પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ નારી પ્રતિષ્ઠા અને પુનર્લગ્ન. અથવા નારી પ્રતિષ્ઠાપર વાર્તિક - ( ૬૩) . ચાલુ વર્ષના જાનેવારી તથા માર્ચ માસના “ બુદ્ધિપ્રકાશ ” માં “ એક મિત્ર’ એવી સહીથી કોઈએ આ મારા લધુ પુસ્તકમાંના પુનર્લગ્ન સંબંધી અંશને ખંડવા પ્રયત્ન કર્યો છે. ગ્રંથ પ્રસિદ્ધ થાય એટલે વિદ્યાના પિતાને યોગ્ય લાગે તે અભિપ્રાય આપે, તેના જવાબ આપ કે તે અભિપ્રાયની પરીક્ષા મૂળ લખનારેજ કરવી એ શિષ્ટસંપ્રદાય નથી. આ પુસ્તક સંબધ તે પુનરૂદ્દાહનો વિષય છુટથી ચર્ચાય એ હેતુથી મેં નિરભિમાન વિદ્વાનોને ટીકા કરવા નાતરેલા છે, અને હું તે ટીકાને પરિહાર કરવા બંધાયેલો છું. ( જુઓ પ્રસ્તાવના. ) એટલે સાંપ્રત ચચો મેં મારી વિરૂદ્ધના લખાણુથી નાખુશ થઈ બચાવ માટે ગોઠવી કાઢી છે. એમ નથી, પણ મારા સિદ્ધાન્તમાં જે વિરોધ બતાવવામાં આવ્યા છે તે વાસ્તવિક નથી એટલુંજ બતાવવાને લખેલી છે. જેને મૂળ ગ્રંથ સંદર્ભજ નથી સમજાતો તેવા અનધિકારી લાક ગમે તે લખે તેને ઉત્તર આપવા કોઇ વિચારવાનું તે પ્રવૃત્ત થાય નહિ, પણ જ્યારે શાન્ત મનથી ને દલીલ સાથે કોઈ વિવાદ કરે, ને તેમાં પણ તેવા વિવાદનું સમાધાન કરવાની મૂળ લખનારની પ્રતિજ્ઞા હોય, ત્યારે તો આ રીતિની ચર્ચા ચલાવવી એ કેવલ સત્ય નિર્ણય માટેજ, એટલે કોઈપણ રીતે વિદ્દન્મયદાની બહાર નથી. ને પોતાની ચચોના આરંભમાં પુનર્લગ્નના રિવાજની વિરૂદ્ધ થનાર નવા લખનારમાં પ્રથમ હોવાનું માન ટીકાકાર મને આપે છે, પણ એમ કરવામાં જે કાંઈ માન હોય તો તે માનને માટે નહિ, પણ સારાસાર નિર્ણય કરવાને માટેજ હું ‘એક મિત્ર’ એવી સહી ન કરતાં જાહેર રીતે બહાર આવેલો છું. | ‘' એક મિત્રે' જે લખાણ કર્યું’ છે તે ગ્રંથનો પૂવોપર સંબંધ સમજ્યા વિના કર્યું છે એમ હું' પદે પદે બતાવીશ. મારા પુસ્તકમાંથી ઉતારે છે કે ૮ જેઓ પરિપૂર્ણ પ્રેમથી જોડાયેલાં છે તેમને તો વિયેાગ થયા પછી-મરણજન્ય પણ ફરી પરણવાના વિચારો પાપ જેવો લાગે” આ મારી દલીલ ઉતારી તે ઉપર તકરાર માંડે છે. તેમાં લખે છે કે “ પૂણપ્રેમ કોને કહે તે સમજનારની સંખ્યા આપણામાં ઘણી થાડી છે, આપણી સંસારિક કેળવણી એવા પ્રકારની નથી કે તેથી તેના પ્રેમની આપણા લોકોને ખબર પડે, અને કદાચ પડે તોપણ આપણી સ્ત્રીઓ જેઓના માટે ભાગ (ધણું કરીને સધળા) કેળવણીથી બીલકુલ અજાણ છે તેમને તો તેની જરાએ ખબર પડે એમ નથી.” આ તકરાર કાણુ માન્ય નહિ કરે ? મે’ તો તે વાત સ્વીકારીનેજ આખા ગ્રંથ લખ્યા છે; પણ ચર્ચા કરનારને એમ લાગ્યું કે મેં કાઈ કહિપતા સૃષ્ટિનાં માણસ માટે ગ્રંથ બનાવી પૂર્ણ પ્રેમની ગ ગોઠવી છે !! તેમના લખવાનું તાત્પર્યા તો એમજ જણાય છે કે પ્રેમ સમજાય તે ભલે પુનલ ગ્ન ન હો, પણ નથી સમજાતે માટે જોઈએ; એમજ હોય તો એ વાત ખુલ્લીજ છે કે પ્રેમ સમજાવવા પ્રયજ્ઞ કર પણુ પુન ૧ સાંસારિક. Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 16/50