પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 શ્રીધર્મ, ૩૧૫ ચાર કરવો નહિ. આવી અનન્યભાવે કરેલી સેવા મહાસુખને આપવાવાળી છે. ગુરૂસેવા ને પતિસેવા કર્યો પછી ઘરનાં નોકર ચાકર વગેરે સાથે કેમ વર્તવું તે બતાવે છે. તેમની સાથે અદબ બહાર વાત ચીત કરવી, કે તેમને અકારણ છેડી તેમની સાથે બડબડાટ કર, એ કુલીન સ્ત્રીનું કામ નહિ. તેમને તો નિરંતર મીઠી નજર બતાવવી કે તાબેદાર રહી સદાય અનુલ રહે. નોકર ચાકર લેક હલકા હોય છે; તેથી ઘરમાંની વાત તરત બહાર પહાચાડી નિંદા કરાવે છે, માટે ઠીક ન પડે તો પતિને કહી રજા અપાવવી, પણ કદાપિ તેમની સાથે વધારે બાલવું નહિ. ઉલટા તેમને મીઠી જીભે ને મીઠી નજરે પાળવા કે સદાય સારૂં જ કહે. એટલું જ નહિ, પણ કોઈ કોઈ વાર એમ બને છે કે ગમે તેવાં ખરાબ પ્રકૃતિનાં માણસ પણ પિતાનાં ઉપરીની સારી નીતિ તથા મીઠી નજર જોઇને પોતે બદલાઈ જાય છે તથા સારે આચાર ગ્રહણ કરે છે માટે સર્વથા તેમને ઠીક રીતે રાખવામાંજ આપણને લાભ છે. આમ સર્વ વાત સંપાદન કયોથી બધે વાહવાહ કહેવાય તથા સર્વની પ્રીતિ થવાથી વસ્ત્રાભૂષણ મન માનતાં પમાય અને પતિના તથા ગુરૂજનના સ્નેહમાં સીમા ન રહે ને ઈશ્વર પણ પ્રસન્ન થઈ પુત્રમૈત્રાદિ સંતતિ આપી પૈસે ટકે સમૃદ્ધ કરે, પણ તેવા પ્રસંગમાં અહા ! હું કેવી ભાગ્યશાલી છું એવું અને હપદ ધારણ કરવું નહિ. કેમકે અહું પદ ધારણ કરવાથી હાય તેટલું નાશ પામે છે; એટલું જ નહિ, પણ આપણને આપણાં સ્નેહી તથા પરમ કૃપાલું ઈશ્વર કદાપિ સાંભરતાં નથી, એ માહોટું પાપ થાય છે. વળી અહં પદના મદમાં અખો એવી આંધળી બને છે કે, ગરીબ લોકનું દુ:ખ આપણા કન્યામાં આવતું નથી ને બધું આપણા જેવુજ તાજુ’ લાગે છે, તેથી પુણ્ય દાનમાં પણ હાથ તંગ રહે છે, એટલે અધર્મ થાય છે. માટે કદાપિ અત્કાર કરવા નહિ કે મારે આવી સહાયેલી છે. જે ભક્તિના બળથી ઇશ્વરે સર્વ આપ્યું તે ભક્તિ વધારતાં જવી ને પ્રભુની તથા વડીલની આશિ૬ એકઠી કરી ઉત્તરોત્તર સુખી થવું એમાંજ સાર છે. આ પ્રમાણે ધણા મમોંથ વાળી ઉંડી શીખામણ ચાર બેલમાંજ કરી રહીને નષિ કહે છે કે બેહેન! જે આમ કરે તોજ સ્ત્રીઓ ગૃહિણી અર્થાત ધરની પટરાણી બને. પતિ પણ તેમના કહ્યામાં, સાસુ પણ વહુના હાથમાં, સસરે પણ વહુ વિના દેખે નહિ ને સવે તાજ તાબે ! અહા આટલી ટુંકી મહેનતમાંથી કેવું’ કલ! ગુરૂસેવા ને પતિસેવા તથા નમ્રતા અને ભક્તિ એ ચાન રવાનાંમાંથી મોટી રાણી થઈ પડી ! થાયજ એમાં નવાઈ શી ! જ્યાં હાલની તાછડી છેક રીઓની પેઠે કંકાસ કજીયાં કર્યા છે ? સર્વને સુખી કર્યા તે સુખી કેમ ન થાય ? બાકી મેહેનિત વગર તે કાંઈ મળે છે ? આ તો બેહેની' જાણે કે વહુ થઈને આવ્યાં એટલે ગમે તેવાં તોય બધાં હાથમાંજ લઈને ફરતાં કેમ નથી તે તે કયાંથી બને ? માટે આમ કરે છે તે ખરી પટરાણી. ચાય, નહિ તો તેના બાપના કુલનું નામ બાળનારી નીકળે તથા પતિના કુલને પણ જોઈએ તેટલી એબ લગાડે એમાં શક નહિ. જુલાઈ-૧૮૮૬ Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 15/50.