પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સીધર્મ, ૩૧૩ યમ, બતાવે તેજ રસ્તા, ને રાજી રહે તેજ આચાર ને વિચાર, એ સમાન બીજું શું ભશુતર, બીજો શા મંત્ર ? તરતજ ગમે તેવા કાર મનના પુરુષો પણ સ્વાધીન થશે ને તમે તમારો અસલની ચહેશ્વરીની યોગ્ય પદવી પામી અમચરખા હિતૈષીની શુભાશિષને પાત્ર થશે. જુન-૧૮૮૬ સ્ત્રીધર્મ. ( ૬૨ ) (શાર્દૂલવિક્રિડિત ) शुश्रूषष्वगुरून् कुरुप्रियसखीवृत्तिं सपत्नीजने भर्तुर्विप्रकृतापिरोषणतया मास्मप्रतीपं गमः । भूयिष्ठं भवदक्षिणापारजने भाग्येष्वनुत्सकिनी यान्त्येवंगृहिणीपदंयुवतयो वामा कुलस्याधयः ।। પિતાની કરી લીધેલી પણ પ્રિયપુત્રીને સાસરે મોક્લતાં જેના કંઠમાં ફ્લેષનાં અશ્રુ સમાતાં ગદ્ગદ્વાણી નીકળતી હતી કે જે પોતે ત્યાગી છતાં પણ આટલું દુ:ખ પામવા પરથી, ગૃહસ્થા આવા પ્રસંગમાં શુ મહાન દુ:ખ પામતા હશે તેની સદય હૃદય તુલના કરી રહ્યા હતા, એવા કવઋષિના મુખમાંથી સાસરે વિદાય કરતાં-છેવટની શકુન્તલાને ઉદ્દેશીને નીકળેલી શીખામણ સર્વ કુલીન સ્ત્રીઓને મનન કરવા યોગ્ય છે. માએ આંખમાંથી ગરતે આંસુએ ‘બેટા વહેલી આવજે' કહી મોકલતાં પણ—અપલક્ષણનું સ્વરૂપ બનાવી મુકેલી લાડકીઓનેસમજવાનું છે કે મહા સમર્થ પંડિતા-ઋષિ મુનીઓ–પણ પત્નીધર્મ માટે શું યોગ્ય ધારી ગયા છે. સ્વાભાવિકજ છે કે, જેને પારકાં પોતાનાં કરી લેવાં છે, તેને ખરેખરી દીનતાની, સહનશીલતાની, સવની વૃત્તિમુજબ વર્તવાની અને શીલયુક્ત આચારની, ઘણી અપેક્ષા છે. પિતાનું કુટુંબ તજી પતિના કુટુંબમાં વસતાં, તે કુટુંબનાં સ્ત્રીપુરુષ પેાતાનાંજ ભાંડુ જેવાં બની રહે તેમાટે પોતાનામાં કહ્યા તેવા ગુણની ધણી અપેક્ષા રહે છે. જયાં સુધી તેવા ગુણમાંના એકે પ્રાપ્ત થયો નથી ત્યાંસુધી રૂ૫નું, દ્રવ્યનું, કે ગમે તે પ્રકારનું પણ વશીકરણ વ્યર્થ સમ. અરે ! ખરેખરાં અધત બાવાઓએ બતાવેલાં મંતર જંતર ને દોરા ચીટ્ટીનાં વશીકરણ પણ શકટ જાણવાં. સીધા રસ્તા જે પૈતાની પ્રકૃતિ સર્વને અનુમોદ પેદા કરે તે કરવારૂપી છે તેને મુકીને આવે આડે રસ્તે ચઢવાથી, એમાંની એકે વાત સધાતી નથી. ઉલટા સવના અનાદર પોતાના ઉપર થઈ આવવાથી બેવડું દુ:ખ થાય છે. નાનાં બાળક કરતાં માબાપ આ બધી બાબતેા ઉપર વધારે વિચાર રાખી પોતાની પુત્રીઓને આવીજ રીતિનું શિક્ષણુ, આપવું ધટે છે. પણ ખરું જોતાં, પુખ્ત વિચારની ન થયેલી હોય તેવી બાળકીને સાસરે મોકલવી એજ પાપ છે, એવું આપણાં સર શાસ્ત્રાથી સિદ્ધ થઈ આવશે તથા આ સ્થલ ઉપરના કણ્વઋષિના આચારથી પણ તેનું તેજ સાબીત થશે. જે પોતાની જાતની સંભાળ ફરવા પણ સમર્થ નથી, તેને પારકાંનું મન હરણ કરવાના વિકટ કાર્ય માં યોજવાની વાત વ્યર્થ Gan ahlsel tace Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 13/50