચાનો વિષય છે; જે રીતે એ ઉક્તિ વ્યર્થ કરવાનો થન થયો છે તેને સમર્થ જશુ નથી. સપ્ટેબર સન ૧૮૯૫. સનાતનધર્મપરિષદ. Re ( ૧૮ ) આપણા ધર્મમાંજ પરમ સત્યનો સમાવેશ છે અને તેની શિથિલતા થવાથી આપણા દેશને અનેક પ્રકારની હાનિ છે એ વાત ઘણુ ખરા વિચારવાન જનોના મનમાં હવે નિવિવાદ રીતે સિદ્ધ થઈ છે. ધર્મને અભ્યદય કરવાનાં કયાં સાધન છે તેને વિચાર કરવા અનેક પ્રયાસે આજ પર્યત થયા છે; બ્રહ્માસમાજ, આર્યસમાજ, થીઓસોફી, એ સર્વની પ્રવૃત્તિ સર્વના આગળ વિદ્યમાનજ છે. ગોસ્વામી શ્રીદેવકીનંદનાચાર્યજી ઘણા સમય થયાં સમગ્ર આર્યાવર્તની ધર્મ પરિષદ્ સ્થાપવા યત્ન કરે છે, અને બે ત્રણેક વર્ષ ઉપર ઉત્તર હિંદુસ્તાનમાં તે એક પ્રસંગ થયાના સમાચાર આપણી સ્મૃતિમાં છે. આ વર્ષે કેટલાક દાક્ષિણાત્ય ગૃહસ્થા તથા પંડિતોએ ધર્મપરિષદ્રના ઉપક્રમ મુંબઈમાં કર્યો હતો. પ્રમુખસ્થાને ગેસ્વામી શ્રીદેવવકીનંદનાચાર્યને સ્થાપ્યા હતા, તથા વ્યવસ્થાનું ઘણું ખરૂં કામ દીવાન બહાદુર મણિભાઈ સાહેબ કરતા હતા. e પરિષદ્વી સ્થિતિ હજી માત્ર બીજરૂપજ હોવાથી પ્રતિનિધિઓ કે સભાસદની જોઈએ તેવી સંખ્યા હતી નહિ, તેમ વ્યાખ્યાનોની પણ યથાયોગ્ય યોજના ન હતી. બધા વક્તાઓ સુપ્રસિદ્ધ એટલે કે ધર્મવિષયે કાંઈક કહેવા જાય તે પ્રમાણુ ગણાય તેવા ન હતા, તેમ જેજે વ્યાખ્યાનો થયાં તેમાં પણુ બધાં વ્યાખ્યાન સસાર હતાં નહિ. ધર્મપરિષદ્ર પોતાના યથાયોગ્ય કર્તવ્યનું નિશ્ચયપૂર્વક ભાન હોય એમ કાર્યપદ્ધતિ અને વ્યવસ્થા ઉપરથી લાગતું ન હતું. આમ છતાં પણ આવા આરંભે સર્વદા ઈટ છે અને એમાંથી ભવિષ્યમાં સારો લાભ થવાનો સંભવ છે. એ લાભને અર્થે એટલું આવશ્યક છે કે આ પરિષદે પોતાના ઉદેશ યથાર્થ સમજી અવિરત ઉદ્યાગથી કામ લેવું. અધ્યક્ષના નિમંત્રણ ઉપરથી, આ લખનારે પણ એક એક લેખ એ પરિષદ્ આગળ, આવાજ ઉદ્દેશને સમજાવવા, મોકલ્યા હતા, જે અત્ર પુન: પ્રસિદ્ધ કરવો ઉચિત છેઃ સનાતન ધર્મ પરિષદ્ગા સમારંભની વાર્તા જણી સર્વ દેશહિતષિઓને થાય તેમ મારા અંતઃકરણને પણ હષ અને સંતોષ ઉત્પન્ન થયાં છે. ભારતના મુલ્યાણને અર્થે અનેક યેજનાઓની અપેક્ષા છે, અને યદ્યપિ બુદ્ધિપૂર્વક કરેલી યોજના પરોસો સિદ્ધિપ્રદ થાય એ નિયમ નથી, તથાપિ અમુક પ્રકારની ભાવનાઓ જનસમાજના અકીકરણની સન્મુખ રાખવાGanan Hewag Porta © 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal 1/50