પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૩૦૬ સુદર્શન ગદ્યાવલિ, આર્યાવર્તની ધર્મભાવના અને આર્યવ્યવહારની પ્રાચીન રચના ઉપર આસ્તા અને પ્રેમ છે; એમાંજ પરમસત્ય છે એમ તે માને છે; અને આર્યાવતને પોતાનો સ્વદેશ માની ત્યાંજ નિવાસ કરવા તેની રુચિ છે. એ આશયથી તે વારંવાર આ દેશમાં આવ જા કરે છે, અને જ્યારે જયારે અન્ન આવે છે ત્યારે ત્યારે આ દેશના લોકોને સ્વરૂપનું ભાન કરાવવાને પાતાથી અને તેટલે શ્રમ લે છે. દુનીયાંના બીજા દેશમાં જાય છે ત્યાં પણ આ દેશની પ્રાચીન ભાવનાઆના ગુણગાનથી તે તે દેશના લોકેાનાં મન આકર્ષ તે ભાવનાઓને અનુસરવાની તેમને ભલામણ કરે છે. ગયા માસમાં આ બાઈ ઉત્તરહિંદુસ્તાનમાંથી મુંબઈ તરફ આવ્યાં હતાં. સુરત તથા મુંબઈમાં તેમણે આશરે પંદરેક વ્યાખ્યાને જાહેરમાં તેમ ખાનગી મેલાવડામાં આપ્યાં હતાં, અને તેમની મુલાકાત લઈ તેમની સાથે ચર્ચા કરવાની ઈચ્છા રાખનારાઓને પણ તેમણે પિતાના રહેવાના સમયને બહુ સારો લાભ આપે હતા. તેમનાં વ્યાખ્યાનોને ઉદ્દેશ આર્યધર્મભાવના જે અદ્વૈત તેને યથાર્થ રીતે સમજાવી, આયવ્યવહારમાત્રની રચના તે ભાવના સિદ્ધ થાય તેવી રીતે કેવી યોજાઈ છે, એ બતાવી, આ દેશના લોકોને પિતાનું પ્રાચીન સંભાળી તેને આચારમાં મૂકવાનું પ્રોત્સાહન આપવાના હતા. એવા એક વ્યાખ્યાનમાં તેમણે “ પાશ્ચાત્ય શોધથી પૂર્વના વિચારોનું સમર્થન” એ વિષયે જે વિવેચન કર્યું હતું તે નવી કેળવણી અને નવા સુધારાથી મેહ પામી ગયેલા આધુનિકોને બહુ મનન કરવા જેવું છે, જેથી તેને સારમાત્ર અત્ર આપવો ઉચિત ધાર્યો છે. " STD જેમ જેમ દિન પ્રતિદિન નવા નવા શૈધ થતા જાય છે તેમ તેમ આ દેશના પ્રાચીન ધર્મગ્રંથામાં રહેલાં સત્યાની અનપેક્ષિત એવી સાબીતી મળતી જાય છે; અને મૅડમ બ્લેટસ્કીએ જે ભવિષ્ય ભાખ્યું હતું કે “આ સદીની છેવટમાં ભૈતિક રોધ ચલાવનારા જડવાદીઓ પણ કોઈ નવીજ શોધ ઉપર ઉતરશે અને જગતને એકંદર લાભકારી એવા પ્રાચીન ગુપ્ત વિદ્યાને અનુલ શોધ હાથ આવશે” તે અક્ષરે અક્ષર ખરૂં પડતું જાય છે. આવા શોધ મુખ્યત્વે કરીને રસાયનશાસ્ત્રમાં વધારે થતા ચાલે છે. એક જર્મન દાક્તરને વીજળીના એવા કિરણોને શોધ હાથ લાગ્યા છે કે ફેટોગ્રાફ લેવાની કલામાં તેમના ઉપગ કરવાથી ધણાંજ આશ્ચર્યકારક પરિણામે પેદા થયાં છે. ફોટોગ્રાફ લેવા ની નળીમાંથી એ કિરણોને ફેટોગ્રાફ લેવાની વસ્તુ ઉપર પાડવામાં આવે તે, ફોટોગ્રાફ લેવાની વરતુને પેટીમાં ઘાલી હાય તથાપિ, પેટીનો અંતરાય ન ગણતાં, વસ્તુને ફેટોગ્રાફ પડી શકે છે. એક છોકરીના પગમાં સેય પેશી ગઈ હતી ને તે ચામડી અને માંસમાં થઇ એવી ઉંડી ઉતરી ગઈ હતી કે તેનું સ્થાન સમજાતું નહતું, છોકરીને પીડા ઘણી થતી હતી. આ કિરણોની મદદથી તેના પગના ફોટોગ્રાફ લેવામાં આવ્યો એટલે જે હાડકાને સોય વળગી હતી તે હાડકાના ટોગ્રાફ પડી આવ્યા, જે ઉપરથી દાક્તરાએ વાઢકાપ કરી સમય કાઢી લીધી અને છોકરીને સારી કરી. લાકડું, ચામડું, એવા પદાર્થોના અંતરાય, ફોટોગ્રાફ લેવામાં, આ કિરણોને નડતો નથી; પણ ધાતુ, હાડકાં એવા પદાર્થો નડે છે. તથાપિ આ શેાધ ઉપરથી એટલું સિદ્ધ થાય છે કે આર્ય શાસ્ત્રોમાં પદાર્થની પાર અને અંદર જોવાની અમુક અમુક વ્યક્તિઓને શક્તિ હતી એવું જે લખે છે તે ખરૂં હોવું જોઇએ. વીજળીના આવા કિરણોનો ઉપયોગ આપણા પૂર્વજેને, હવણાં જણાય છે તે કરતાં પણ વધારે સારી રીતે માલુમ હોવો જોઈએ. એટલું જ નહિ પણ અમુક પ્રકારના ગાદિ સાધને કરીને ચક્ષમાંજ એવી તેજ:શક્તિ હોવી જોઈએ કે જેથી તે તે મનુષ્ય માત્ર સાદી આંખે પણ પદાર્થોના અંતર્ બાહ્ય સ્વરૂપને પારખી લે. cancihi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી (6/50