પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગૃહસ્થાશ્રમ, ૩૧૧ કશ્યપે દીતિને કહેલાં વચન આ પંક્તિઓના સપ્તકમાં એવી સરસ અને યોગ્ય રહસ્યવાળી વ્યવસ્થાથી આવી ગયાં છે કે તે પ્રત્યેક ગૃહસ્થને મનન કરવા યોગ્ય છે. પ્રથમથી બ્રહ્મચર્ય પાળી દઢ અભ્યાસમાં લીન થયેલ જુવાન ગૃહસ્થાશ્રમ કરે છે, ને તેને તે કેટલે ઉપગનો છે તે આ શ્લોકમાં સુરસ વાણીથી થાડામાં બતાવી દીધું છે. કહે છે કે સર્વે આશ્રમ કરતાં ગૃહસ્થાશ્રમાં રહેનાર સહજ માત્રમાં દુ:ખરૂપી સમુદ્રને તરી શકે છે. ગૃહસ્થના હાથમાં સારૂં તેમજ નઠારું કરવાનાં એટલાં સાધન રહે છે કે કોઈનું શ્રેય કરવાથી, પુણ્ય તથા પાપમાં ન કુસવાથી ચિત્તવૃત્તિની દૃઢતાવડે પ્રાપ્ત થતી પ્રભુભક્તિ તેને અસ્પૃદય સહજમાં સિદ્ધ કરી આપે છે. સન્યાસી કે વાનપ્રસ્થના હાથમાં આમાંનું એક સાધન હોતું નથી તેઓ યદ્યપિ આત્મયોગમાં મરત રહી કલ્યાણ સાધે છે, અને મુમુક્ષેઓને ઉપદેશ પણ કરે છે, તથાપિ ગૃહસ્થના હાથમાં જેટલું ભલું કરવાનું સમાયેલું છે, તેટલું તાદશ લાભકારક કાર્ય તેમનાથી સધાતું નથી. ગરીબને મદદ કરવી, દાન કરવાં, અતિથીપૂજન કરવું, તથા ચિત્તશુદ્ધિ માટે સકર્મને આચાર કરે, એ જેવું ગૃહસ્થથી બને છે તેવું બીજાથી નથી બનતું. જ્યાં સુધી હદયમાં દઢ વિરાગની છાપ લાગી નથી અર્થાત તમામ વિષયો ઉપભેગ કરતે કરતે જ્યાં સુધી તેને વિષયની વાંછના મનમાંથી ટળી નથી ત્યાં સુધી તો પાકે ગૃહસ્થાશ્રમજ મેક્ષિકારક સમજ. આ ઉદ્દેશથીજ ગીતાજીમાં કહે છે કે શ્રેથાન ધર્મો વિગુજ: પર્માત સ્થંકિત પિતાને ધર્મ કદાપિ થડા ગુણુવાળા હોય તો પણ પારકે ધર્મ છે કે વિશેષ ગુણયુક્ત લાગત તે હોય તે કરતાં પણ સારે છે; કેમકે ખરે સન્યાસ જે કામ્ય કર્મને ત્યાગ (કળ્યાનાં કાર્બળો ચાર્જ સવારં વાવો વિદુઃ) તે પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જુઠે ત્યાગ ગ્રહણ કરો એ તે અતભ્રષ્ટને તાત્રષ્ટ’ જેવું તામસી વૃત્તિનું કામ ગણાય. એટલા માટે એક્ષપર્યંતના. સર્વ આશ્રમના સાધનરૂપે તથા પુણ્યકર્મના ગવડે સત્કર્મ પ્રાપ્ત કરી આગળ વધવાના પરમ ભાગરૂપે ગૃહસ્થાશ્રમને સર્વ માં મુખ્ય ગણ્યો એ ઠીક કલ્પના કરી છે, ને એમાંથી સર્વને ૫રમ રહસ્યનો બાધ ગ્રહણ કરવાનો છે. ' પણ આ ગૃહસ્થાશ્રમના મુખ્ય આધાર શા ઉપર સમજવો? ગૃહસ્થ કોને કહે ? મહા માયાના સ્વરૂપના આવિભૉવ જે સ્ત્રી તે આ ગૃહસ્થાશ્રમની મુખ્ય દેવી છે ને તેના સામર્થથીજ ગૃહસ્થ આ બલવાન તથા સત્તાવાન રહે છે, તેનીજ કૃપા અને ઉપાસના કરીને ગ્રહસ્થ બીજા આશ્રમને યોગ્ય થઈ પરમ પદ પામે છે. શંકરાદિએ બ્રહ્મરૂપે વર્ણવેલી માયાને પ્રસાદ પ્રથમ થતાંજ બ્રહ્મભાવ પમાય છે ને તે માટેજ કહે છે કે હે ગૃહેશ્વરિ ! ઘરની મહાદેવિ ! તારા ગુણનું યથાર્થ કથન કરવા કે તારા ઉપર ઉપકાર કરવા કે તારી બરાબરી કરવા અમે–પુરૂષ-સમર્થ નથી. આ રીતિની સ્ત્રીની સત્તા કેમ પેદા થઈ આવે છે તો તે વિષે પણ આપણને પુરતું વિવેચન આપેલું છે. જે કલ્યાણને ઇચ્છવાવાળા પુરૂષ છે તેમનું તું અર્ધાગ છે. મતલબ તારા આશ્રય કે યોગવિના મોક્ષ પયતનું પણ કલ્યાણ કેાઈ જીવથી સધાય તેમ નથી. તું આવી રીતે પુરુષનું અર્ધાગ ને તેમાં પણ ઘણું જરૂરનું અર્ધાગ છે. હાલના આપણા અંગરેજી ભરોલા તરૂણું વિદ્યાથીઓ સમજી શકશે કે હિંદુ શાસ્ત્રામાં સ્ત્રીને તમારા “ better half ” એટલે દક્ષિમાંગ કરતાં પણ વધારે માહાટી ઉપમા આપેલી છે, ને એથીજ તમે તમારું હતું તેવું કરવા પ્રયત્ન કરશે તો હાંસિકારક પારકી નકલ કરવાની તમારે જરૂર રહેશે નહિ. આ અગ ખરેખર ઉત્તમ પ્રકારનું જ છે તેની વિશેષ સાબીતી એટલીજ બતાવે છે કે એના ઉપર પોતાને ગળે ચઢેલા ધુસરાના ભાર નાંખીને પુરૂષ ચિંતારહિત થઈ કરતો કરે છે. જેમ anain eritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 1150