પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૩૧૪ સુદર્શન ઘાવલિ,. જેવીજ છે. સાસરીયાં સાથે સહવાસ થવાથી બાળકને ગેટવા માંડે છે તેને સહજમાં અનુકૂલ પડે એ વાત ખરી છે, પણ તેવા પરિચયના ટૂંકા પ્રસંગ ભલે આવે, છતાં ધરની પ્રધાન કરીને માકલવી તે તો પુષ્ઠ ઉમરેજ થઈ શકે. આવતી સ્ત્રી સર્વને પ્રિય લાગે; તે માટે સર્વને માનવા યોગ્ય પરમ ઉપદેશ બતાવે છે કે ગુરૂજનની સેવા સર્વ પ્રકારે કરવી. પતિનાં માબાપ, ગુરૂ વગેરે હોય તેને પોતાનાં માતપિતા તુલ્ય માની તેમની યોગ્ય સેવા એવા અંત:કરણથી કરવી કે તેમને એમ વિશ્વાસ થઈ આવે કે, “ ખરે આ અમારી પિતાનીજ પુત્રી છે ને એને હાથે સર્વે કાલમાં અમે સુખ પામી દિવસ આનંદમાં ગાળીશું'. ' આ નિયમાનું રહસ્ય જરા બારીકાઈથી તપાસીએ તો જણાશે કે સંસારમાં વહુને દુ:ખ દીધાનો દોષ જે સાસુને માથે ચઢાવવામાં આવે છે, તે ઘણું કરીને આ નિયમ ભાંગવાથી પેદા થઈ આવે છે.: વહુ : આવે ત્યારથીજ ધણી જોડે મરકલડાં કરતી, વૃદ્ધ સાસુ સસરાની દરકાર ન કરે ને સહજમાં તેમની મરજી. વિરૂદ્ધ આચાર કરવા માંડે તે “ અમારા પિતૃવ-સલ પુત્રને પણ આ રાંડ બગાડી અમારૂં' ધડપણ ચુંથાવી ઘરની આબરૂ ખરાબ કરશે ? આવા વિચાર સાસુ સસરાના મનમાં થતાં તેમને નવી વહુ ઉપર અપ્રોતિ થઈ આવે. આમ થાય એટલે પછી ઉભય પક્ષને દુઃખ તે ખુલ્લું જ છે. માટે જુદાં રહેવાના તથા એવાજ બીજા આડા અવળા બધા ઉઠાવ કરવા કરતાં, કેવલ મયૉદાથી રહી જે વાત તેમને રૂચતી હોય તે કરવી તે ન રૂચતી હોય તે ન કરવી, એવે સરલ સ્વભાવ રાખ્યાથી સવ થા પરિપૂર્ણ કલ્યાણ થાય છે. પતિની પણ આવી પત્ની ઉપર ભક્તિ વધે છે; ને એમ થવાથી દંપતીને વધેલા ગાઢ સ્નેહ કોઈને પણ ઈષ્યોના વિષય થઈ પડતા નથી. ગુરૂજનને વ્હાલાં નણંદ, દીયર, જેઠ વગેરે તેને પણ તેટલાંજ વહાલાં ગણવાથી, કશા પણ કલેશને અવકાશ રહેતો નથી; ને સર્વે આવી વહુને કુળદીપક કહી આનંદમાં રહે છે. આવી રીતે ગુરુસેવા કર્યા છતાં, કદાપિ પોતાના સિવાય પોતાના પતિને બીજી સ્ત્રીઓ હોય, તેને જે મળે તે ઉપર ઠેષ રાખવે નહિ, તેમજ તેમને પુત્રાદિકની સંપત્તિ હોય તે તે પાતાનેજ છે એમ માનવું. સપની અથવા શાક સાથે કેવલ સખીભાવ રાખવા; કેમકે જે કે તમારે મન તમારી શાક દુમન જેવી લાગે, પણ તમારા પતિને તો તમે સર્વે સમાનજ હા, માટે કાઇનો પણ દ્વેષ કરતાં પતિના તમારા ઉપર અનાદર થાય ને તેથી તમને સર્વથા હાની થયા વિના રહે નહિ. વળી એવા ખરાબ સ્વભાવથી કલેશ થવા માંડે ત્યારે કોઈને પણ એવી નઠારી વહુનું માં ગમે નહિ, એ તે ખુલ્લું જ છે. આ એ વાત ઉપર પ્રથમ લક્ષ આપવું. તેમાં ગુરૂસેવા એ કરવાનું કામ છે, પણ શાક વગેરેને સખી સમાન ગણવામાં કાંઈ કરવાનું નથી; ફક્ત તેમની સાથે દેષ કરવામાં કાલસૈપ કરી, શરૂ તથા પતિની સેવા કરવાનો અમૂલ્ય કાલ ખેવે નહિ એમજ કહેવાનો મતલબ છે. ગુરૂસેવા કરતાં રહેલી વખત પતિસેવામાં ગાળવે. પતિ એજ સ્ત્રોના ઇશ્વર છે, અથૉત સ્ત્રી ને અનન્યભાવે પેતાના ગમે તેવા પણ પતિની દઢ સેવા કરે તો તેને અહીં” ને પરાકમાં સવી સુખની પ્રાપ્તિ થયા વિના રહેતી નથી. પતિના શ્વાસેશ્વાસ સમજી, તે મુજબ પોતાની રીતિ ને વૃત્તિ રાખવી, એવા દઢ પ્રેમનું નામ પતિસેવા સમયે છીએ. આવી પતિસેવા નિરંતર આને નંદયુક્ત વદનથી ને હાંસથી કરવી જોઈએ, કે જેથી ભક્તિ ચેમ્મી તથા પ્રેમનીજ છે. એમ સમજાય. આમ છતાં પણ કદા ૫ પતિ ક્રોધે ભરાઈ તરછાડે, તો તે વખત સાંભળી રહેવું. અને પછીથી અનુકૂળ પ્રસ ગે ખુલાસે આપ, પશુ કદાપિ તેની વૃત્તિથી વિરુદ્ધ આ Gandalfleritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 14850