પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

‘મારી પ્રતિકા’ માં સંમતિવય ૧૬ કહ્યું છે તે ઈષ્ટ છે, છતાં કાયદાથી તે નિયમવું હોય ત્યારે તો ઓછામાં ઓછું જે હોય તે લેવું જોઈએ. અર્થાત દશ આવી સ્વાભાવિક અર્થ સંગતિ, ઉદાહરણથી સ્પષ્ટ કરેલી.

  • પ્રાચીન નવીન બે વાતોમાંથી કે ખરી છે ? આ પ્રશ્નનો નિર્ણય કરતા પૂર્વે ઉભય પક્ષનું' સૂમ અવલોકન કરવાની પૂર્ણ અપેક્ષા છે. ઘણાક નવીના પ્રાચીન પક્ષનું વિલોકન કર્યા વિના એટલે કે પોતાને સાક્ષાત કે પરોક્ષ તે વિષયનું જ્ઞાન ન છતાં, અથવા માત્ર કોઈના કહેવાથી કે કોઈએ પિતાના કાદી તને અવલંબી કરેલા અથોનુસાર જ જ્ઞાન છતાં, પ્રાચીન પક્ષગત અનેક વાતોનું વિડ અને ખંડનું કેવા પ્રવર્તે છે. તેમ જ કેટલાક પ્રાચીન પણ એજ પ્રકારની ભુલ કરે છે. પ્રાચીન વાનોને સમજવાથી, સાંભળવાથી, કે પોતાના મતાનુસાર ગ્રવાથી, તે તે વાર્તાને અંગે એવી એવી તઈ જાલમાં તે ભરાઈ પડે છે કે નવીનતાનું નામ ‘પણ સહન કરી શકતા નથી. આવા પ્રસંગમાં ઉભય પક્ષનું સંક્ષિાત જ્ઞાન હોવું બહુ આવશ્યક છે. પ્રારબ્ધગે તેવું કાંઈક પ્રાપ્ત કરવાના પ્રસંગ મને પોતાને મળેલા છે એ વાત કેહવામાં કશી આત્મલાધા થતી હોય તે ક્ષમા યાચું, પણ સંસારમાં મનુષ્ય કર્તવ્યાકર્તા - વ્યના વિચાર બાંધવા તેમાં એ જ્ઞાન પપયોગી છે, ને મને તે જેવું ઉપયોગી થયું છે તેવું અને ચાય એ મારી પરમવાંછના છે, એટલે આ સ્થાને તે વાત કહેવી પ્રાપ્ત છે. | પ્રાચીન મત ને સિદ્ધાન્તા-ધર્મ, વ્યવહાર, નીતિ, આચાર સર્વ ને-વિલોકતાં તેમાં પણ મને સત્ય સમજાયું છે. નવીન મત અને નિશ્ચ વિચારતાં તેમાં પણ મને સત્ય જણાયું છે. પણ જે પૂર્ણ આખું—અવિકૃત સત્ય છે તે તો ઉભયથી પર છે એમ મારો ગ્રહ છે. આમ હાવાથી મેં મારા મનમાં અમુક સિદ્ધાન્તા રાખેલા છે, જે મારા લેખો વાંચનાર પંડિતાને તો સહજે સમજાયા હશે જ તથાપિ પુનઃ સંક્ષેપે તેમને કહી બતાવવા એ, આ પ્રસંગે, મને આવસ્યક જણાયું છે. મારા ઘણાક મિત્રો ઉભયે પક્ષમાં છે તેમને ને મારે બાહ્ય દષ્ટિએ મતભેદના વિષયમાં પણ આંતર વિચારચર્ચામાં ઐક્ય સમાયું છે. તેમનું કહેવું એમ થાય છે કે તમારા વિચારોને લોકો અચ્છા સમજે છે, અને વહેમમાં વધારે થાય છે. ' લોકો તે કયા ? વહેમ તે ખરા વહેમ કે વહેમ નામ? એ જુદી વાત છે, પણ ભ્રમ થાય છે ખરો. નવીન મતાનુયાયી મિત્રો સાથે આવા ઐક્યને લીધે કેટલાક દુરાગ્રહી નવીને એમ પણ બતાવે છે કે “ તમારા સિદ્ધાન્તો અનિયત છે. તમારે કશું ધોરણ જ નથી. તમે લોકપ્રિયતા માટે ગમે તેમ લખે છે, છેલો છે, આચાર વિચારમાં ફેર પાડે છે.’ આ પણ ભ્રમ છે. ઉભયે વાર્તા બનવા સરખી છે. મારે નવીના કહે છે તેવા એકાકાર વર્ણવ્યવહાર માન્ય છે, પણ ચાલતી જ્ઞાતિવ્યવસ્થા ગુપ્ત રીત તડવી એ વાત મને અત્યંત અમાન્ય છે, નવીનો કહે છે તેમ વહેમ માત્ર મને અત્યંત ન્યાય છે, પણ વહેમ એ શબ્દનો તેમણે માનેલે અર્થ મને ગ્રાહ્ય નથી. દાન કર્યાથી કે બ્રાહ્મણ જમાડવાથી પાપ ટળે એ વાત નવીના કહે છે તેમ હું ખેાટી માનું છું, તથાપિ કર્મને નિયમ અને તદગભૂત પ્રારબ્ધાદિવ્યવસ્થાના હું દૃઢ ભક્ત છું. નિરાકાર અપક્ષજ્ઞાન એ જ પૂર્ણ તત્ત્વ એમ માનવા છતાં સાકાર મુક્તિ આદિના હું અનાદર કરતા નથી; અંમિ તાપ, પ્રાણ દમ, આદિ કક્રિયાને આદર ન કરતાં છતાં, ચેતન અને મનાબેલની પૂર્ણ સત્તા અને રાજ્યાગનું અસ્તિત્વ સારી રીતે સ્વીકારું છું. આ તે અનેક વાતમાંથી થોડાં ઉદાહરણ છે જેમાંથી એમ જણાય છે કે કાંઈક પ્રાચીન કાંઇક નવીન

Gandhi Heritage Porta