પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૩૯૮ સુદર્શન ગદ્યાવલિ, ધર્મવિષે આગળ દોરવાનો દાવો કરે તેના ઉપર લક્ષ આપવું ન જોઈએ; અને સમગ્ર જગતને પણ એ ભાવનાનું સત્ય સમજાવતા જવું જોઈએ. a એપ્રીલ-૧૮૮૬ ને મનુષ્ય વર્ગની ઉત્પત્તિ કયારે અને કેવી રીતે થઈ એ વાતનો વિચાર આ ઠેકાણે કરી શકાય તેમ નથી, પરંતુ દિન પ્રતિદિન માણસ જાતિની કૃતિઓમાં જે સુધારા દષ્ટિએ આવ્યાં જાય છે તે ઉપરથી એમ તો અનુમાન કરી શકાય કે જ્યારથી મનુષ્ય પેદા થયું હશે ત્યારથીજ હાલ છે તેવી સ્થિતિમાં હશે નહિ. આ ઉપરાંત વળી ઇતિહાસને માટે પ્રાચીન શોધ કરનાર પંડિતો કહે છે કે કોઈ કોઈ દેશનાં આસપાસના સંબંધથી નિરાળાં પડી ગએલાં જંગામાં કે ઉજજડ મેદાનમાં જનાવરને લગ ભગ મળતી આવે તેવી પ્રકૃતિનાં માણસ પણ હયાત છે. પ્રાણીશાસ્ત્રમાં વિશેષ ઉંડાજનારા વિદ્વાનો તો એમ પણ લાવ્યા છે કે આ જંગલી માણસને મળતાં એવાં એક પ્રકારનાં વાંદરાં થાય છે, ને તેમનામાંથીજ સુધરતે સુધરતે માણસ થયાં હશે. પણ આ બધા વિષયોનું વિવેચન અત્રે કરવાના પ્રસંગ નથી. સિદ્ધાન એજ કે માણસ જાતિની પ્રકૃતિ ફેરફાર કરતાં કરતાં દિન પ્રતિદિન સુધરતી ચાલે તેવી –બુદ્ધિ યુક્ત–છે. એના ઉદાહરણ તરીકે એટલું પુનરૂક્તિ થતાં પણ કહી શકાય કે જે પ્રાણી કેવલ પ્રેરણાથીજ વ્યાપાર કરે છે તેમનાં કર્મમાં અદ્યાપિ પણ તફાવત જણ્યો નથી પણ જેનામાં આ પ્રેરણામાત્ર કરતાં વિવેક હોય છે તેનાં કમમાં ધણા જાણીતા ફેરફાર માલમ પડેલા છે. કૂતરાંની અથવા સસલાંની પેાતાની બેડ બનાવવાની અનાદિકાલથી ચાલી આવતી રીતીને અને માણસ જાતિની પોતાનાં રહેવાનાં સ્થાન, પહેરવાના પશાખ, જમવાનાં ભજન વગેરેની નિરંતર બદલાતી હાલતને સરખાવી જોવાથી આ વાત સિદ્ધ રીતે જણાઈ આવશે. માણસમાં મૂલથીજ સારાસાર વિચાર પૂર્વક વ્યવહાર કરવાની શક્તિ-બુદ્ધિ-છે, એ વાત આમ સિદ્ધ કરી લેતાંજ આ પ્રશ્ન ઉઠે છે કે માણસ એક એની સાથે જોડાઇને ધર, તે મલીને ગામ, તેમાંથી દેશ, ને તેમાંથી રાજ્ય એ તેની પ્રકૃતિના કયા અંશને આધારે રચે છે ? ભૂમિનો આકાર અને દેશની હવાને અનુસારે લેક અસલ તે પોતાનું ગુજરાન શોધવાની પ્રથમ મહેનત કરતા. જે દેશમાં જે મલ્યુ તે લોકોએ ખાવા માંડયું:જમીન ઉપર સ્વભાવિક રીતે ફલ મૂલ વગેરે કાંઇ ન નીપજતું હોય તો પછી માણસે દરીઆનાં માછલાં, કે જંગલનાં પક્ષી, અથવા અજાણ્યાં માણસ પણ-જે હાથ લાગે તે ખાય; તથા તેને ધંધામાં કામ લાગે તેવાં હથીઆર વગેરે બનાવી લે. જેમ જેમ જુદાં જુદાં માણસે જુદી જુદી ચીજે કરવા લાગ્યાં તેમ તેમ એક બીજાની મહેનતનાં ફલ પરસ્પર બદલવા લાગ્યાં. અસલ તા દરેક જણ ખેડુત, કુંભાર, દરજી, સુથાર, લડવૈયે વગેરે હશે પણ જેમ જેમ કાઈએ વાસણ બનાવવા માંડયાં, કાઇએ કપડાં કરવા માંડ્યાં, ક્રાઈએ લાકડાં ઘડવા માંડ્યાં ને કોઈએ શરીર દઢ રાખવા માંડ્યાં, તેમ તેમ તે બધા ધંધા એકજ જણે કરવા મુકી દીધા, અને પોતે જે ધંધે | * ખરા બેટાનો વિચાર કરવાની શક્તિ, anahi Feri LE 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 8/50