પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 એનીબેસ૮, ૩૦૫ કેવી રીતે સિદ્ધ કરી શકે છે તેનું યથાર્થ વિવેચન કરી, કાઈના પણ દૈષની તેમાં વાત આણ્યા વિના તત્ત&મનુયાયીઓએ સ્વધર્મનું પ્રતિપાદન કરવું. એ પછી અત્રય ધર્મભાવનાને અનુચરી વ્યાવહારિક એવા આચારમાત્રની જે જે ભાવનાઓ થઈ શકે એટલે કે ગૃહ, શિક્ષણ, રાજ્ય, વ્યવહાર, ઈત્યાદિ જે જે ભાવનાઓ અત્રત્ય ધર્મભાવનાનુસાર થઈ શકે તેનું પાશ્ચાત્ય ભાવનાઓ સાથે તાલન કરી, અત્રત્ય ભાવનાઓની અસારતા સુશ્લિષ્ટતા અને યુક્તિપુરઃસ્રરતા સિદ્ધ કરવી. એ પછી આર્ય બાલાને પ્રથમથીજ સારા એટલે આર્ય ધર્માનુસાર સંસ્કાર બંધાય તે અર્થે સરકારની સાહસ્ય વિનાજ ચાલી શકે તેવી પાઠશાલાઓની યોજના ધર્માચાર્યોએ, ધમાંદાયને ઉપયોગ તે દ્વારા કરવાનો બાધ આપીને કરાવવી જોઇએ. તેમાં વ્યવહારોપયોગી એવું પાશ્ચાત્ય જ્ઞાન, અત્રત્ય ધર્મભાવનાને મુખ્ય રાખી, ગાણુરૂપે આપવાની યોજના થવી જોઈએ. પણ આ સર્વ ઉપરાંત આ પરિષદે એવા યત્ન કરવા જોઈએ, અને આવનાર પ્રત્યેક ગૃહસ્થ એ નિશ્ચય બાંધવા જોઈએ, કે વ્યક્તિ વ્યક્તિને આચાર, ઘરમાં તેમજ બહાર સર્વ સ્થલે કેવલ આર્ય ધર્મભાવનાનુસાર રહે અને નવી પ્રજાને દષ્ટાન્તરૂપ થઈ રહે, આ દેશની ઉન્નતિ કોઈ પણ દિવસે થવાની હોય તે તે આખા દેશના અંત:કરણનું ઐક્ય થયા વિના થવાની નથી, અને તેવું એક્ય ધર્મભાવનાની ઉન્નતિવિના આવવાનું નથી, આ પરિષદ્ જે કે અત્યારે કેવલ બીજરૂપ છે તથાપિ તેને કેટલું બધું કરવાનું છે, તેની જવાબદારી કેવડી મોટી છે એ બતાવવાને અર્થે આટલું વિવેચન કરવાનું સાહસ, આપ જેવા સમર્થ વિદ્વાનો આગળ મેં કર્યું છે તેની ક્ષમા કરશે એમ આશા છે. મને ભય રહે છે કે આવી પરિષદે ઘણી ઇષ્ટ છતાં જે પોતાનું કર્તવ્ય યથાર્થ રીતે ધારે નહિ તે લાભને બદલે હાનિકારક થઈ પડે. શુદ્ધ ધર્મભાવનાને સ્થાને કલ્પિત એવી કોઈ વ્યક્તિની સ્વાર્થભાવનાને વિરતારી બેસે, અને દેશને લાભ કરવા કરતાં અજાણેજ હાનિ કરી લે. એટલા માટે સર્વ દેશતિષીઓએ આ પરિષદના હેતુ અને ઉદ્દેશ લક્ષમાંથી કદાપિ ખસવા ન દેવા અને તેને સાધવા યત્નવાન રહેવા ઉપરાંત તે ઉદ્દેશને પોતાના નિત્ય જીવનમાં સિદ્ધ કરી વિશ્વ આગળ ખરા ધાર્મિક જીવનનું દૃષ્ટાન્ત અનુપદે બતાવતા જવું એવી મારી નમ્ર પ્રાર્થના છે. એપ્રીલ ૧૮૯૬ ( ૫ ) એનીબેસંટ નામક અંગરેજ સન્નારીના નામથી કોઈ અજાણ્યું નહિ હોય. એના હેદયની એવીજ રચના છે કે જે જે વાતને તે સ્વીકારે છે તે તે વાતમાં તે પરિપૂર્ણ તન્મયતા પામી શકે છે, તે તે વાતને તલસ્પર્શ કરી શકે છે, અને તેમાંજ સર્વસ્વ માની સર્વસ્વનું અર્પણ કરી દે છે. સત્યમ્રાહી હદય એ પ્રકારેજ સત્યનું અવલોકન, ગ્રહણ, કરે છે. તેમના ઉપર અદઢતા, અનિશ્ચય, આદિ આક્ષેપે સહજે થઈ શકે છે, કેમકે તેમને વારંવાર પોતાના વિચારો બદલવાની જરૂર જણાય છે; પરંતુ ગમે તેટલા વિચારપરિવર્તે છતાં તેવાં મનુષ્યનું સમગ્ર વર્તન સત્યાન્વેષણુને અર્થેજ હોવાથી એ આક્ષેપ અસાર અને અકિંચિકર છે. આ બાઈ. પ્રથમ ક્રિશ્ચિમન, પછી નાસ્તિક, અને હવણાં વેદાન્તાનુયાયી થીઓસક્રિસ્ટ છે. તેને anani Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 5/50