પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સનાતન ધર્મ પરિષદ, ૩૭ માંથી “ સુધારે” એવા નામના જે પ્રયત્ન ચાલતો હતા, ને હજુ કહી કહી” ચાલે છે તે જન્મે છે. પાશ્ચાત્ય કરતાં અત્રત્ય ભાવના ઉત્તમ છે એ બતાવવાને મહાત્મા સ્વામી દુયાનંદ અને મેડમ બ્લેટસ્કી તેમના પ્રયત્નો છે. અને સુભાગ્યની વાત છે કે એ પ્રયત્નો સલ થતા ગયા છે. સુધારાવાળાઓએ ઉઠાવેલા મહારાજ લાઈબલ કેસ, જે આ નગરમાંજ ચાલ્યો હતો તે આપ સર્વેની સ્મૃતિમાં હશે. એ પ્રયાસથી શું લાભ થયો છે તે કહી શકાય તેમ નથી; તથાપિ એ પ્રયાસથી ધર્મની આસ્તા શિથિલ પડી ગઈ એ હાનિ તે નિવવાદ છે. દિવસે વહી ગયા છે, અને આ પરિષદ્ જેવા પ્રયાસ ધર્મનું સમર્થન કરવાને અસમર્થ થયા છે એ ઉકત પ્રયત્નોનાજ પ્રત્યક્ષ પરિણામ છે. આટલું જ નથી પણ પાશ્ચાત્ય દેશના જે વ્યવહારનિપુણ લોકોની સમૃદ્ધિથી મહ પામી આપણે તેમની ધર્મવ્યવહાર આદિ ભાવનાઓને ઉત્તમ કહીએ છીએ તેજ લોકોના અગ્રણી (વિદ્વાને આજકાલ અત્રય ભાવનાઓનું સત્ય સ્વીકારવા લાગ્યા છે અને અત્રય વ્યવસ્થાના અંગીકાર કરવા ઈચ્છા રાખે છે. અત્રત્ય ભાવનાજ વિશ્વનિયમાનુસાર છે એમ લેકમતથી તેમ નવા નવા શોધાથી સિદ્ધ થતુ' ચાલે છે ત્યારે અત્રય ભાવનાના સ્વરૂપને સ્પષ્ટ કરવા માટે આવી મહાપરિષદ જેવા પ્રયત્ન સર્વ પ્રકારે સ્તુતિપાત્ર છે. આપણી પ્રાચીન ભાવના કેવી છે અને ક્યાં છે ?' એ ભાવનામાં એકત્વ છે કે નાનાવ છે એવા અનેક પ્રનોનો અવકાશ છે; પણ એટલી વાત કહેવી આવશ્યક છે કે એ ભાવના જેને આપણે આર્યધર્મ કહીએ છીએ તેમાં છે; અને તે સર્વથા એકજ છે. જે નાનાત્વ તેમાં જણાય છે તે નસર્ગિક નથી, પણ પાધિક છે. ધર્મ શબ્દના અર્થ વિષે જે કે પ્રાચીન સૂત્રકારે અને કૃતિકાના મતમાં ઝાઝું તારતમ્ય નથી; તાપણુ અર્વાચીન ભાવનાઓના રંગે કરીને એ શબ્દના અર્થમાં અનેક બ્રાન્તિઓ પડી છે. પાશ્ચાત્ય પ્રજામાં કર્તવ્યની એક ભાવના પ્રચલિત છે. અમુક માણસ અમુક સ્થિતિમાં હોય અને અમુક પ્રસંગે તેને વર્તન કરવાનું ભાગ પડે તો તેણે સર્વ વાતને વિચાર કરી મનને નિષ્પક્ષપાત રાખી સ્વાર્થ ત્યાગ કરી, અમુક એક માર્ગે જ વર્તવું એને કર્તવ્ય કહે છે; જેના તરજુમો “ફરજ” એવા શબ્દથી પણ આપણા દેશમાં થાય છે. આ કર્તવ્યભાવનાને અંગેજ નીતિ, ન્યાય સદાચાર એવા વિચારોની પણ ભાવનાઓ બંધાઈ છે. અને ધર્મ શબ્દના કર્તવ્ય, ફરજ-નીતિ-સદાચાર એવો અર્થ અવૉચીન શિક્ષણ લીધેલા લોકો કરે છે. પણ એવા અર્થમાં એક માટે દેવ છે, કર્તવ્ય-ફરજ-નીતિ એ બધાં આચારનાં સ્વરૂપ કે રૂપાંતર છે અને તેમને પ્રદેશ વ્યવહારમાં છે; પણ જ્યાં સુધી વ્યવહાર અને આચારથી સિદ્ધ કરવાના ફલન એટલે કે પારમાર્થિક અથવા વ્યવહારાતીત એવા પુરુપાર્થની ભાવનાને નિર્ણય થયા ન હોય ત્યાં સુધી આચારનું સ્વરૂપ યથાર્થ રીતે બંધાઈ શકે નહિ. જેણે દ્રવ્યસમૃદ્ધિ પ્રાપ્ત કરી કુટુમ્બ પિષણ કરી, પ્રતિષ્ઠા મેળવવામાંજ પુરુષાર્થ માન્ય છે તેના આચાર, અને જેણે વ્યવહારની પારના નિત્યાનંદમાં પુરુષાર્થ માન્ય છે તેના આચાર, ભિન્ન પડશે; એકનું કર્તવ્ય બીજાથી ભિન્ન પડશે, એકની નીતિ બીજાથી ભિન્ન પડશે, એકનું સત્ય બીજાથી ભિન્ન પડશે. વિશ્વસ્થાનું યથાર્થ સ્વરૂપ વિચારીને પસ્મ પુરુષાર્થની ભાવનાના નિશ્ચય કરવો જોઈએ, અને જીવનનો ઉદ્દેશ સમજવો જોઈએ. પુસ્પાર્થને નિર્ણય થયા પછી તે પુરુષાર્થ સિદ્ધ કરવાને જે વ્યવહાર અથવા નીતિ અથવા આચાર જવાનાં છે તે સહજે નક્કી થઈ શકશે. Ganan orta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 3/50